જાણે કે મરણની મોસમ બેઠી ન હોય ! … કેટકેટલાં સ્નેહીમિત્રોની વિદાયના સમાચાર સામે આવી ખડકાય છે; અને પરિણામે, મૃત્યુ અંગેના વિચારોમાં ખોવાતી રહી છું. અને તેથીસ્તો, વિએટનામી સંત કવિ થિય ન્હાત હન્હ[Thich Nhat Hanh]ની આ કવિતાએ અનુવાદ કરવા મને ધક્કો માર્યાનો અનુભવ કરું છું.
− ભદ્રા વડગામા

થિચ ન્હાત હન્હ
આ શરીર હું નથી
આ શરીરથી હું બંધાયેલો નથી.
હું સીમાવિહીન જીવન છું
હું કદી જન્મ્યો નથી કે નથી મૃત્યુ પામ્યો.
સમુદ્ર અને તારાથી ચમકતા ગગન તરફ જુઓ
મારા સાચા મનની એ અભિવ્યક્તિ છે.
સમયના આરંભ પહેલાંથી હું મુક્ત રહ્યો છું.
જન્મ અને મરણ એ તો ફક્ત દરવાજાઓ છે,
જેની વચ્ચેથી આપણે પસાર થઈએ છીએ.
એ આપણી મુસાફરીના પવિત્ર ઉંબરા છે;
જન્મ અને મરણ તો સંતાકૂકડીની રમત માત્ર છે.
એટલે મારી સાથે હસો,
મારો હાથ પકડો,
આપણે એકબીજાને ‘આવજો’ કહી
ફરી મળવાનું વચન આપીએ.
આજે આપણે મળ્યાં છીએ
કાલે ફરી મળશું .
આપનાર દરેક ક્ષણે સ્રોત પર મળશું
જૂજવા રૂપે આપણે એકબીજાને ફરી મળશું.
17/01/2026
•
This body is not me.
I am not limited by this body.
I am life without boundaries.
I have never been born,
and I have never died.
Look at the ocean and the sky filled with stars,
manifestations from my wondrous true mind.
Since before time, I have been free.
Birth and death are only doors through which we pass,
sacred thresholds on our journey.
Birth and death are a game of hide-and-seek.
So laugh with me,
hold my hand,
let us say good-bye,
say good-bye, to meet again soon.
We meet today.
We will meet again tomorrow.
We will meet at the source every moment.
We meet each other in all forms of life.
e.mail : bv0245@googlemail.com
![]()

