રોજ ફતવા, ક્યાસ આપો. 
મોતને અવકાશ આપો. 
દર્દ ભારે, કેમ સ્હેવું? 
શ્વાસ આપો, શ્વાસ આપો. 
ખોટ ઢંઢેરા, રસી કયાં? 
લાઇનોમાં પાસ આપો. 
બાળવાનાં લાકડાં છે! 
વોરિયર છું, લાશ આપો. 
વેન્ટિલેટર ચાલુ કયાં છે? 
આગ, પંચ તપાસ આપો. 
રોગનાં તો કૈંક નામો, 
રામદેવી ઘાસ આપો. 
બાદબાકી બસ વિપક્ષની, 
ચૂંટણીય પ્રવાસ આપો. 
કોહવાતા વ્હેણ મડદાં, 
ત્રાસદી આભાસ આપો. 
જૂઠ મીડિયા, માલ આપો. 
ચાપલૂસી ચાન્સ આપો. 
રોજ માણસ દારુ માંગે, 
આટલો શું ત્રાસ આપો? 
જાય તો કયાં? ડરનો માર્યો. 
બેડ મોંઘી, લાશ આપો. 
કામધંધા બંધ રાખ્યા, 
ફંડ આપો, આશ આપો. 
આ દિવસ પણ છે જવાનાં, 
માણસાઈ ભાસ આપો. 
ગ્યા કરોડો, તો ય જલસા, 
થાક લાગ્યો, હાશ આપો. 
ગ્યા પુરાણોમાં ય હિટલર, 
છૂટકારો ખાસ આપો. 
12/5/2020
e.mail : naranmakwana20@gmail.com
 

