*
સફાઈકર્મી
ગલીકૂંચીઓ વાળે,
ઘરબંધીમાં.
*
શ્રમિકો રસ્તા
ઉપર આવી ગયા, 
ઘરબંધીમાં.
*
'રખડવાનો
આનંદ' પણ વાંચ્યું,
ઘરબંધીમાં.
*
પૃથ્વી દિનને
ઊજવ્યો, છઠ્ઠા માળે,
ઘરબંધીમાં.
*
દિવસો વીત્યા,
અમે ન બદલાયાં,
ઘરબંધીમાં.
e.mail : ashwinkumar.phd@gmail.com
 

