ઘોળીને પી જવી છે, ધરાવો ડિગ્રી.
બહુ તડપાયા હવે તો બતાવો ડિગ્રી.
નેતા થાવા હશે ફરજિયાત ય ડિગ્રી,
સાચી જે હોય શાને છુપાવો ડિગ્રી.
ઉલ્લુ છે આ પ્રજા, ઠોક ભાષણબાજી,
ફાવે તે ફોર્મમાં બસ લખાવો ડિગ્રી.
ચાલે છે ને અહીં ચાલશે બહુમત બસ,
ઊંચો હોદ્દો મળે તો ફગાવો ડિગ્રી.
સીલેબસ, યુનિવર્સિટી ને ડિગ્રી જૂઠી,
સત્તાના તૉરમાં બસ ચલાવો ડિગ્રી.
ઓરીજીનલ પ્રમાણો બતાવ્યા ખાસ્સા,
તેથી આ નોકરી, ખાસ લાવો ડિગ્રી.
મળતી ના નોકરી, થાય નાહિમ્મત જો,
કિસ્સા હો આપઘાતો, જલાવો ડિગ્રી.
નગરી અંધેર છે, આજ ગંડું રાજા,
શોધો મૂરખ ને ફાંસી ચડાવો ડિગ્રી.
૨૯/૦૮/૨૦૨૫