Opinion Magazine
Number of visits: 9446835
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંસ્કારિતા વિના સંસ્કૃિત અધૂરી છે

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|22 May 2018

સાંપ્રત

વરલીમાં એક અગત્યના કામ માટે મારે જવાનું હતું. સાંજે છ વાગ્યે પહોંચવાનું હતું અને છમાં દસ મિનિટ બાકી હતી ત્યારથી રસ્તો ઓળંગવા માટે ઊભી હતી. કોઈક કારણસર સિગ્નલ બંધ હતું. ગાડીઓ સડસડાટ દોડ્યે જતી હતી પણ કોઈને રાહદારીઓ રસ્તો ક્રોસ કરી શકે એની પડી નહોતી. લગભગ ૨૦ મિનિટના અંતે રસ્તો માંડ ક્રોસ કરી શકી. રાહદારીઓની ક્યાં કોઈને પડી જ હોય છે?

શું તમારી સાથે પણ આવું બન્યું છે? ના બન્યું હોય તો જ નવાઈ! આપણો દેશ રાજા રામના આદર્શોની વાત કરે છે, પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણના સિદ્ધાંતોને અપનાવવાની સલાહ આપે છે, ભગવાન મહાવીર અને બુદ્ધનાં મૂલ્યોનું આચરણ કરવાનો આદેશ આપે છે, જે સમાજ સંસ્કાર, આદર-સત્કાર અને આમન્યાની વાત કરે છે, સમાજ એ નાગરિક ધર્મ બજાવવામાં કેમ પાછળ છે? શું આપણું સ્વરાજ અધૂરું છે? સંસ્કૃિત ગમે તેટલી મહાન હોય-સંસ્કારિતા વિના એ અધૂરી છે.

કહેવાય છે કે મા-બાપનો ઉત્તમ પરિચય તેમનાં સંતાનો દ્વારા મળી શકે. એ જ રીતે રાજતંત્રનો પરિચય એની સમાજવ્યવસ્થા મારફતે મળી શકે. કોઈ એક રાજપ્રથા કેવી ચાલે છે એ જોવું હોય તો કોઈ પણ મોટા શહેરના ચાર રસ્તે જઈને પાંચ-દસ મિનિટ ઊભા રહેવું, એટલા સમયમાં અનેક રહસ્યો છતાં થઈને તમને રાજ્યના અંતરંગનો પરિચય આપી દેશે. એકબીજાથી આગળ વધવાની હોડ, એમાં બાઈક સવાર તો જાણે પોતે ચક્રવર્તી રાજા હોય એમ ગમે ત્યાં ઘૂસી જઈ શકે અને ગમે તેને અડફટે ચડાવી શકે. દરેક જણ રણશિંગું ફૂંકીને જીવનના કુરુક્ષેત્રમાં ઊતરી પડ્યા હોય એમ જ જોઈ લો. ચોપગાં વાહનો જ નહિ, રાહદારીઓને પણ એટલી ઉતાવળ હોય કે લાલ બત્તી-લીલી બત્તી જુએ છે કોણ? અને લાલ બત્તીની નીચે પીળી લાઈટ હજુ થાય ના થાય ત્યાં તો વાહનો હોર્નનો હાહાકાર મચાવીને કેસરિયા કરવા તૂટી પડશે. આવી મનસ્વી માનસિકતા ધરાવતા આ ‘બાળરાજા’ઓ પોતાને અનુકૂળ હોય એટલા જ નિયમો પાળે છે. શિષ્ટ સમાજના નિયમો પાળવા એ બંધાયેલો નથી. બલકે, નિયમોની તોડફોડ કરીને ઘણીવાર સેડિસ્ટ આનંદ મેળવે છે. દુનિયાના વિકસિત દેશોમાં ક્યાં ય આવું જોવા નથી મળતું. રાહદારીને હંમેશાં પહેલાં જવા દેવામાં આવે છે.

મારી એક મિત્ર અમદાવાદ રહે છે. એણે એક સત્યઘટના હમણાં મને કહી. "અમારી બાજુનો ફ્લેટ એન.આર.આઈ.એ વર્ષોથી લીધેલો છે. આમ તો વર્ષે દહાડે કોકવાર તેઓ કુટુંબ સહિત અહીં આવે ને પછી ચાલ્યા જાય. એ ઘર ખોલીને છેલ્લા છ મહિનાથી એક કાકા-કાકી રહેવા આવ્યાં હતાં. તેમનાં સંતાનો અમેરિકા સેટલ થઇ ગયાં હોવાથી હવેની બાકીની જિંદગી સ્વદેશમાં જ વિતાવવી એમ નક્કી કરીને અહીં રહેવા આવ્યાં હતાં. મેં પણ તેઓ બંને એકલાં હોવાથી કહી રાખ્યું હતું કે કઇં કામકાજ હોય તો કહેજો, ચિંતા ના કરતા. કાકા-કાકી આનંદી સ્વભાવનાં હતાં, કોઈ વાર રાત્રે બેસવા આવે, અલક-મલકની, પૂર્વ-પશ્ચિમની સંસ્કૃિત અને સંસ્કારની વાતો કરે. સાતેક મહિના પૂરા થયા હશે, એક દિવસ કાકા-કાકી મારે ઘરે આવ્યાં. છ મહિના પહેલાંની અને અત્યારની એમની વાતોમાં આસમાન જમીનનો તફાવત દેખાયો.

"બેટા, અમે યુ.એસ.એ. પાછાં જવાની તૈયારી કરી રહ્યાં છીએ, બસ-ગમે ત્યારે અહીંથી નીકળી જઈશું. એમની આંખોમાં ઝળઝળિયાં હતાં.

મેં પૂછ્યું, "કેમ કાકા, અમારી સાથે ભારતમાં ના ફાવ્યું? તમે તો કહેતાં હતાં કે હવે ફરી અમેરિકા નથી જવું. અહીં આપણા દેશના લોકો માયાળુ છે, સગાં-સંબંધી આસપાસમાં છે, દીકરી પણ નજીકમાં જ પરણાવેલી છે અને મારા જેવા પડોશી પણ છે. તો કઈ વાતે તકલીફ પડી?

"દીકરી, આ વીતેલા છ મહિનામાં મને બધો જ અનુભવ થઇ ગયો. મને એમ કે અહીં આવીને એકબીજાને મળીશું, ખબર-અંતર પૂછીશું, સુખ-દુ:ખની વાતો કરીશું .. ! પણ કોઈને મળવા જઈએ તો પહેલી વખત સારો આવકાર મળે. બીજી વખત જઇએ ત્યારે ઠંડો આવકાર .. ટીવી ચાલુ રાખી, વચ્ચે વચ્ચે થોડી વાત કરી લે ઔપચારિકતા ખાતર. આપણને મનમાં બેઈજ્જતી થતી લાગે કે આપણે અહીં ક્યાં આવ્યાં .. ! બાળકો એમનાં મોબાઈલમાં રત. કોઈને ‘કેમ છો’ પૂછવાની ય ફુરસદ નહિ! દીકરી નજીક છે તો અવારનવાર આવશે, મળશે .. તેવા ખ્યાલોમાં અમે હતાં પણ દીકરી ય મોબાઇલ દ્વારા જ ખબર અંતર પૂછી લે છે. ઘરે બોલાવીએ તો દીકરી-જમાઈ પાસે ફુરસદ નથી. ફોન ઉપર બધા લાગણી બતાવે, ડાહી, ડાહી વાતો કરે .. પણ રૂબરૂ જઈએ ત્યારે વર્તન સાવ બદલાઇ ગયું હોય છે. બધા પોતપોતાની જિંદગીમાં મશગૂલ છે. લાગણીશીલ થઈને નકામાં દુ:ખી થવા અહીં આવ્યાં એવું લાગી રહ્યું છે. તેના કરતાં ‘જેવા છે તેવા’ દેખાતા ધોળિયા સારા. બાહ્ય આડંબર તો નહીં! થોડીવાર ચૂપ રહીને એ બોલ્યા, "અરે, શું વાત કરું દીકરા, થોડા દિવસ પહેલાં હું ગ્રીન સિગ્નલ થયા પછી ઝેબ્રા લાઈન પર રોડ ક્રોસ કરતો હતો તો પણ એક ગાડી સડસડાટ આવી … મને ઉડાવતા રહી ગઇ .. માંડ બચ્યો. એક સેકન્ડની સમયસૂચકતા ના વાપરી હોત તો રામશરણ થઇ ગયો હોત! પાછો કારની બારીમાંથી યુવાન લાગતો છોકરો બોલ્યો.

“એ .. એ … ડોહા .. જોતો નથી, મરવા નીકળ્યો છે … હું તો બે મિનિટ સ્તબ્ધ થઈ ગયો. શું આ મારી કલ્પનાનો ભારત દેશ? જ્યાં યુવા પેઢીને બોલવાનું પણ ભાન નથી, નાના મોટાનું જ્ઞાન નથી, ટ્રાફિક સેન્સનું નામ જ નથી … ! હું શું કલ્પના કરી અહીં આવ્યો હતો અને મને શું મળ્યું?

વિદેશમાં તો વૃદ્ધ કે બાળકને જોઈ ગમે તે સ્પીડથી વાહન આવતું હોય તો ય બ્રેક મારી, તમને માન સાથે પહેલા જવા દે અને અહીં ..? મારા વાંક-ગુના વગર ગાળો સાંભળવાની .. ! આમ વિચારતો વિચારતો જતો હતો ત્યાં પથ્થર જોડે મારો પગ ભટકાયો. મારાં ચશ્માં પડી ગયાં. હું શોધતો હતો. ત્યાં એક મીઠો અવાજ આવ્યો. "અંકલ .. મે આઈ હેલ્પ યુ ? બેટા, સોગંદથી કહું છું. એક મિનિટ માટે તો રણમાં કોઈ ગુલાબ ખીલ્યું હોય તેવો મને ભાસ થયો. અહીં છ મહિનાથી આવ્યો છું, પણ મે આઇ હેલ્પ યુ? જેવો શબ્દ મેં નથી સાંભળ્યો .. આવો મધુર ટહુકો કરનાર સામે મેં જોયું. એક ૧૦ થી ૧૨ વર્ષનું બાળક હતું. "અંકલ આ તમારાં ચશ્માં. કહીને એણે હાથમાં ચશ્માં આપ્યાં. મેં માથે હાથ ફેરવી ‘થેન્ક યુ’ કહ્યું અને પૂછ્યું, "બેટા ક્યાં રહે છે?

"અહીં હું મારા દાદાને ત્યાં ક્રિસમસ વેકેશનમાં આવ્યો છું.

"એટલે ઇન્ડિયામાં નથી રહેતો ?

"ના અંકલ, અમે લંડન રહીએ છીએ.

અમે બંને વાતો કરતાં હતાં ત્યાં તેના પપ્પા – મમ્મી આવ્યાં ને હાથ જોડી બોલ્યાં, નમસ્તે અંકલ … ! એકબીજા સાથે પ્રેમપૂર્વક ખૂબ વાતો કરી. છેલ્લે તેઓ ઘર સુધી પણ મૂકી ગયાં! હું વિચારતો હતો …" નાહકના પશ્ચિમની સંસ્કૃિતને આપણે વખોડીએ છીએ. ખરેખર સંસ્કાર, ડિસિપ્લીન, ભાષા તો એ કહેવાતા ‘ધોળિયા’ઓની જ સારી છે … ! આચાર-વિચારમાં કોઈ ફરક નથી. વૃદ્ધો, વિકલાંગો, સગર્ભા સ્ત્રીઓ પ્રત્યે ખરેખર દયાભાવ છે. ટ્રેન, બસમાં તેમને માટે ખાસ સગવડ હોય છે. આપણે પશ્ચિમનું આંધળું અનુકરણ કરવા નીકળ્યા છીએ પણ, ખરેખર જે શીખવાનું છે તે શીખતાં નથી તેથી ધોબીના કૂતરા જેવી અવદશા થઈ છે … !

ટૂંકી ચડ્ડી કે ટીશર્ટ પહેરવાથી આધુનિક નથી થવાતું. આજના યુવાનોને કેમ સમજાવવું કે વાણી, વર્તન એ તો દેશની પ્રગતિનો પાયો છે. જ્યાં વાણી વર્તનનાં ઠેકાણાં નથી ત્યાં દેશનો ગમે તેટલો વિકાસ થાય, તે ગાંડો જ લાગે … !

હજુ એ શબ્દો મને યાદ આવે છે ત્યારે હસવું પણ આવે છે અને દુ:ખ પણ થાય છે…" એ .. એ …ડોહા .. મરવા નીકળ્યો છે? જોતો નથી … અંકલ વાત પૂરી કરીને અમેરિકા પાછાં ફરવાના સ્વપ્નમાં ખોવાઈ જાય છે.

આવો જ એક બીજો કિસ્સો છે. વડોદરામાં દીકરા સાથે રહેતાં ૮૦ વર્ષનાં માલતીબહેન ઘણી હોંશ સાથે અમેરિકાથી દીકરા સાથે રહેવા આવ્યાં હતાં. દીકરા સાથે રહેવાની અપાર ઈચ્છા હોવા છતાં એક જ વર્ષમાં અમેરિકા પરત ગયાં, કારણ શું? રસ્તાના ખાડાઓ અને બેફામ વાહનોને લીધે એકલા બહાર નીકળી શકવા અસમર્થ હતાં, ઘરમાં સાર-સંભાળ માટે રાખેલી બાઈ અનાજ-પાણી સહિત પૈસાની ઉચાપત કરી જતી એટલે છતે પૈસે દારુણ સ્થિતિ. અધૂરામાં પૂરું ડૉક્ટરો એમને એવા ઊંધે રવાડે ચડાવતા હતા કે એમની તબિયત સુધરવાને બદલે સખત બગડવા માંડી હતી. વાતાવરણનું પ્રદૂષણ એવું હતું કે શરદી-ઉધરસ મટતાં જ નહોતાં. લગભગ મરણપથારીએ પડેલાં માલતીબહેનની અમેરિકા રહેતી દીકરીએ એમને ફરી ત્યાં લઇ જવાનો નિર્ણય કર્યો ત્યારે માલતીબહેનમાં ઊભાં થવાની શક્તિ નહોતી તો ય બોલી ઊઠ્યાં કે, મને અહીંથી લઇ જાઓ! તમે માનશો, અમેરિકા જઈને બિલકુલ તાજાંમાજાં થઈને હવે એ ઘરની રસોઈ પણ કરતાં થઇ ગયાં છે. આપણી સંસ્કૃિતને વગોવવાનો અહીં કોઈ ઈરાદો નથી. સંસ્કૃિત તો સર્વોચ્ચ છે જ, અભાવ સંસ્કારિતાનો છે. આ બંને સત્યઘટનાઓ છે.

એ સ્વીકારવું અઘરું છે પણ આપણો આખો સમાજ અત્યંત દંભી છે. રિગ્રેટ, રિયલાઈઝ, હોપ, એશ્યોરન્સ, અપોલોજાઈઝ એ આપણા રોજિંદા વ્યવહારમાં પરલોકના શબ્દો લાગે છે. અહીં તો, "વી ડોન્ટ નો – મારું શું? અને મારે શું? એ તો એમ જ ચાલે … આપણા દેશમાં તો સાહેબ આમ જ ચાલવાનું – ગમે તેટલું માથું કૂટોને!! આવી જ માનસિકતા હોય ત્યાં બધું તંત્ર ક્યારે સુધરશે? દરેક સમાજનાં સારાં – નરસાં પાસાં હોય છે, પરંતુ મૂળભૂત નાગરિક ધર્મ – સંસ્કારિતા જ્યાં સુધી ના આવે ત્યાં સુધી એ અધૂરા છે.

પાશ્ચત્ય સંસ્કૃિતમાં પારદર્શકતા છે. તેઓ જેવા છે તેવા જ દેખાય છે. આપણા સમસ્ત સમાજની માનસિકતામાં આમૂલ પરિવર્તનની જરૂર છે. સ્વચ્છતા અભિયાન કે શિસ્તબદ્ધતાના ગમે એટલા પાઠ સરકાર શીખવે પણ માનસિકતા નહિ બદલાય ત્યાં સુધી દેશ ઊંચો નહિ આવે. આજની માતાઓએ સમાજના હિતમાં કેટલાંક Dos અને Don’tsનાં ઓસડિયાં બાળકોને ઘસી ઘસીને પીવડાવવાની જરૂર છે તો જ એ મોટા થઈને સાચા નાગરિક બનશે. માતાથી ના થયું હોય તો આ કામ તો કેળવણીએ સુધારી લેવાની જરૂર છે. નિરંકુશ વૃત્તિઓ, સ્વકેન્દ્રી અને હઠાગ્રહી વ્યક્તિવાદ, હિંસા, અંધવિશ્વાસનો ઉછેર, દાવપેચ, દંભ, અપ્રમાણિકતા, ધર્માંધતા, જાતિવાદી ઉશ્કેરણી આ બધાં અધ:પતનનાં પગથિયાં છે. છતાં નવી પેઢી પાસે હજુ થોડી આશા-અપેક્ષા છે..! આ પેઢી પ્રમાણમાં ખાસ્સી પારદર્શક છે.

એમનામાં થોડું પરિવર્તન દેખાઈ રહ્યું છે.

લેટ્સ હોપ ફોર બેટર ઇન્ડિયા!

સૌજન્ય : ‘ઉત્સવ’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 20 મે 2018

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=410244

Loading

22 May 2018 admin
← Is it politically relevant today to ask whether Nehru visited Bhagat Sing in Jail?
ઉનાળાને માણી શકાય? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved