Opinion Magazine
Number of visits: 9449098
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મૌન રહેવું

પાબલો નેરુડા • અનુવાદ : ભદ્રા વડગામા|Opinion - Opinion|23 April 2020

હવે આપણે બાર સુધી ગણશું
અને આપણે બધાં નિશ્ચલ થઈ જઈશું.
આ પૃથ્વી પર આજે એક વાર
આપણે કોઈ પણ ભાષામાં બોલશું નહીં
અને આપણા હાથ બહુ વધારે હલાવશું નહીં.

દોડધામ વિનાની, એન્જિનો વિનાની
એ ક્ષણ બહુ અકલ્પિત હશે;
કોઈ ઓચિંતા આવી પડેલા અજાણ્યાપણ વચ્ચે
આપણે બધાં એકસાથે હોઈશું.

શીતલ પાણીમાં માચ્છીમારો
વ્હેલ માછલીને હાનિ નહીં પહોંચાડે,
અને મીઠું ભેગું કરતો પુરુષ
પોતાના પીડિત હાથોને નહીં ગણકારે.

જે લોકો ‘ગ્રીન’ યુદ્ધોની તૈયારી કરી રહ્યાં છે,
ગેસ વડે યુદ્ધો, અગ્નિ વડે યુદ્ધો,
કોઈ પણ જીવિત ન રહ્યું હોય તેવી જીતો,
તે બધા નવાં કપડાં પહેરીને
પોતાના ભાઈઓ સાથે કશું કર્યા વિના
છાંયડામાં ફરશે.

હું જે કહું છું તેનો મતલબ
સંપૂર્ણ નિષ્ક્રિયતા ન સમજી બેસતાં.

જીવન એના વિશે જ છે,
મૃત્યુ સાથે મારે કોઈ લેવાદેવા નથી.

આપણા જીવનને ગતિમાન રાખવા માટે
આપણે જો આટલાં બધાં એકલક્ષી ન હોત,
અને હવે કદાચ પહેલી વાર કંઈ કરી શકવાનાં નથી
આપણી જાતને ક્યારે ય સમજી શક્યાં નથી,
અને મોતની બીકે ડરી રહ્યાં છીએ ત્યારે,
તેમાંથી કદાચ કોઈ મહાન મૌનતા
આ દુ:ખદ સ્થિતિમાં ભંગ પાડી શકે.
કદાચ પૃથ્વી આપણને કંઈક શીખવી શકે
કે જે હમણાં બધું જ મરણ પામ્યું હોય તેવું લાગે છે
તે આગળ જતાં જીવિત થઈ શકે તેમ છે.

હવે હું બાર સુધી ગણીશ
અને તમે ચૂપ રહેશો, અને હું જતો રહીશ.

પાબલો નેરુડાનું કાવ્ય “Keeping Quiet”નો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ

21/03/2020

°°°°°

The poem “Keeping Quiet”

 

“Now we will count to twelve

and we will all keep still.
For once on the face of the earth,
let’s not speak in any language;
let’s stop for one second,
and not move our arms so much.

It would be an exotic moment
without rush, without engines;
we would all be together
in a sudden strangeness.

Fisherman in the cold sea
would not harm whales
and the man gathering salt
would not look at his hurt hands.

Those who prepare green wars,
wars with gas, wars with fire,
victories with no survivors,
would put on clean clothes
and walk about with their brothers
in the shade, doing nothing.

What I want should not be confused
with total inactivity.

Life is what it is about;
I want no truck with death.

If we were not so single-minded
about keeping our lives moving,
and for once could do nothing,
perhaps a huge silence
might interrupt this sadness
of never understanding ourselves
and of threatening ourselves with death.
Perhaps the earth can teach us
as when everything seems dead
and later proves to be alive.

Now I’ll count up to twelve
and you keep quiet and I will go.”

Translated into English from Spanish by Alaister Reid

Loading

23 April 2020 admin
← અણનમ
‘પ્રાર્થના કરવી પૂરતું નથી’ : દલાઇ લામા →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved