રોજ સવારે ઊઠતાં,
ઈશ્વર સ્મરણ કરતાં,
દર્શન કરું મુજ હસ્તનાં,
પ્રાર્થું −
‘કરાગ્રે વસતી લક્ષ્મી
કરમૂલે સરસ્વતી,
કરમધ્યે તુ ગોવિંદમ્,
પ્રભાતે કર દર્શનમ્’
કિંતુ −
આજકાલ હસ્તદર્શન
વધારી દે હૃદયધડકન !
મનમાં ઊઠે મથામણ !
થાય શેં ગભરામણ !
− હાથની રેખાઓમાં
આછી થતી જીવનરેખા.
ફરી ફરી, ઝીણી આંખે
જોઉં એ લાઈફ લાઈનને
આયુષ્યના એ દોરને !
− ઘણો ભૂંસાઈ ગ્યો’તો
દોર જીવનદોરનો.
મેગ્નિફ્લાઇંગ ગ્લાસથી
ઝીણવટ થકી,
જોયું ફરી, જોયું ફરી !
પરંતુ −
એક વખતની
લાંબી પણછ શી
લાઈફ લાઈન મારી −
સાવ આછી – લુપ્ત થાતી
અર્ધી પર્ધી માંડ ભાળી !
પડી પેટમાં ફાળ,
વધી વધુ ધડકન !
તથાસ્તુ −
અવળચંડું મન કહે
હામ ધરને હવે !
બહોત ગઈ, થોડી રહી
ભજને હવે ઓમ શાંતિ !
અવસર આ ઉત્સવતણો,
સત્ત્વનો – પ્રયાણનો,
નવજીવનનો.
60, Wilson Gardens, WEST HARROW, Middlesex HA1 4DZ [U.K.]
![]()


4થી અૅપ્રિલ 2018ના રોજ અમારા બ્રિટનનાં મહારાણીના અતિપ્રિય ને એમનાં હૃદયમાં સદાય વસેલા દેશો − હાજી, “કોમનવેલ્થ કન્ટૃીઝ”, જે એક જમાનામાં બ્રિટનની હકૂમત નીચે આ-રા-મથી કે પ્રમાદથી આનંદતા હતા, એ દેશોનું આ ભવ્ય સંમેલન − “રમત-ગમતનો અદ્વિતીય મેળાવડો” ઓસ્ટૃેલિયામાં, ક્વિન્સલેન્ડના ગોલ્ડકોસ્ટના વિશાળ સ્ટેિડયમમાં, ભારે દબદબાથી યોજાયો હતો. અફસોસ એ જ કે પહેલી વાર, વધતી ઉંમરને કારણે, મહારાણીના પ્રતિનિધિ તરીકે એમના પાટવી કુંવર – પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સ અૉફ વેલ્સ, તેમના પત્ની સાથે પધાર્યા હતા.