ક્યાંથી આવી
કે મોકલી કોઈએ ધક્કો મારી
ન ખબર પડે
લગીર પેટને
પેટ નાનું ખોબા જેવડું
ખોબા જેટલું પેટને પૂરતું
પાણી પણ રમત કરતું
પેટમાં જતું તુર્ત નીકળતું
આવતી, રહેતી, જતી-આવતી ચૂક પેટમાં
કૂમળી આંગળીઓની છાપ પેટ પર ફેરવાઈ ડાઘમાં
શરીર ભીતરનું બહાર આવવા મથ્યા કરતું
શરીર બહારનું ભીતર ઘૂસવા તનતોડ મથતું
બેઉનું જોર વધતું ચાલ્યું
જીત્યાં બેઉ પેટ હાર્યું !
[ત્રિપુરાના અગરતલામાં, લૉકડાઉનને કારણે, ભૂખથી બે વર્ષની બાળકીના મોતના સમાચાર વાંચી આ રચના લખી છે.]
e.mail : umlomjs@gmail.com