પૅલૅસ્ટાઈન કોઈ ખુવાર મુલક અને ગાઝા કોઈ ‘કબ્રસ્તાન’નું નામ નથી!
હાજર છે પૅલૅસ્ટાઈન અને ગાઝા આપણી આજુબાજુ, ચારેબાજુ દુનિયા આખીમાં!
એ જે કોઈ વ્યક્તિ ‘નેતન્યાહુ’ છે
હાજર છે એ પણ દરેક સ્થળે, દરેક મુલકમાં
માત્ર અલગ છે પરિધાન, ભાષા એની
ગાઝા માટે નથી અદાલતો ઈઝરાયેલમાં પણ
અને નથી ક્યાં ય આપણી આસપાસ પણ!
કરે છે ઈસ્પ્તિાલને નેસ્તનાબૂદ બોંબ જ્યારે
બાળકો થાય છે અનાથ અને માતાઓ વિધવા
અથવા રગદોળે છે બુલડોઝર માળાઓ આત્માઓના
વ્યસ્ત રહે છે એ સમયે કોઈ જજ
એમના વિઘ્નહર્તાની આરતી ઉતારવામાં
મલકાતો રહે છે મનમાં ‘નેતન્યાહુ’
ઊભો સત્તાના પોતાના યેરુશાલેમમાં!
કરી દીધો છે એ સમય રફા-દફા
શોધાય રહી છે કબ્રસ્તાન માટે જમીન
શહેરની વચ્ચોવચ!
વસાવાશે સપનાંનાં શહેરો હવે
કબ્રસ્તાનો વચ્ચેના જમીનના ટુકડાઓ પર!
પૂછે છે એમના જલ્લાદ જ્યારે
અંતિમ ઇચ્છા શું છે તમારી?
જાણે છે એ શા માટે ત્યાગી રહ્યાં છે અમે પ્રાણ અમારા
એમ જ બહાનું કાઢી સાંભળવા માગે છે અંતિમ અવાજ
કે મોતને સામે જોઈને અમે કેટલા ધ્રૂજી રહ્યાં છીએ
જલ્લાદે પણ કાન ભંભેરણી કરવાની છે કોઈ જજની, પોતાના ‘નેતન્યાહુ’ની!
અંતિમ કામ બાકી છે કરવાનું હવે
બધાં જ ‘ગાઝા’ને આઝાદ કરાવવાના અને
બધાં ‘નેતન્યાહુ’ને માનસિક હતાશામાં ભેળવી દેવાના!
e.mail : rupaleeburke@yahoo.co.in