નફરતની ગલીમાં પ્રેમનું નગર વસાવ્યું મેં.
વહેતી જ્યાં સ્નેહ સરિતા એવું બનાવ્યું મેં.
શબ્દો ઉચ્ચરતા સૌ સદાય ત્યાં સુંવાળાને,
વૈખરીને આપી વિદાય કેટકેટલું સજાવ્યું મેં.
મધુજબાને હસ્તધૂનન કરી એકમેક ભેટતા,
જાણે કે સ્નેહઝરણ પારસ્પરિક વહાવ્યું મેં.
ખટપટ, પંચાત, કાવાદાવાને પ્રવેશબંધી રાખી,
માનવ થઈને સૌને રહેવાનું એ સમજાવ્યું મેં.
સંપ, એકતા, કરુણા, આસ્થાએ વાસ કીધો
પ્રેમના સામ્રાજ્યે સ્વર્ગ સાકેતને ભૂલાવ્યુ મેં .
પોરબંદર
e.mail : chaitanyajc555@gmail.com
![]()

