હાઇકુ પી.એમ. પરમાર, પી.એમ. પરમાર|Poetry|18 May 2020 છે તાળાંબંધી હૈડાનાં તાળાં ખોલો! મળે મારગ કોરોના કેદ, ક્યા અપરાધની? મુક્તિ ક્યારે? ગોઝારો ગાળો, તવારીખ નોંધશે! કોરોના કાળ. યમુના તીરે હાહાકાર યમનો વાંસળી ક્યાં? સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 18 મે 2020