કેટલીક જૂની-પુરાણી, ફાટેલ-તૂટેલ, ડાઘાવાળી
શ્વેત-શ્યામ તસવીરો નિહાળી થયું,
કેવા અલગારી ને સોનેરી દિવસો હતા એ,
કંઈ સાન નહિ, સમજણ નહિ, બસ મજા જ મજા,
ના ફિકર કંઈ કામ કરવાની કે ના કડાકૂટ કમાવાની,
રમવું, ભમવું, ભણવું ને ઘોંટાવું બસ એ જ જીવનમંત્ર હતો,
મોટેરા ક’દિ ડરાવે-ધમકાવે ત્યારે થતું જલ્દી મોટા થઈ જઈએ
ને મોટા બની જીવનની બધી મોજમજા લૂંટી લઈએ,
મોટા થઈ શું પ્રાપ્ત કરી લીધું આટલાં વર્ષોના સરવાળે આજ,
આ દુનિયાભરનું ડહાપણ, ચતુરાઈ ને ચાલાકીઓ પી જઈ,
એક જરઠ યંત્રની જેમ બસ ચાલ્યા જ કરો,
અટકો કે ખોટકાઈ જાઓ ત્યાં થોડું ઉંજણ પૂરી દો,
પેલા ઘાણીએ જોતરેલ બળદની માફક,
ફરી ફરીને બસ બસ ચાલ્યા કરો ચાલ્યા જ કરો,
નથી જોઈતું કોઈ જ્ઞાન ને સમજણ મારે હવે,
કોઈ જો અપાવે એ અણસમજું ને હઠીલું બાળપણ પાછું …
સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com
![]()

