સોશિયલ મીડિયામાં, 29 ડિસેમ્બર 2025ના રોજ BJP IT Cellનો આ મેસેજ જોવા મળ્યો :
“એકવાર તમે આ વાંચી લો, પછી તમે તેને 100 લોકોને મોકલશો : મહાત્મા બુદ્ધ પરિણીત હતા. જો કે, તેઓ પોતાની પત્નીને છોડીને સત્યની શોધમાં નીકળ્યા હતા. તેમની પત્નીનું નામ યશોધરા હતું.
મહાવીર સ્વામીએ પણ લગ્ન કર્યા હતા. જો કે, તેઓ પણ પોતાની પત્નીને છોડીને સાધુ બન્યા હતા. તેમની પત્ની એકાંત જીવન જીવતી હતી. તેમની પત્નીનું નામ યશોદા હતું.
મોદીએ પણ લગ્ન કર્યા હતા. જો કે, તેમણે પોતાની પત્નીને છોડીને દેશની સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમની પત્ની પણ એકાંત જીવન જીવી રહી છે. તેમની પત્નીનું નામ યશોદાબહેન છે.
યશોધરા, યશોદા અને યશોદાબહેન!
મહાત્મા બુદ્ધ, મહાવીર અને મોદી !
દુર્યોધન અને રાહુલ ગાંધી – બંને પોતાને અયોગ્ય હોવા છતાં, ફક્ત રાજવી પરિવારમાં જન્મ લઈને શાસન કરવાનો હકદાર માને છે.
અર્જુન અને યોગી આદિત્યનાથ – બંને ધર્મના માર્ગે ચાલીને ટોચ પર પહોંચ્યા … જ્યાં તેમણે પોતાની ક્ષમતાઓ દર્શાવી.
કર્ણ અને મનમોહન સિંહ – બુદ્ધિશાળી અને સક્ષમ હોવા છતાં, અધર્મને ટેકો આપવાને કારણે તેઓ જીવનમાં ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરી શક્યા નહીં.
ધૃતરાષ્ટ્ર અને સોનિયા – બંને તેમના પુત્રો પ્રત્યેના પ્રેમમાં આંધળા છે.
એક ધનવાન વ્યક્તિ પ્રધાન મંત્રી બની શકે છે.
નેહરુએ આ સાબિત કર્યું.
વડા પ્રધાનની કોઈ જરૂર નથી, ડૉ. મનમોહન સિંહે આ સાબિત કર્યું.
વડા પ્રધાન બન્યા વિના પણ દેશ પર શાસન કરી શકાય છે, સોનિયા ગાંધીએ આ સાબિત કર્યું.
જો કે, એક ચા વેચનાર વડા પ્રધાન બની શકે છે અને તે બધા કરતાં વધુ સારી રીતે કામ કરી શકે છે, અને ભારત માતાનો ધ્વજ આખી દુનિયામાં લહેરાવી શકે છે. નરેન્દ્ર મોદીજીએ આ સાબિત કર્યું.
આખું બ્રહ્માંડ એક વ્યક્તિને નમન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે … ભગવાન પણ વિચારી રહ્યા હશે કે મેં ‘મોદી’ બનાવવા માટે કઈ માટીનો ઉપયોગ કર્યો?
બસ વિચારો … જે વ્યક્તિ અમેરિકાને નમન કરાવી શકે છે, ભૂખ્યા અને નગ્ન દેશ પાકિસ્તાનમાં ગભરાટ ફેલાવી શકે છે, ચીન જેવા વિશ્વાસઘાતી દેશના અખબારોની હેડલાઇન્સમાં દેખાઈ શકે છે. તો ભાઈ, તે ચોક્કસપણે ભારતને વિશ્વગુરુ બનાવી શકે છે.
દેશને મોદીની જરૂર છે !”
•••
થોડાં મુદ્દાઓ :
[1] મહાત્મા બુદ્ધ, મહાવીરે પત્નીનો ત્યાગ કરી, માનસી સોનીની જાસૂસી કરાવી ન હતી ! પ્રો. મફતલાલ પટેલે મોદીજી માટે અડવાણીને ફરિયાદ કેમ કરી હતી? ‘પોતાની પત્નીને છોડીને મોદીજીએ અનેકને પીઠ પાછળ છરી મારી છે : કેશુભાઈ પટેલ, અડવાણીજી અને અનેક ! આને ‘દેશની સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું’ તેમ ન કહી શકાય?
[2] મહાત્મા બુદ્ધ, મહાવીર સાથે ભારતને ઐતિહાસિક મોંઘવારી, બેરોજગારીની ભેટ આપનાર મોદીજી સાથે સરખામણી કરી શકાય? મોદીજીએ ઈલેક્ટોરલ બોન્ડમાં ભ્રષ્ટાચાર કર્યો એટલે જ સુપ્રીમ કોર્ટે તે યોજના બંધ કરીને? મોદીજીએ નિષ્ફળ નોટબંધી કરીને અર્થતંત્રને ખોરવી નાખ્યું ને? મોદીજીએ જ ડોલરના મુકાબલે રૂપિયાની આબરુ 90ને પાર કરી મૂકીને? ટ્રમ્પના કહેવાથી જ ‘ઓપરેશન સિંદૂર’ આટોપી લીધું ને? આમાં બુદ્ધ અને મહાવીરનું અપમાન નથી?
[3] વિપક્ષના નેતાને દુર્યોધન કહેવો તે ઉચિત છે? જો ઉચિત છે તો દુર્યોધનના પક્ષના અમુક નેતાઓને મોદીજીએ પોતાના મંત્રી કેમ બનાવ્યા છે? મુખ્ય મંત્રી કેમ બનાવ્યા છે?
[4] યોગી આદિત્યનાથ ધર્મના માર્ગે ચાલીને ટોચ પર પહોંચ્યા? કે અધર્મ આચરીને ટોચે પહોંચ્યા? વળી તેમણે કઈ ક્ષમતાઓ બતાવી? ફેઈક એન્કાઉન્ટર એ ક્ષમતા કહેવાય? કાવડયાત્રીઓ પર હેલિકોપ્ટરથી સરકારી પુષ્પવર્ષા કરવી તે ક્ષમતા કહેવાય? કુંભમેળામાં શ્રદ્ધાળુઓ કચડાઈ મરે તે ક્ષમતા કહેવાય?
[5] મનમોહન સિંહે ક્યા અધર્મને ટેકો આપેલ? તેઓ જીવનમાં ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરી શક્યા હતા તેવી મોદીજી હજુ પણ પ્રાપ્ત કરી શક્યા નથી. મનમોહન સિંહનાં પુસ્તકો વિદેશની યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં છે; મોદીજીના મનની વાતની કોઈ યુનિવર્સિટીને ખબર પણ નથી !
[6] સોનિયાજી પુત્ર પ્રેમમાં આંધળા હોત તો રાહુલ ગાંધીને વડા પ્રધાન બનાવી શક્યા હોત, નાયબ વડા પ્રધાન બનાવી શક્યા હોત !
[7] શું નેહરુ ધનવાન વ્યક્તિ હતા એટલે વડા પ્રધાન બની શક્યા હતા? નેહરુની સ્વતંત્રતા આંદોલનમાં કોઈ ભૂમિકા ન હતી? તેઓ 9 વરસ કરતાં વધુ વખત જેલમાં રહ્યા તે ધનવાન વ્યક્તિના કારણે?
[8] વડા પ્રધાનની કોઈ જરૂર નથી, એ ડૉ. મનમોહન સિંહે આ સાબિત કર્યું. બરાબર. તો મનમોહન સિંહના સમયે પેટ્રોલ-ડીઝલના ભાવ હતા તે 2025માં કેમ નથી? કાચું તેલ સસ્તું થયું છતાં? મનમોહન સિંહના સમયે રૂપિયાની જે વેલ્યૂ હતી તે 2025માં 90ને વટી ગઈ તેવું કેમ બન્યું? મોંઘવારી, બેરોજગારી મનમોહન સિંહના સમય કરતાં વધી કેમ ગઈ? ચૂંટણીપંચ ચાપલૂસ કેમ બની ગયું? મનમોહન સિંહના સમયે સુપ્રીમ કોર્ટના ચાર જજોએ પ્રેસ કોન્ફરન્સ કરી લોકશાહી બચાવોનો અવાજ ઊઠાવ્યો ન હતો !
[9] વડા પ્રધાન બન્યા વિના પણ દેશ પર શાસન કરી શકાય છે, એ સોનિયા ગાંધીએ સાબિત કર્યુ હોય તો વડા પ્રધાન બનાવીને RSS શાસન કરી શકે છે; એમ કહી શકાય?
[10] ચા વેચનાર વડા પ્રધાન બની શકે છે, બરાબર. પણ તે બધા કરતાં વધુ સારી રીતે કામ કરી શકે છે, તેવું કઈ રીતે કહી શકાય? શું તેમણે કુપોષણ દૂર કર્યું? ભૂખમરો દૂર કર્યો? શું તેમણે 80 કરોડ લોકોને મફત અનાજની લાચારીમાંથી મુક્ત કર્યા? શું તેમણે ચીન સામે લાલ આંખ કરી? મોદીજી ભારત માતાનો ધ્વજ આખી દુનિયામાં લહેરાવી શકે છે, એવું કઈ રીતે કહી શકાય?
[11] આખું બ્રહ્માંડ એક વ્યક્તિને નમન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, આમ કહેવું એ અજ્ઞાન નથી? અંધભક્તિ નથી? ભગવાન નહીં પણ અદાણી-અંબાણી જાણે છે કે ‘મોદી’ બનાવવા માટે કઈ માટીનો ઉપયોગ કર્યો છે !
[12] મોદીજીએ કઈ બાબતમાં અમેરિકાને નમતું કર્યું? ભૂખ્યા પાકિસ્તાનમાં શું ગભરાટ ફેલાવ્યો? વગર આમંત્રણે બિરયાની ખાવા ભૂખ્યા પાકિસ્તાનમાં મોદીજી શા માટે ગયા હતા? ચીનના અખબારોની હેડલાઇન્સમાં ચમકે તેથી ભારત વિશ્વગુરુ બની જાય? દેશને નહીં, ભા.જ.પ.ને તથા અદાણી-અંબાણીને મોદીજીની જરૂર છે !
30 ડિસેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

