સપનું
ઊંઘ ઉડી પણ ન ઊડતું
સપનું
પાંપણ પર લટકી ઝૂલી
ખેંચે ટેરવાને પાસે,
કૂદી, ટેરવા પર પગ ઘસી
ગલીપચી ભભરાવે,
લપસી, સરકી, દાઢમાં ઘૂસી
ટેરવું ભેટે વારેવારે
ટેરવાંને લલચાવે,
ટેરવાંની છાયા
ટેરવાંની માયા
ટેરવાંથી સઘળેસઘળું
શરીર, શરીર ભીતરની કાયા.
e.mail : umlomjs@gmail.com