લોક કપડાંની બહાર આવી ગયા,
આઈના એ જોઈને લાજી ગયા.
સ્વાર્થનું બ્હાનું હતું ઇચ્છાઓનું,
ગેમ સામે ચાલીને હારી ગયા.
એમના કર્મોને બિરદાવે છે લોક,
એવી ખુશબો કાયમી રાખી ગયા.
છે અમે તો કાયમી, મરશું નહીં,
સૌથી પહેલાં એ જગત છોડી ગયા.
જંગ કરનારા તો જંગ કરતા રહ્યાં,
મુજને પ્રશ્નો દોડીને ડારી ગયા.
દુ:ખના મિત્રો હરકદમ પર હોય છે,
સુખના મિત્રો કયારના ભાગી ગયા.
ભરૂચ
e.mail : siddiq948212@gmail.com
![]()

