સવાર પડે છે સાંજ પડે છે
એક દિલ છે દિન રાત રડે છે
મેં પણ ઢાળી દીધાં છે પોપચાં
ઊંઘને તારી યાદ નડે છે
મને મનની છે જાણ આટલી
દુષ્ટ નિત્ય નવાં ઘાટ ઘડે છે
જરાક જરાક શું કામ કનડે
કરી તકરાર બેફામ લડે છે
હવા સહેજ સ્પર્શે બસ કાફી
પછી ચગડોળે વાત ચડે છે
નકાબપોશ એ પ્રતિબિંબ છે
તોડ તો સાચી જાત જડે છે
e.mail : fdghanchi@hotmail.com
![]()

