મને પહેલાં એમ હતું કે,
ભારત એટલે ..
લાંબા સર્પાકાર પૂલો …
…. ફાઇવ સ્ટાર્સ હૉટલ્સ …
… મલ્ટી ડિસીપ્લીનરી હૉસ્પિટલ્સ …
… ચમચમાતા ઍરપોર્ટ ..
ભારત એટલે …
… તાજમહેલ ..
… સ્ટેચ્યુ ઓફ યુનિટી ..
… ઐશ્વર્યથી છલકતાં મંદિરો ..
ભારત એટલે …
વિકાસનો સતત ઊંચો જતો ગ્રાફ ..
… વધતો જતો જીડીપી ગ્રોથ રેટ ..
…. વિશ્વના અગ્રીમ ધનિકોની યાદીમાં જળવાતો ક્રમ…
ભારત એટલે …
સતત ધમધમતું બૉલીવુડ …
…. સુસ્મિતા સેન …
… ઐશ્વર્યા રાય …
આહા … ગર્વથી મસ્તક ઊંચું થઈ જતું.
પણ જ્યારે મેં
ધોમધખતા તાપમાં
પોતાની સમગ્ર ઘરવખરી
એક પતરાંની પેટીમાં કે કપડાંની થેલીમાં સમેટી ને
લાંબી અંતહીન કતારોમાં ચૂપચાપ ચાલ્યા જતા
શ્રમજીવીઓને જોયાં ….
જ્યારે
એમના નિરાશ, કાળા પડી ગયેલા, પરસેવે નીતરતા,
અસહ્ય ભૂખથી અંધકાર બની ગયેલી આંખો ઝૂકાવેલા ચહેરા જોયા …
… પિતાના ખભા પર બેસી ને સ્પષ્ટ રીતે પોતાના ભાવિને જોઈ શકતા એનિમિક બાળકો જોયાં …
ભૂખ અને દુઃખથી હાડપિંજર બનેલી અને
શ્રદ્ધાના જોરે ટમટમતા કોડિયાને બચાવવાની
નાકામ કોશિશ કરતી તેમની સ્ત્રીઓને જોઈ …
……….
ત્યારે મને લાગ્યું કે ..
ભારત એટલે ….
મહાસાગર …
અગાધ …. અસીમ …
અને ખારાં પાણીનો ભરેલો ….
મને પહેલાં એમ હતું કે …!!!
e.mail : daverenuka17@gmail.com