Opinion Magazine
Number of visits: 9448392
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અય શરીફ ઈંસાનોં !

આશા બૂચ|Opinion - Opinion|5 February 2015

ख़ून फिर ख़ून है

ज़ुल्म फिर ज़ुल्म है, बढ़ता है तो मिट जाता है
ख़ून फिर ख़ून है टपकेगा तो जम जाएगा
तुमने जिस ख़ून को मक़्तल में दबाना चाहा
आज वह कूचा-ओ-बाज़ार में आ निकला है
कहीं शोला, कहीं नारा, कहीं पत्थर बनकर
ख़ून चलता है तो रूकता नहीं संगीनों से
सर उठाता है तो दबता नहीं आईनों से

जिस्म की मौत कोई मौत नहीं होती है
जिस्म मिट जाने से इन्सान नहीं मर जाते
धड़कनें रूकने से अरमान नहीं मर जाते
साँस थम जाने से ऐलान नहीं मर जाते
होंठ जम जाने से फ़रमान नहीं मर जाते
जिस्म की मौत कोई मौत नहीं होती

ख़ून अपना हो या पराया हो
नस्ले आदम का ख़ून है आख़िर
जंग मशरिक में हो कि मग़रिब में
अमने आलम का ख़ून है आख़िर

बम घरों पर गिरें कि सरहद पर
रूहे- तामीर ज़ख़्म खाती है
खेत अपने जलें या औरों के
ज़ीस्त फ़ाक़ों से तिलमिलाती है

जंग तो ख़ुद हीं एक मअसला है
जंग क्या मअसलों का हल देगी
आग और खून आज बख़्शेगी
भूख और अहतयाज कल देगी

बरतरी के सुबूत की ख़ातिर
खूँ बहाना हीं क्या जरूरी है
घर की तारीकियाँ मिटाने को
घर जलाना हीं क्या जरूरी है

टैंक आगे बढें कि पीछे हटें
कोख धरती की बाँझ होती है
फ़तह का जश्न हो कि हार का सोग
जिंदगी मय्यतों पे रोती है

इसलिए ऐ शरीफ इंसानों
जंग टलती रहे तो बेहतर है
आप और हम सभी के आँगन में
शमा जलती रहे तो बेहतर है 

 

                       − साहिर लुधियानवी

 

मक़्तल = વધસ્થળ; आईनों = કાનૂન; मशरिक = પૂર્વ; मग़रिब = પશ્ચિમ; अमने आलम = વિશ્વશાંતિ; रूहे- तामीर = નિર્માણકી આત્મા; ज़ीस्त = જીવન; मअसला = સમસ્યા; अहतयाज = આવશ્યકતાઓ

 

આજે મારા દિલો-દિમાગના ધખારાને આબેહૂબ ચિત્રિત કરતી, ‘સાહિર’ લુધિયાનવી સાહેબની આ રચના હાથ લાગી ગઈ.

 

આજ કાલ દુનિયાને ખૂણે ખૂણે કર્મચારીઓ પોતાના વેતન વધારાના અને કામના કલાકો ઓછા કરવાના અધિકારની માગણી જતાવવા દેખાવો કરે, હડતાળો પાડે એ તો સાર્વજનિક ઘટના બની ગઈ છે. માનવ અધિકારની સુરક્ષા માટેનું આ પગલું ઘણું શાંતિપૂર્ણ અને માન્ય ગણી શકાય. પરંતુ વિવિધ જાતિઓ, ધર્મના ફિરકાઓ અને દેશવાસીઓની પોતપોતાની માગણીઓ માન્ય રખાવવાની બીજી તરકીબો વધુને વધુ ઘૃણાસ્પદ અને હિંસક બનતી જોવા મળે છે.

 

યુક્રેઇન યુરોપીય સંગઠનમાં જોડાય તે વિષે દેશના નાગરિકો વચ્ચે મતભેદ થયો. હવે જેમને રશિયા સાથેના જોડાણને બરકરાર રાખવું હોય તેમણે રશિયાનો સાથ લઈને પોતાના જ દેશબાંધવો સામે સશસ્ત્ર પગલાં શા માટે લેવાં જોઈએ? તેમાં દેશભક્તિ ક્યાં આવી? જોવાનું એ છે કે યુક્રેઇનની જ સરકાર પોતાના નાગરિકો પર શસ્ત્ર બળનો ઉપયોગ કરે અને રશિયા તેના બીજા તડને સહાય કરે. અરે ભાઈ, યુરોપ તરફી માનવોની હત્યા કરવાથી રશિયાનું પલ્લું થોડું નમી જવાનું છે? અહીં સત્તા પર બેઠેલા પોતાના તડમાં અમુક દેશની પ્રજાને રોકી રાખવા માટે ખોટાં સાધનોનો ઉપયોગ કરે છે.

 

એવી જ રીતે, પોતાના જ દેશના રાજ્યકર્તાઓ એકહથ્થુ સત્તાનો શોષણ કરવામાં દુરુપયોગ કરતા હોય અને જનતાના માનવ અધિકારોનું ભક્ષણ થતું હોય, એવા સંયોગોમાં પ્રજાને લોકશાહી શાસન પ્રથાની ખેવના હોય, તો બીજા દેશો પાસેથી હથિયારો ઉછીના લઈને શાસકની લશ્કરી તાકાત સામે બાથ ભીડવાથી, લોકશાહી થોડી તમને વરમાળા પહેરાવવાની છે? આવા કિસ્સાઓમાં પ્રજા પણ પોતાની માગણીઓ પૂરી પડાવવા અયોગ્ય માર્ગ ગ્રહણ કરે છે. એક દેશનો શાસક આતતાયી હોવાને કારણે પદભ્રષ્ટ કરવામાં આવે કે તેની હત્યા થાય તો માત્ર એ નેતા શિયા કે સુન્ની પંથનો હતો તેના પ્રત્યે તરફવફાદારી દર્શાવવા એ ફીરકાના લોકો પોતાના અને બીજાના દેશની સત્તા કબજે કરવા આંખે પાટા બાંધીને કલાશનીકોફ અને સ્યુસાઈડ બોમ્બથી વાત કરે તો એમ કંઈ રાજ્ય સત્તા મળતી હશે? હિંસા આચરો તો કઈ પ્રજા તમને અનુસરે કે વફાદાર રહે એ વિચાર તો કરો, મારા ભાઈ.

 

પોતાના ધર્મના નિયમો-ઉસૂલો પ્રમાણે શાસન વ્યવસ્થા અમલમાં આવે એવી તમન્ના ધરાવનાર લોકો સામાજિક કુરિવાજો અને ધર્માંધ વિચારોના શિકાર બનીને સ્ત્રી શિક્ષણના વિરોધમાં અપહરણ કરવાં કે નિર્દોષ પ્રજાને મોતને ઘાટ ઉતારવા જેવાં હિચકારા કૃત્યો આચરે છે તો શું તેથી કન્યાઓને શિક્ષણ આપવાનું બંધ થાય છે કે તેમની કલ્પનાનું ઇસ્લામિક રાજ્ય સ્થાપી શકાય છે? હિંસાની ભાષા વાપરવાથી કોઈ વ્યક્તિ, સમૂહ કે દેશ પોતાનો હેતુ સિદ્ધ નથી કરી શકતો, માત્ર બીજી વ્યક્તિ, સમૂહ કે દેશના ઘૃણા પાત્ર બને છે અને પરસ્પર નફરતની આંધીમાં સંહાર લીલા આચરવામાં ખતમ થઈ જાય છે.

 

મજાની વાત તો એ છે કે ઉપરોક્ત સંઘર્ષો છેડનારા કોઈની માગણી, ઈચ્છા કે મુરાદો બર નથી આવતી. તેઓ આતંક ફેલાવવામાં સફળ થયેલા ક્ષણભર લાગે, પણ પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવામાં તદ્દન નિષ્ફળ જાય છે. એવી જ રીતે કાયદાઓ ઘડવાથી, શંકાસ્પદ લોકોને જેલ ભેગા કરવાથી કે લડાઈના બદલામાં મોટી લડાઈ છેડવાથી સરકારોને પણ કાયદો અને વ્યવસ્થા, સલામતી અને  શાંતિ જાળવવામાં  યારી નથી મળતી.

 

કદાચ આતંક ફેલાવનારા લોકોએ પોતાને જોઈતી વસ્તુ મેળવવાની રીતમાં ફેરફાર કરવાની નોબત આવી ગઈ છે. આમ જોઈએ તો બાળકને નાનપણથી પોતાને જોઈતી વસ્તુ વિવેકથી માગતાં, ન મળે તો ફરી પ્રયત્ન કરતાં, પોતાનો વારો આવે ત્યાં સુધી ધીરજથી લાઈનમાં ઊભાં રહેતાં અને ધક્કો મારીને આગળ ન જતાં શીખવવામાં આવે છે. મારા વિચારો જ સાચા છે અને બીજા તેને અનુસરે એવા ખ્યાલથી ક્રોધ જન્મે અને તેવે વખતે મા-બાપ અને શિક્ષકો બાળકને અપશબ્દ ન બોલવા, ઝુંટવીને વસ્તુઓ પડાવી ન લેવા, મારામારી કરીને કે ધમકાવીને સામાવાળાને ન ડરાવવાના સંસ્કાર આપે છે.

 

તો સવાલ એ ઊઠે છે કે માત્ર હિંસક સાધનો દ્વારા પોતાના વિચારો, માંગણીઓ અને અધિકારોની પૂરતી કરનારાઓને શું આવી શિક્ષા નથી મળી?  એમને કોણે અને કેવા સંસ્કાર આપ્યા?

 

તાજેતરમાં એક વિચારધારા પ્રમાણેનું રાજ્ય સ્થપાય તેની હિલચાલ જોર પકડી રહી છે, પણ તે માટે વાટાઘાટ કે સમજૂતીનો માર્ગ અપનાવવાને બદલે ગન અને સ્યુસાઇડ બોમ્બની ભાષા વપરાઈ રહી છે. હવે ગમે તેટલા લોકોના જાન લઈ લેશે છતાં એ આતંકી સંગઠનને પોતાના સ્વપ્નનું રાજ્ય ઊભું કરવામાં સફળતા મળશે કે કેમ તે શંકા છે. જો હિંસાત્મક માર્ગથી જોઈતું ન મળે તો બીજો માર્ગ માત્ર રાજકીય વાટાઘાટનો જ છે એ તેમને સમજાવવું જોઈએ. એવી જ રીતે આતંકીઓના હુમલાઓના ભોગ બનેલ અન્ય જૂથના લોકો ‘તમે અમને આતંકથી મહાત નહીં કરી શકો’ એવા ફૂંફાડા મારતા જાય છે અને એમને રોકવા પોતે પણ વધુ મોટી ગન, લશ્કરી તાકાત અને બોમ્બનો આશ્રય લે છે. માંગણી કરનાર પ્રજા, કોઈ સંગઠન કે જૂથ અને તે આપવાની કે નકાર કરવાની સત્તા ધરાવનાર સરકાર બંનેએ સમજવું રહ્યું કે પોતપોતાની હિંસક પ્રવૃત્તિઓ કે લશ્કરી તાકાતથી ન તો પોતાને સત્તા મળે છે કે પોતાના વિચારોનો અમલ બીજા પાસે કરાવી શકાય છે કે ન તો આવાં ઝેરીલાં તત્ત્વોને શમાવી શકાયછે.

 

ખરેખર તો આતંકવાદીઓ અને સરકારના વડાઓને આ પ્રશ્ન કેવી રીતે કાયમને માટે હલ કરી શકાય તે વિષે માર્ગદર્શન અને મદદની જરૂર છે. નહીં તો આ જ એક મુદ્દાને લઈને તો કાલ બીજી માગણીને ધ્યાનમાં લઈને લોકો એક નહીં તો બીજા હિંસક માર્ગને જ અનુસરશે અને સત્તા પર બેઠેલા એક પછી એક ‘જોખમી તત્ત્વો’નો નાશ કરતા જશે અને બદલામાં બીજાં વધુ હિંસક અને અવિચારી તત્ત્વો પેદા થયા કરશે અને આ વાતની સાબિતી છેલ્લાં પચાસેક વર્ષમાં મળી ચુકી છે.

 

આજ નહીં તો કાલ બંને પક્ષ વૈકલ્પિક માર્ગ તરીકે અહિંસક લડાઈ અને પરસ્પર સમજૂતી અને વાટાઘાટની રાહ પકડવા સહમત થશે એવી ખાતરી છે. કેમ કે આખર ઈન્સાનની શરાફત ક્યાં સુધી કબરમાં દટાયેલી રહેશે?

 

e.mail : 71abuch@gmail.com

Loading

5 February 2015 admin
← એક બહિષ્કૃત લેખકની હત્યા …
The Staggering Vanity of India’s Powerful →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved