મૂળને જાણ્યા વિના થડ; ડાળ; પર્ણોની કથા,
માંડી બેઠી વ્યાસપીઠો; એ જ છે મારી વ્યથા !
મોતની યે બાદ ચિંતા મોક્ષની પરીવારને,
કર્મકાંડો સદગતિ માટેની પણ કેવી પ્રથા !
દેહ ક્યાં કોઈ રહ્યો; ને કોણે જોયો આત્મા ?
બારમા ને પ્રેતભોજન; એમ ને એમ જ યથા !
કાં "પ્રણય" અભિગમ હવે અપનાવો વૈજ્ઞાનિક યા,
કાં તો એની એ જ રીતે જીવવાનું અન્યથા !
તા. ૨૨/૧૦/૨૦૨૧