ઊભો છે મજૂર વજેસિંહ પારગી|Poetry|7 May 2020 બેઠી છે ઘરમાં જડબાં ફાડીને ભૂખ ને ઊભો છે બારણે દાતં કાકરતો કૉરોના ઘરમાં ય મોત ને બહારે ય મોત વચમાં બચેલી તસુ જગામાં માડં માડં પગ ટેકવતો ઊભો છે મજૂર સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 07 મે 2020