 ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સમાજ વ્યવસ્થામાં કહેવાતા ભગવાન બની જવું સહેલુ છે, પરંતુ હૃદયમાં સામાજિક ન્યાય માટેનો આતશ જલતો રાખીને શોષિતો, વંચિતો, પીડિતો, શ્રમિકો અને ગરીબોની પડખે ઊભા રહેવું એ સૌથી અઘરામાં અઘરી જીવન સાધના છે, સમાજ સાધના છે ..!

અરવિંદભાઈ છોટુભાઈ દેસાઈ સાચા અર્થમાં એવો સમાજસાધના કરનારાને પારકી છઠ્ઠીના જાગતલ જીવન સાધક હતા.
મહાજનીય પરંપરાના, જમણેરી, મૂડીવાદ, મધ્યમ વર્ગીય માનસિકતાવાળા ગુજરાતમાં જો તમે જમીનદારો, ઉદ્યોગપતિઓ, વેપારીઓની અમાનવીય શોષણ મુલક જીવનશૈલીને પુરસ્કૃત કરો અથવા ચલાવી લ્યો તો એ સ્થાપિત વર્ગો તમને દાતા પોતાની સંસ્કૃતિ મુજબ અનેક પ્રકારની સેવા પ્રવૃત્તિ તમારી પાસે કરાવીને તમને મહાન લોકસેવક તરીકે પ્રસ્થાપિત કરીને તમારું દેવતુલ્ય બહુમાન કરી આપે.
પરંતુ જો તમે એ જ જમીનદાર, જાગીરદાર, ઉદ્યોગપતિ, વેપારીને ત્યાં કામ કરતા “શ્રમદેવતાના” શ્રમના આર્થિક સામાજિક મૂલ્ય માટે કે એ શ્રમિકના શ્રમના લઘુતમ વેતન ધારા માટે કે તેના કામના સમય માટે ન્યાયની અપેક્ષા રાખો કે ન્યાય માટે લડત આપો તો આ સ્થાપિત વર્ગો તમને આતંકવાદી, નકસલવાદી કે વર્ગવિગ્રહના પિતા તરીકેનું બહુમાન કરીને તમારું ચારિત્ર્યહનન સાતત્યપૂર્વક કરતા રહે છે. અરે તમારા પર શારીરિક હુમલાઓ કરી કરાવીને હત્યા કરવા સુધીના આયોજન કરતાં હોય છે.
મહાત્મા ગાંધીએ ભારતીય સ્વાતંત્ર્ય ચળવળ અને ભારતીય આઝાદીનું જનવાદીકરણ કરીને પ્રત્યેક વ્યક્તિના સમાન હક અને પ્રત્યેક વ્યક્તિની સમાન ભાગીદારી માટેનું જન આંદોલન શરૂ કર્યું ત્યારે તેમના એ વિચારની અરવિંદભાઈ દેસાઈ અને તેમના પિતાજી છોટુભાઈ દેસાઈ પર એવી અસર પડી કે આ બંને માથાફરેલ બાપ દીકરાઓ અનાવલા મટીને હળપતિ સમાજના પારકી છઠ્ઠીના જાગતલ એવા ‘છોટુ દુબળી’ અને ‘અરવિંદ દુબળી’ બની ગયા.
આજે દક્ષિણ ગુજરાતના હળપતિ સમાજમાં જેટલું પણ આર્થિક-સામાજિક સશક્તિકરણ થયું છે તેનું શ્રેય છોટુભાઈ દેસાઈ, ઝીણાભાઈ દરજી અને અરવિંદભાઈ દેસાઈની ત્રિપુટીને જાય છે.
જુગતરામ દવે કહેતા હતા કે મારું વેડછી આંદોલન સફળ રહ્યું છે તેનું સૌથી મોટું શ્રેય ઝીણાભાઈ દરજી અને અરવિંદભાઈ દેસાઈના શિરે જાય છે.
દક્ષિણ ગુજરાતમાં ડાંગથી લઈને ડેડિયાપાડા સુધી જે હળપતિ આદિવાસીઓ માટેની આશ્રમશાળાઓની શૃંખલા રચાઈ છે તેનું મહત્તમ શ્રેય અરવિંદભાઈ દેસાઈને જાય છે.
પોતાના જ સ્થાપિત વર્ગના મિત્રો સાથે સહજીવન જીવતા જીવતા હળપતિ સમાજને સામાજ્કિ ન્યાય અપાવવા માટે પોતાના જ મિત્રો દ્વારા અરવિંદ ભાઈને નિ:વસ્ત્ર કરીને મરણતોલ માર મારવામાં આવ્યો હતો છતાં તેની જરા પણ કટુતા ધારણ કર્યા વગર અરવિંદભાઈએ પોતાના મિત્રો સાથે મિત્રતા જાળવીને હળપતિઓને સામાજિક ન્યાય અપાવ્યો છે.
અરવિંદભાઈ દેસાઈ મહાત્મા ગાંધીના ઉદ્દેશવાળી ગૂજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ લઈને મહાત્મા ગાંધાની કલ્પનાનાં શિક્ષિત બનીને મહાત્મા ગાંધીની કલ્પના મુજબ જ સમાજના સશક્તિકરણ માટે સમર્પિત થઈ ગયા હતા.
આવા હળપતિ સમાજના કલ્યાણ મિત્ર અને રામ મનોહર લોહિયા જેને ‘કજાત ગાંધીવાદી’ કહે છે તેવા મહાત્મા ગાંધીને પ્રિય એવા અરવિંદભાઈ છોટુભાઈ દેસાઈ આપણને અલવિદા કરી ગયા છે.
ચાલો, આપણે સૌ કહેવાતા સંત અને કહેવાતા ભગવાનને રવાડે ચઢવાનું પડતું મૂકીએ અને સાચા અર્થમાં હૃદયપૂર્વક જેના ભાગ્યમાં સામાજિક અને રાજકીય આઝાદીના ફળો નથી આવ્યા તેમની પડખે ઊભા રહીને તેમનું આર્થિક સામાજિક શૈક્ષણિક અને રાજકીય સશક્તિકરણ કરવામાં આપણી જાતને સમર્પિત કરીએ, … આ જ અરવિંદ ભાઈને સાચી શ્રધ્દ્ધાંજલિ.
E-mail : kimeducationsociety@rediffmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2021; પૃ. 12
 
 ફોટામાં જે છોકરી તમને દેખાય છે, એ મારી દીકરી છે. એનું નામ ઝંખના ઉત્તમભાઈ પરમાર છે. એનું હુલામણું નામ ‘ગુલી’ છે. એનો જન્મ 4-11-1981ને દિવસે થયો હતો. એનું લગ્ન ૧લી ફેબ્રુઆરી 2004ને દિવસે થયું હતું. એના લગ્નની કંકોત્રી છપાવવા માટે મેં પ્રિન્ટિંગ પ્રેસમાં મોકલી તો લગ્નનું મેટર જોઈને પ્રિન્ટર મારા પર ગુસ્સે થયો. આવી કંકોત્રી છાપવાની છે? હું ચાર પેઢીથી છાપખાનું ચલાવું છું. હજી સુધી આવી કંકોત્રી કોઈએ છપાવી નથી. આવી કંકોત્રીનો વિરોધ થશે અને તમારે ફરીથી કંકોત્રી છપાવી પડશે.