Opinion Magazine
Number of visits: 9482496
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડાયસ્પોરા સંજ્ઞા વ્યાપક થતાં એની સીમાઓ વિશાળ બની ગઈ છે. 

રૂપાલી બર્ક|Diaspora - Reviews|14 June 2024

રૂપાલી બર્ક

નમસ્તે. આ અવસરનું સમાપન સોંપવા બદલ આપનો આભાર, વિપુલભાઈ. સૌ પ્રથમ, રેખાબહેન સિંધલ અને એમણે સંપાદિત કરેલા ખૂબ મહત્ત્વના સંપાદન ‘સ્મૃતિસંપદા : અમેરિકા નિવાસી ગુજરાતીઓની જીવનગાથા’માં સમાવિષ્ટ એમના સહિત પંદર લેખકોને આપણા સૌ વતી અઢળક અભિનંદન. નોંધવુ રહ્યું કે અહીં પુસ્તકને બહોળા પરિફેક્ષ્યમાં મૂકવાનો ઉપક્રમ છે, રિવ્યુ કરવાનો આશય નહોતો. આથી એમાં સમાવિષ્ટ જીવનકાથાઓનાં ગુણ-દોષની સમીક્ષા હાથ ધરી નથી.

આ સંપાદનનું વિશિષ્ટ મહત્ત્વ એટલા માટે છે કે અમેરિકામાં સ્થાયી થયેલી ગુજરાતી વ્યક્તિઓની testimonies છે. These are memoirs of first generation Gujarati immigrants who migrated to America in the 60s, 70s and the 80s. આ સંપાદન અંગે વિચાર કેમ આવ્યો એની વાત રેખાબહેન, પુસ્તકમાં એમના નિવેદનમાં, કરે છે. તેઓ લખે છે :

“અમેરિકાની સંસ્કૃતિ વિશે કે અહીં વસેલા ગુજરાતીઓ વિષે મેં અત્યાર સુધી ગુજરાતીમાં જે કાંઈ વાંચ્યું છે તેમાં વિગતો અપૂરતી લાગે. ગુજરાતમાં મિત્રો અને સગાંવહાલાંઓને પણ સમજાવવાનું મુશ્કેલ કે તેઓની માન્યતાઓ અનુભવના સત્યથી દૂર છે. હા એ હા કરવી ગમે નહીં અને વૅકેશનમાં આનંદ કરવા જઈએ ત્યારે અહીંના સંઘર્ષોની વાતો કરવાનું મન પણ ન થાય. થોડા સમય પછી એવી સ્થિતિ થઈ કે અમેરિકામાં કોઈ ભારતની ટીકા કરે તે ન ગમે અને ગુજરાતમાં રહી કોઈ અમેરિકાની ટીકા કરે તે પણ આકરી લાગે. આ કારણે મારા અનુભવો લખવાનો વિચાર ઘણા સમયથી હતો … અમેરિકામાં વસેલા ગુજરાતીઓની અનુભવકથાઓ ગ્રંથસ્થ કરવાનો વિચાર તો મનમાં હતો જ … પરદેશની ધરતી પર પાંગરતા વસાહતીઓની પહેલી પેઢીનો સંઘર્ષ ગ્રંથસ્થ કરી અલગ દૃષ્ટિકોણથી વિચારતા કરવાનો નમ્ર પ્રયાસ છે. ભારતથી આવેલા મુલાકાતીઓ અહીંના વસાહતીઓના જીવનને જે રીતે જુએ છે અને લખે છે તથા વિઝિટર વિઝા પર આવેલા પ્રવાસીઓના અનુભવો અને વસાહતીઓએ જાતે લખેલા સ્વાનુભાવોમાં ઘણો ફર્ક હોય તે સ્વાભાવિક છે. આત્મકથાના અંશોથી લખાયેલી આ જીવનકથાઓ હવે પછી આવનારી પેઢી માટે પ્રેરણાત્મક બની રહે એવી આશા છે.” (‘સ્મૃતિસંપદા’, પૃ. ૬-૭).

તમામ જીવનગાથાઓ અત્યંત રસપ્રદ રીતે અને વિગતે લખાયેલી છે. લેખકોએ એમના ગજા મુજબ ભારે જહેમત લીધી છે એ અનુભવાય છે. અમુક લેખોમાં આત્મચિંતન અને આત્મતપાસ પણ દર્શાવવામાં આવ્યાં છે. ઘણા લેખકોએ એમની સ્મૃતિ અને ઓળખને સુંદર રીતે contextualise and philosophise કરેલી છે જેના કારણે લેખોમાં ઊંડાણ પમાય છે. દેવિકાબહેન ધ્રુવ કહે છે એમ આ ‘સ્મરણકથાઓ’ છે. અથાગ પરિશ્રમ અને સાહસની કથાઓ છે. આ લેખો વાંચ્યા પછી આપણે લેખકોને સલામ અને વંદન કર્યા વિના રહી શક્તા નથી. અશ્કયને શક્ય બનાવવાનો એમનો જુસ્સો અને હિંમત આપણને પ્રેરણા પૂરી પાડે છે. These are tales and trails of blood, sweat and tears. આપણે ગુજરાતીમાં લોહી-પસીનો પાડ્યો એમ કહેતા હોઈએ છીએ. તમામ લેખકો અંગ્રેજીમાં કહે છે તેમ down memory lane જઇને એમની જીવન કિતાબને આપણી સાથે ખૂબ નિખાલસતા અને સહજતાથી શેર કરી છે. સિદ્ધિઓની વાત કરી છે, પરંતુ નિષ્ફળતાની એથી વધુ પ્રામાણિક્તાથી વાત કરી છે. Diasporic experiences firsthand વાંચવા મળે એનાથી વધુ લહાવો શું હોય શકે? મકરંદભાઈ મહેતા અને શિરિનબહેન મહેતાએ ‘બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા : ઐતિહાસિક અને સાંપ્રત પ્રવાહો’ પુસ્તક આપ્યું છે. એમણે ગુજરાતી ડાયસ્પોરા વિશે લખેલું છે. જેમ રેખાબહેને લખ્યું છે પ્રવાસીઓનાં અને વસાહતીઓનાં લખાણોમાં ફરક હોય છે. સ્મૃતિસંપદામાં first hand accounts છે, થોડી હળવાશ સાથે કહું તો straight from the horse’s mouth લખાણો છે. બે સંસ્કૃતિઓ વચ્ચેના આદાન-પ્રદાનની કથાઓ છે. એમાં ય સંસ્કૃતિઓના પાછા પેટા વિભાગો છે. Indian Culture હોય કે American Culture એમાં પણ વૈવિધ્ય છે જે આ પુસ્તકમાં વિદિત થાય છે.

રેખાબહેન ‘ડાયસ્પૉરા’ શબ્દ અંગે ઘણા મતભેદો તરફ ધ્યાન દોરે છે. આ શબ્દની ઉત્પતિ ભલે અલગ અર્થમાં થઈ હતી, આધુનિક સંદર્ભે જેમ Collins Dictionaryમાં નોંધેલું છે, “People who come from a particular nation , or whose ancestors came from it, but who now live in many parts of the world.” એટલે diaspora એક umbrella term છે જેની હેઠળ ઉજ્વળ ભવિષ્ય માટે પોતાનો દેશ છોડીને વિદેશ સ્થળાંતર કરેલા લોકોનો પણ સમાવેશ થાય છે, જેમ મધુસૂદન કાપડિયા એમના પુસ્તક ‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો’માં નોંધે છે, “સાહસિક વસાહતી (immigrant) ગુજરાતીઓ પૃથ્વીના મહાસાગરોને જાણે સરોવર જેવડા બનાવી દીધા છે પણ હવે તો ડાયસ્પોરા શબ્દનો અર્થ જ બદલાઈ ગયો છે. ડાયસ્પોરા સંજ્ઞા વ્યાપક થતાં  એની સીમાઓ વિશાળ બની ગઈ છે. ડાયસ્પોરા એટલે ‘યહૂદીઓની પરાણે હકાલપટ્ટી’ એવો પુરાણો અર્થ તો હવે ભૂંસાઈ જવાની રાહમાં છે. માત્ર યહૂદીઓ જ નહીં, અન્ય પ્રજાઓનાં પણ ધર્મ, ભાષા, સંસ્કૃતિ, જાતિ કે એવાં કોઈ કારણ કે બહાના હેઠળ થયેલાં સ્થળાંતર એવો સીમિત અર્થ પણ આજકાલ રહ્યો નથી.” (૮-૯) એટલે કે diaspora શબ્દનો અર્થ expand થયો છે, evolve થયો છે. અંગ્રેજીમાં Diaspora Studiesમાં diaspora માટે હવે expatriate અને transnational શબ્દો વપરાય છે. પણ diaspora પ્રસ્થાપિત અને પરિચિત હોવાને કારણે એનું ચલણ વધુ છે.

દલિત સાહિત્યને મુલવવા માટે સંસ્કૃત સૌંદર્યશાસ્ત્ર માફક ના આવતા જેમ મરાઠી દલિત વિદ્વાન શરણકુમાર લિંબાલેએ Towards an Aesthetic of Dalit Literature : History, Controversies and Considerations લખ્યું અથવા જેમ શ્વેત નારીવાદમાં અશ્વેત નારીઓના સંઘર્ષોની બાદબાકી થયાના કારણે આફ્રિકન-અમેરિકન લેખિકા Alice Walkerએ અશ્વેત નારીવાદની વિભાવના Womanism સમજાવવા In Search of Our Mother’s Garden લખ્યું એમ રેખાબહેનનું સૂચન કે “ડાયસ્પોરા કહેવાતા આ દ્વિદેશી (જેને અંગ્રેજીમાં transnational કહે છે) સાહિત્યનો પ્રસાર વધે તે પહેલાં એની વિભાવના વધુ સ્પષ્ટ થાય અને એક આગવી ઓળખ વિદેશી ગુજરાતી લેખકોની કૃતિઓને મળે તેવી શુભકામના છે” એ દિશામાં આગળ કામ કરવાનો અવકાશ છે. કદાચ જ આ જ બધાં લેખકો મળીને અથવા એમાનાં અમુક આ વિષય પર લેખ કરી શકે અથવા બાબુભાઈ સુથાર આવી આગવી થિયરી અને એના થકી આગવું શબ્દ ભંડોળ ઉપલ્બધ કરી આપવા સક્ષમ છે. તેઓ આ બીડું ઝડપી શકે છે.

મધુસૂદન કાપડિયા એમના પુસ્તકની પ્રસ્તાવનામાં ડાયસપૉરિક લેખો-સાહિત્યકારો સંદર્ભે નોંધે છે :

“ભારતીયો / ગુજરાતીઓએ સ્વેચ્છાએ ‘દેશવટો’ લીધો છે. મોટા ભાગનાં ગુજરાતીઓ તો અંગત ઉત્કર્ષ માટે આવ્યાં છે. વર્ષો વીતતાં જાય છે તેમ વતનથી મૂળિયાં ઊખડતાં જાય છે. આ સ્થિતિમાં ઘરઝુરાપાની થોડીક સારી કૃતિઓ અવશ્ય મળી છે. પણ બસ, ડાયસ્પોરા એટલે માત્ર ઘરઝુરાપો, વતન-જન્મસ્થળ-માતૃભૂમિ માટેનો નોસ્ટેલ્જિયા? માત્ર વ્યતીતરાગ કહેતાં સમય માટેનો નોસ્ટેલ્જિયા? એમ જ હોય તો પછી અમેરિકન અને ભારતીય સંસ્કૃતિનો સંઘર્ષ ક્યાં? સમન્વય ક્યાં? નવવસાહતીઓના પારાવાર સંઘર્ષોની વેદના અને ગૌરવ-ગાથા ક્યાં? અમેરિકાવાસી કેટલાંક ગુજરાતી સર્જકોની કૃતિઓ વસાહતીઓના સાંકડા વર્તુળમાં ફર્યા કરે છે. એમાં અમેરિકાની સંસ્કૃતિ, કળા, વિજ્ઞાન, જીવનશૈલીનો અંશ સુધ્ધાં આલેખાયો નથી. અમેરિકન પ્રજાનાં સાહસ, વ્યક્તિસ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય, વ્યાપક અને મોકળાશભર્યાં જીવન-અભિગમ અને રસવૃત્તિ, જીવનનાં અનેક ક્ષેત્રોમાં, સવિશેષે વિજ્ઞાન અને ટેકનૉલોજીમાં પદાર્પણ અને સિદ્ધિ, વૈભવ, સમૃદ્ધિ અને ભોગવિલાસ, આર્થિક ક્ષેત્રે ઉત્થાન અને પતન, રાજકીય ક્ષેત્રે લોકશાહીની સફળતા અને મર્યાદા, સમગ્ર વિશ્વમાં લોકપ્રિય નીવડેલા અમેરિકન સંગીતના અનેક પ્રકારો, વસાહતીઓ માટેનું અજોડ ઔદાર્ય — આ સઘળાંનું સ્વાનુભૂત નિરૂપણ અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકોની રચનાઓમાં થવું બાકી છે. અરે ખુદ ભારતીયોએ અમેરિકામાં અનેક ક્ષેત્રે મેળવેલી સફળતાઓ અને સિદ્ધિઓની વાત પણ ક્યાં થઈ છે?” (૯)

મધુસૂદનભાઈએ સાહિત્યના સંદર્ભમાં બતાવેલી ઉણપો આ લેખોમાં લગભગ પૂર્ણતહ આવરી લેવામાં આવી છે. મધુસૂદનભાઈ હયાત હોત તો ખૂબ રાજી થાત. It is in this sense that this compilation has filled a huge gap. પણ બની શકે કે અમેરિકાવાસી ગુજરાતી સર્જકોના સાહિત્યમાં આ બધાં પાસાં ઉજાગર થવાનાં બાકી હોય. સાહિત્યમાં વાસ્તવનું પ્રતિબિંબ વર્જ્ય છે? સાહિત્ય અને વાસ્તવને તાલમેલ ના હોય શકે?

યુનિવર્સિટીઓના અંગ્રેજી વિભાગોમાં Diaspora Studiesમાં acculturation, assimilation અને integration, memory, individual and collective past,  identity, physical, social and mental borders, double consciousness, subjectivity, gender, race and class experiences, multicuturalism, cosmopolitansim, globalisation, multiculturalism, અને melting pot, salad bowl જેવાં food metaphors વગેરે અનેકો મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવે છે અને એમ.ફિલ. કે પીએચ.ડી. માટે ઉપયોગ થાય છે, અલબત્ત, એને Diaspora Literature, Culture Studies, ક્યારેક સમાજશાસ્ત્રના સંદર્ભે થતું હોય છે. આ પુસ્તક જેને non-ficiton categoryમાં મૂકી શકાય એની પર ગુજરાતી વિભાગમાં એમ.ફિલ. કે પીએચ.ડી કરી શકાય અથવા સમાજવિદ્યા વિભાગમાં પણ સંશોધન માટે ઉપયોગમાં લઈ શકાય. મધુસૂદનભાઈનું પુસ્તક અને આરાધનાબહેન ભટ્ટનું દેશાંતરિત નારીઓ સાથેના સંવાદોનું પુસ્તક ‘પ્રવાસિની’ એમ મળીને પર્યાપ્ત સામગ્રી હાજર છે. ઉપર યાદીમાં દર્શાવેલા Diasporaના discourse કે theoryમાં વપરાતા મુદ્દાઓ ‘સ્મૃતિસંપદા’માં આલેખાયેલા narrativesમાં વ્યવ્હારિક ધોરણે ખૂબ જ અસરકારક રીતે ઉજાગર થાય છે. અહીં ફાધર વાલેસના પુસ્તક Two Countries, One Life : Encounter of Culturesનું પ્રકરણ ‘A Word to America’ યાદ કરવા જેવું છે. વધુમાં, અંગ્રેજીમાં અભ્યાસ-સંશોધન માટે, અંગ્રેજી વાચકો માટે, અને ખાસ તો અમેરિકાની નવી પેઢીઓ વાંચી શકે એ માટે આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ થવો જોઈએ, જેથી એનો વ્યાપક લાભ મળે.

‘સ્મૃતિસંપદા’ multidisciplinary પુસ્તક છે. એમાં અનેક વિવિધ ક્ષેત્રોમાં ખેડાણ કરેલી વ્યક્તિઓના વતન છોડીને વિદેશમાં સ્થાયી થવાના સંઘર્ષ, પીડા, સફળતા, નિષ્ફળતાનો ચિતાર છે, નવા દેશમાં જીવનના ઉતાર-ચઢાવનો આલેખ છે. મોટા ભાગના લેખકો સાહિત્યકાર પણ છે, પ્રીતિબહેન સેનગુપ્તાનું કલા-પ્રવાસ ક્ષેત્ર, નટવરભાઈ ગાંધીનું નાણાં ક્ષેત્ર, ડૉ. જયંત મહેતાનું આરોગ્ય ક્ષેત્ર ચિવટ અને પ્રતિબદ્ધ શૈલીમાં, ડૉ. કમલેશ લુલ્લાનું અવકાશ વિજ્ઞાન ક્ષેત્ર, દેવિકાબહેન ધ્રુવનું બેંકીંગ ક્ષેત્ર, બાબુભાઈ સુથારનું ભાષાશાસ્ત્ર ક્ષેત્ર, ડૉ. દિનેશ શાહનું કેમીસ્ટ્રીનું ક્ષેત્ર, અશોકભાઈ વિદ્ધાંસનું મિકેનિકલ અને માર્કેટીંગ એન્જિનિયરીંગનું ક્ષેત્ર, સરયુબહેન પરીખનું સંગીત, રિયલ એસ્ટેટ, મેડિકલ ટેકનોલોજી ક્ષેત્ર, રેખાબહેન સિંધલનું મેડિકલ એન્ડ રિસર્ચ લેબોરેટરી, ગણિત શિક્ષણ ક્ષેત્ર, ડૉ. ઇન્દુ શાહનું તબીબી ક્ષેત્ર, મનસુખભાઈ વાઘેલાનું મિકેનિકલ એન્જીન્યરીંગ, સપનાહેન વિજાપુરાનું સેલ્સ, બેંકીંગ ક્ષેત્ર, જગદીશભાઈ પટેલનું ન્યુક્લિયર એન્જિનિયરીંગ ક્ષેત્ર, અને અરવિંદભાઈ થેકડીનું એન્જિનિયરીંગ, ક્મબશન, એનર્જી ક્ષેત્ર. તે સિવાય give back to societyના અંદાજમાં દરેકના અન્ય સેવાકાર્યો તો ખરા જ સ્વદેશમાં અને અમેરિકામાં પોતાના સમાજના, બહોળા ગુજરાતી સમાજના, જાહેર જીવનના વિવિધ ક્ષેત્રમાં.

દરેક કથામાં અમેરિકાની એટલી જ સ્વદેશની પણ ઝીણી ઝીણી વિગતો છે. મોટા ભાગના લેખકોની જીવન સફર ગામડાંમાંથી શરૂ થાય છે. ગરીબી, સામાજિક રૂઢિચુસ્તતા, વ્યક્તિગત અને કૌટુંબિક કટોકટીઓ અને કરુણતાઓ, વગેરેની આડશોને પાર કર્યાના વર્ણનો હચમચાવી નાખનાર છે. બધાં જ લેખકોએ સ્વદેશમાં પોતાના વતનના અનેક ગામ-શહેર અને વિદેશના અનેક ગામ-શહેરની ઐતિહાસિક, ભૌગોલિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક, નાગરિક જીવનની ખૂબ મહત્ત્વની વિગતો આપી છે. પોતાના lifetimeના સ્થળ-કાળનું દસ્તાવેજીકરણ કરેલું છે. ભારતના, અમેરિકાના તથા વિશ્વભરના વિવિધ સ્થળોના પ્રવાસોથી પોતાના મન, વ્યક્તિત્વની ક્ષિતિજોનું થયેલું વિસ્તરણ આ લેખો દર્શાવે છે. આથી આ પુસ્તકની archival value છે. સ્વદેશ અને વિદેશનાં સારાં-નરસાં પાસાંઓનું પ્રામાણિક આલેખન બિરદાવવા લાયક છે. આથી રેખાબહેનનો પુસ્તક તૈયાર કરવાનો આશય સિદ્ધ થાય છે. પ્રસંશનીય બાબત એ છે કે અપ્રિય થવાના જોખમે આમ કરેલું છે. પોતે સ્વદેશમાં હતા ત્યારની ગેરમાન્યતાઓ કે પૂર્વગ્રહો ખોટા સાબિત થયાની પણ ખુલ્લા મને કબૂલાત કરેલી છે. ઘટનાઓનું વર્ણન દર્શાવે છે કે generalisation કરવું ખોટું છે. કોઈ બે વ્યક્તિ કે સંજોગ એકસરખા હોતા નથી. દેવીકાબહેન ડૉ. લુલ્લાનું વૃત્તાંત તૈયાર કરે અને નવનીત શાહ અરવિંદભાઈના અંગ્રેજી લેખનો ગુજરાતી અનુવાદ કરી આપે. આ પુસ્તક collaborative effortનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

અંતમાં પુસ્તક માટે પસંદ કરેલા યોગ્ય epigraphsનો* ઉલ્લેખ કરતા કહેવું છે કે સદીઓથી વિશ્વના અન્ય દેશોના લોકોની માફક ભારતીયો પણ American Dream સેવતા આવ્યા છે. આ પુસ્તકના લેખોમાં પણ એ બાબત સ્પષ્ટ થાય છે. સ્વદેશમાં જે શક્ય નહોતું તે અમેરિકામાં શક્ય બન્યું. ૬૦ના દાયકાથી આજે ૨૧મી સદીના ૨૦૨૪માં પણ આ જ પરિસ્થિતિ છે. ૧૬૨૦માં ટી.એસ. એલિયટના પૂર્વજો સહિત pilgrim fathers ઇંગ્લૅન્ડના પ્લીમથથી Mayflower વહાણમાં તે વખતે New World કહેવાતું  જે પાછળથી અમેરિકા કહેવાયું એને “new promised land” માનતા હતા, તેનું આકર્ષણ આજે પણ એટલું જ છે એ કેટલી અજાયબ હકીકત છે. સ્વદેશના વતનને છોડ્યા બાદ લેખકોએ પૂરા મન-હૃદયથી અમેરિકાને પણ વતન તરીકે અપનાવ્યું છે એ હૂંફ એમના થકી આપણને અનુભવાય છે. સીમાઓ આપણને જુદા પાડે છે અને જોડે પણ છે. આપણે  ગુજરાતમાં હોઈએ કે અમેરિકાના કોઈ રાજ્યમાં, કે વિશ્વના અન્ય કોઈ પણ ભાગમાં વસતા હોઈએ છીએ, તો આપણે બધાં આપણા પૃથ્વી ગ્રહના નિવાસી. 

સમગ્ર વિશ્વને વંદન કરી વિરમું છું.

*No matter who you are or what you look like how you started off, or how and who you love, America is a place where you can write your own destiny.

                                                                                                            — President Barak Obama

I received a letter just before I left office from a man. I don’t know why he chose to write it, but I’m glad he did. He wrote that you can go to live in France, but you can’t become a Frenchman. You can go to live in Germany or Italy, but you can’t become a German, an Italian. He went through Turkey, Greece, Japan and other countries. But he said anyone from any corner of the world, Can come to live in the United States and become an American.

— President Ronald Reagan

e.mail : rupaleeburke@yahoo.co.in

‘સ્મૃતિસંપદા’ – ખાસિયત અને કેફિયત’ વિષય પર શનિવાર, 01 જૂન, 2024ના રોજ યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી – હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ આયોજીત પુસ્તકનાં સંપાદક રેખાબહેન સિંધલ જોડે જાહેર સંવાદ ટાણે આપેલું સમાપન વક્તવ્ય

Loading

14 June 2024 Vipool Kalyani
← સ્મૃતિસંપદા : ખાસિયત અને કેફિયત
‘આંટી મેલો તો સમજાય જી !’ →

Search by

Opinion

  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)
  • અર્થપૂર્ણ જીવનનું દર્શન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved