કેટકેટલી દોડધામ
જીવનપંથ પર ન એક પગલાની છાપ
ખોટકાયું ખટ્ટ
મશીન બંધ
કાન આંખ નાક જીભ ચામ
ઝીણું-ઝીણું કરતાં કામ
કાગડાની કા..કા..માં ભાતભાતનું સમજાય
હલે પાંદ તો હલવાનો લય પકડાય
સૂકી માટીની આછી સૂકી ગંધ આવે
હવાનો મોળો-મોળો સ્વાદ ભાવે
રૂંવાંનો હળવો-હળવો સ્પર્શ ફાવે
કેટલું ઓછું હોય કરવાનું
આછું-આછું નહીં એકવારનું મરવાનું
e.mail : umlomjs@gmail.com