મને જોઈ એની નજર એમ ઝૂકે,
જરા પર્ણ પર કોઈ ઝાકળ ન મૂકે.
બધા કામ છોડી તને હું નિહાળું,
મને કામ બીજું કશું જો ન સૂઝે.
પડે જો ખબર તો કહું છું બધાને,
બધું આવડે એ સમજથી ન પૂછે.
મને પણ લહેરો લઈ જાવ કાંઠે
બધાના હૃદયમાં સમંદર ન ડૂબે.
હવે આંખના હું જ રણમાં રહું છું.
ભરમ છે કહી 'આંસુ' 'आદત' ન લૂછે.
2035, Yogeshwar Nagar Soi. GHB, Kanakpur, Kansad, Sachin – 394 230
e.mail : aadatcreation@gmail.com