ખાલી પેટ
સૂકાતું ગળું
પીઠ માથે પોટલું
ને બળબળતી આગમાં
રેબઝેબ દેહે
કાખમાં લઈ રોતાં બાળ
ઉઘાડા કણસતા પગે
સેંકડો ગાઉ કાપતી
કોરોના સામે ઝૂઝતી
નીકળી પડી છે …
દેશની સમૃદ્ધિમાં પંડને હોમતી
નિર્ધન નિ:સહાય
શોષિત શ્રમિક ભાંડુઓની
લાચાર લાંબી … હિજરત!
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 10 મે 2020