મેં નદીને પુછ્યું
‘તારો ધર્મ કયો?”
નદી કશું બોલી નહીં
ચુપચાપ વહેતી રહી
થોડાંક પથ્થર આવ્યાં નદીના માર્ગમાં
નદી આજુબાજુથી સરકીને
આગળ નીકળી ગઈ
થોડી ક્ષણો બાદ મેં પુછ્યું
“તારી ભાષા કઈ, નદી?”
નદી તો ય કંઈ ના બોલી
વહેતી જ રહી
મેં પ્રથમ પ્રશ્ન સન સુડતાલીસમાં કરેલો
બીજો એકોતેરની આસપાસ
પહેલી વખત મારા બે ટુકડા થયા હતાં
બીજી વખત
બે ટુકડાના વધુ બે ટુકડા
નદી
આજે પણ એ જ રીતે વહી રહી છે.
e.mail : rupaleeburke@yahoo.co.in
![]()

