Opinion Magazine
Number of visits: 9711216
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સુ-મેળ ચોકડી

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|3 March 2026

મુકેશનો આજે હોસ્ટેલનો પહેલો દિવસ હતો. કોલેજ હોસ્ટેલમાં એડમિશન લીધું હતું. મુકેશને ખબર હતી કે હોસ્ટેલમાં એક રૂમ ચાર સ્ટુડન્ટ વચ્ચે આપવામાં આવે છે. મુકેશે ઓફિસમાં રજિસ્ટ્રેશન ફોર્મ ભર્યું. મુકેશને 304 નંબરના રૂમમાં એડમિશન આપવામાં આવ્યું હતું. 304 નંબરના રૂમમાં ત્રણ સ્ટુડન્ટને પહેલેથી જ એડમિશન આપવામાં આવેલું હતું. જેના નામ હતા, ઉમેશ, ખીમજી અને અબ્દુલ. મુકેશ નામ વાંચીને જરા થડકો ખાઈ ગયો. પણ એડમિશન એ રૂમમાં હતું એટલે ત્યાં જ જવું પડે અને સાથે રહેવું પણ પડે.

મુકેશ ત્રીજા માળે 304 નંબરની રૂમના બારણામાં ઊભો રહ્યો. અંદર જોયું તો ત્રણ જણા બેઠાબેઠા વાતો કરતા હતા. તેમાંથી એક વ્યક્તિ ઊભી થઈને મુકેશ પાસે આવી અને કહ્યું, `આવ મુકેશ, અમે તારી જ રાહ જોતા હતા. મારું નામ અબ્દુલ છે. આ ઉમેશ અને આ નટખટ તોફાની ખીમજી છે.` મુકેશનો થોડો ડર ઓછો થયો. ચારેયે એક બીજાની અને ફેમિલીની માહિતી આપ-લે કરી. ચારે ય જુદાજુદા ગામમાંથી મધ્યમ વર્ગીય કુટુંબમાંથી આવતા હતા. ચારેયનાં નાત, જાત અને ધર્મ જુદાંજુદાં હતાં. પણ એ વિશે કોઈ ચર્ચા ન થઈ. ચારેય એવા મતના હતા કે આપણે અહીં મિત્ર, ભાઈ અને ચાર ભાઈના કુટુંબ તરીકે રહેવાનું છે એટલે એ બાબત  આપણી વચ્ચે ગૌણ છે.

થોડા દિવસ પછી મુકેશને ખૂબ તાવ ચડી ગયો. ડોક્ટરની દવાથી પણ કંઈ રાહત ન થઈ. ત્રણેય મિત્રો મૂંઝાય ગયા કે હવે શું કરવું? અબ્દુલ બંદગી કરવા, ઉમેશ અને ખીમજી ઇષ્ટદેવને પ્રાર્થના કરવા બેસી ગયા. આખી રાત આમ જ પસાર થઈ. પણ, સવાર પછી મુકેશનો તાવ પણ ઉતરી ગયો અને સ્વસ્થ થઈ ગયો. મુકેશે કહ્યું, `અબ્દુલ, તારી ખુદાની બંદગીથી, ઉમેશ અને ખીમજી તમારી ઈષ્ટદેવની પ્રાર્થનાથી હું બચી ગયો.`

`ના, મુકેશ, એવું નથી. આપણે બધા ઈશ્વર કે ખુદાને જુદાજુદા સ્વરૂપમાં માનીએ છીએ. પણ એ તો એક જ શક્તિ છે. અમે એ શક્તિને પ્રાર્થના, બંદગી કરી, જે એક જ હતી, કે તું જલદીથી સાજો થઈ જા. અને તું સાજો થઈ ગયો.`

આ ઘટના પછી ચારેય વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈ. પોતાનો અભ્યાસ પૂરો કરી ચારેયે એક જ શહેરમાં પણ જુદીજુદી જગ્યાએ નોકરી શોધી લીધી, પણ આપસમાં હળવામળવાનું નહોતું છોડ્યું. કોઈને પણ કંઈ મુશ્કેલી ઊભી થાય ચારે ય સાથે મળીને તેનો ઉકેલ શોધી કાઢતા હતા. શરૂઆતમાં ચારેય મિત્રોના ઘરના એક બીજાને ઘરે જવા માટે સંકોચ રાખતા હતા. પણ પછી ધીમેધીમે બધાંને સમજાય ગયું કે આ જ સાચી કુટુંબભાવના છે. આપણે ‘વસુધેવ કુટુમ્બકમ્‌માં’ માનીએ છીએ એટલે આ જ સાચી સામાજિક નીતિ રીતિ છે. અને એક પ્રસંગ એવો બન્યો કે બધાંય ને વાત સાચી લાગી ને સમજાઈ પણ ગઈ.

ચારેય મિત્રો મળવાના નિયમ પ્રમાણે ભેગા થયા. ત્રણેય મિત્રોને લાગ્યું કે અબ્દુલ આજે કંઈક ચિંતામાં લાગે છે. ખીમજીએ પૂછ્યું `અબ્દુલ, તું આજે કંઈક ચિંતામાં હોય એવું લાગે છે. શું વાત છે? અમને વાત કરી તારું મન હળવું કર.` 

અબ્દુલે કહ્યું, `ના, એવી કોઈ ચિંતાજનક વાત નથી. એમ જ જરા તબિયત ઠીક નથી લાગતી.`

ઉમેશે કહ્યું, `અબ્દુલ, ભલે તું બહાનું તબિયતનું આપે છો પણ મને વાત કંઈક જુદી લાગે છે. તારે વાત ન કરવી હોય તો અમારો કોઈ આગ્રહ નથી. પણ અમને એમ લાગશે કે આપણા સંબંધોમાં કંઈક ખૂટે છે. આપણી વચ્ચે પહેલેથી જ કોઈ જુદારો નથી, તો તું, આજે કેમ વાત કરતા ખંચકાય છો?`

આ વાત સાંભળી અબ્દુલને થયું કે મિત્રોને વાત તો કરવી પડશે. અબ્દુલ કહ્યું, `કે, એક કૌટુંબિક સંપત્તિ માટે ગેરસમજ અને ઝગડો થયો છે. તમને તો ખબર છે કે અમારામાં સંબંધો અંદરોઅંદરના હોય છે. એટલે હું મુશ્કેલી અને દ્વિધામાં છું, કે કોના પક્ષે રહું. કોઈ એક પક્ષને એમ લાગશે કે મેં બીજા પક્ષની તરફેણ કરી. મારી મોટી મુશ્કેલી એ છે કે હું તટસ્થ રહી શકું તેમ નથી. મારે કોઈપણ એક પક્ષે તો રહેવું જ પડે એવી સ્થિતિ છે. હું કોઈ રસ્તો નથી કાઢી શકતો. આ જ વાત છે.`

`અબ્દુલ, તે ભૂતકાળમાં અમારે પણ આવા નાના મોટા ઝગડા થયા હતા ત્યારે તે અમને મદદ કરી હતી. અત્યારે તારી મુશ્કેલીમાં અમારી ફરજ છે કે અમે તને મદદ કરીએ. તું, જો હા કહે તો અમે તારા ઘરે આવી બધાંને સમજાવીએ. કદાચ કોઈ રસ્તો મળી આવે અને ઝગડાની પતાવટ થઈ જાય.`

`તમે આવો તેમાં મને કોઈ વાંધો નથી. પણ મારા ઘરના નહીં માને.` 

`તું, અમને પ્રયત્ન તો કરવા દે. પછી જેવી ઉપરવાળાની ઇચ્છા.`

મુકેશ, ખીમજી અને ઉમેશ અબ્દુલને ઘરે ભેગા થયા. બધાંને સમજાવ્યા પણ કોઈ રસ્તો નીકળતો ન દેખાયો. ખીમજીએ કહ્યું, `તમને તો ખબર છે કે અમે ચારેય મિત્રો જુદીજુદી દિશામાંથી આવીને જેમ ચાર રસ્તા મળીને ચોક બને એમ અમે ચારેય એક ચોકમાં ભેગા થયા અને સંબંધનું એક બિંદુ બનાવી નાખ્યું. એ બિન્દુનાં અવિભાજ્ય અંગ બની ગયા. જ્યાંરે તમે તો એક જ માર્ગના મુસાફર છો. એક જ કુટુંબમાંથી આવીને ભેગા થયા છો. તો પછી આ ગેરસમજ અને ઝગડો શા માટે? અને તે પણ સંપત્તિ માટે? અમે ત્રણ તો તમને સમજાવવા માટે, સલાહ સૂચન કે માર્ગદર્શન આપવા માટે બહુ જ નાના છીએ. છતાં અમારી જે સમજણ છે એ અમે પ્રદર્શિત કરી આગળ તમારી જેવી ઇચ્છા.`

બધાંને ખીમજી અને મિત્રોની વાતમાં તથ્ય લાગુ અને થોડું ઘણું જતુ કરી ઝગડાનો સંતોષજનક ઉકેલ કરી નાખ્યો. અબ્દુલે ત્રણેય મિત્રોનો આભાર માન્યો. ઉમેશે કહ્યું,`અબ્દુલ, આપણા સંબંધો એવી ઊંચાઈએ પહોંચી ગયા છે કે જ્યાં આભાર માનવાની ઔપચારિકતાની જરૂર જ નથી. આ તો અમારી ફરજ હતી. તારી મુશ્કેલી એ અમારી મુશ્કેલી હતી.`

અબ્દુલના અબ્બાએ કહ્યું, `મારે તમારી ચારેયની મિત્રતાને એક નામ આપવું છે.` ચારેયે અબ્દુલના અબ્બા સામે જોયું.

`આજથી તમારી આ મિત્રતા “સુ-મેળ ચોકડી”ના નામથી ઓળખાશે અને સમાજમાં તેના દાખલા દેવાશે.`

બધાંએ સુ-મેળ ચોકડી નામને તાળીઓના ગગડાટથી વધાવી રૂમને ગજાવી દીધો.

(ભાવનગર)
e.mail : Nkt7848@gmail.com

Loading

3 March 2026 Vipool Kalyani
← ફ્રેની નોશિર જીનવાલા [1932 – 2023]

Search by

Opinion

  • આ વખતે NCERTમાં હોળી થોડી વહેલી પ્રગટી…
  • મેકિસ્કન ડ્રગ લોર્ડ એલ મેન્ચોનું ભારત કનેક્શનઃ ડ્રગ લોર્ડના મોતથી કાર્ટેલ નથી અટકી જતું
  • એક નાનકડી શિબિરથી શું થાય ?
  • મુજે ઈન્સાફ નહીં મિલા !
  • ચલ મન મુંબઈ નગરી—330

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved