Opinion Magazine
Number of visits: 9662024
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દમ પતી જાય એને દંપતી કહેવાય 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|9 February 2026

રવીન્દ્ર પારેખ

આ વખતે થોડી હળવાશથી વાત કરીએ. શીર્ષક પરથી જ હળવાશનો ખ્યાલ આવે એમ છે. દંપતી એટલે વરવહુ. વરવહુ મળે, ત્યાં દમ પતી જતો હોય તેથી તેને ‘દંપતી’નું ટાઈટલ મળ્યું હોય એમ બને. આપણી આસપાસ ઘણાં દંપતી જોવા મળે છે. આમ તો વરવહુ, સ્ત્રી-પુરુષ જ હોય છે, પણ તે લગ્નનાં બંધનથી બંધાયેલાં હોય છે, એટલે તેને દંપતી તરીકે ઓળખીએ છીએ. પતિ-પત્નીને હોતાં નથી, તો ય તેઓ એકબીજાને શિંગડાં ભરાવતાં રહે છે, સ્ત્રી-પુરુષ પરણે છે જ એટલે કે એકબીજામાં શિંગડાં ભરાવતાં રહે, એકબીજામાં દખલ કરતાં રહે. આમ તો સ્ત્રી-પુરુષને એકબીજામાં દખલ દેવાનો હક નથી, પણ પતિપત્ની બાઈજજત એકબીજામાં દખલ દઈ જ શકે છે. એ તેમનો હક છે ને આ હક કાયદાએ આપેલો છે.

કાયદા દ્વારા દંપતીનો હક મેળવવા સ્ત્રી-પુરુષ પરણે છે. જવાબદારીનું ભાન નથી હોતું, પણ બંને એકબીજાની જવાબદારીઓ ઉઠાવે છે. ક્યારેક થોડી ચણભણ પણ થાય છે. રીસાવા-મનાવવાનું ચાલે છે ને આમાં પિયર પણ વચ્ચે આવતું રહે છે. ક્યારેક પતિ પિયર મોકલી દેવાની વાત કરે છે, તો ક્યારેક પત્ની પોતે પિયર ચાલી જવાની ધમકી આપે છે, પણ સરવાળે બંને સાથે રહે છે તે કદાચ લગ્ન વખતે  એકબીજાને સાત જન્મો સુધી સાથ આપવાના વાયદા કરેલા એટલે … વાયદાના ફાયદા લેવાય છે ને લગ્નજીવન માણવાનું ચાલે છે. શરૂઆતમાં તો ઉત્સાહ-ઉમંગથી એકબીજાની પડખે રહેવાનું ચાલે છે. અનેક સ્થળે ને પ્રસંગે સાથે ને સાથે રહેવાનું આનંદથી સ્વીકારાય છે. કોઈને કોઈના વગર ચાલતું નથી, એવામાં સંતાનનો જન્મ થાય છે.

સંતાન, પતિ-પત્નીને માતાપિતા બનાવે છે ને તેમનું સ્ટેટસ બદલાય છે. સ્ત્રીપુરુષ હતાં તે પતિપત્ની થયાં. સંતાન આવ્યું એટલે માતાપિતા થયાં. પતિપત્નીની એકબીજા માટેની લાગણીમાં સંતાન ભાગ પડાવે છે ને એ છેલ્લે મિલકતમાં ભાગ પડાવવા સુધી વિસ્તરે છે. પતિને પિતા બનતા બહુ ફરક પડતો નથી, પણ પત્નીની જવાબદારીઓ વધી જાય છે. તે રોજિંદી જવાબદારીઓ ઉપરાંત સંતાનનાં ઉછેરમાં પણ જોતરાય છે ને એમ સ્ત્રીમાં, પત્ની ઉપરાંત માતૃત્વનો ઉમેરો પણ થાય છે. એમાં પતિને આપવાના સમયમાં ઘટાડો થાય છે ને પતિને એવું લાગે છે કે પત્ની પોતાની તરફ બહુ ધ્યાન આપતી નથી. પત્નીની આવી ઉપેક્ષા પતિથી સહન થતી નથી, પણ એ લલ્લુ ભૂલી જાય છે કે આ બધું તેનું જ કર્યું-કારવ્યું છે. ઉંમર વધતી જતી હોય ને જાતીય આવેગો ચરમસીમાએ હોય ને પત્ની બાળઉછેર ને રસોઈપાણીમાં વ્યસ્ત થઈ ગઈ હોય કે રાત સુધીમાં થાકી ગઈ હોય ને આ તરફ પતિ, પત્નીને માણવા થનગની રહ્યો  હોય, પણ પથારીમાં પડતાં જ ઘોરી જતી હોય તો પત્ની પોતાની ઉપેક્ષા કરે છે એવું પતિ માનવા લાગે છે. વાત માણવાને બદલે માનવા પર આવી જાય છે.

પત્નીની પતિને સાથ આપવાની ઇચ્છા નથી હોતી, એવું નથી, પણ તેની વ્યસ્તતા તેને થકવી નાખે છે, એટલે ઇચ્છા છતાં ઊંઘથી ઘેરાઈ જાય છે. આ લાંબું ચાલે તો પતિપત્ની વચ્ચે અંતર વધતું જાય છે. અંતર વચ્ચે અંતર પડે એમ બને. આ અંતર પાડવામાં એક (ગેર)સમજ કામ કરે છે, તે એ કે સ્ત્રીઓ એમ માને છે કે ઉંમર વધે તેમ જાતીય ઇચ્છાઓ ઘટતી જાય છે ને હકીકત એ છે કે પુરુષની જાતીય ભાવનાઓ વધતી હોય છે. સાચું તો એ છે કે જાતીય લાગણીઓને ઉંમર સાથે બહુ લેવાદેવા નથી. સ્વસ્થ શરીરો ગમે ત્યારે ને ગમે એટલી વખત, કોઈ ડિસ્ટર્બ ન થાય એ રીતે જાતીય આનંદ માણી શકે છે.

બને છે એવું કે સંતાનો મોટાં થતાં હોય ને ઉંમર 40-45 થઈ હોય, ત્યારે પત્ની ધરમધ્યાન તરફ વળે છે ને જાતીય આનંદમાંથી તેનો રસ ઊડી ગયો હોય છે કે ના છૂટકે પતિ તરફની ફરજ નિભાવતી હોય છે. એ ગાળો મેનાપોઝનો હોય તો તે પહેલાંથી જ સ્ત્રીનો જાતીય જીવનમાંથી રસ ઊડવા લાગે છે. તેનું કંડીશનિંગ જ એવી રીતે થઇ ગયું હોય છે કે હવે આવું ન ચાલે, ઉંમર થઈ ને એમ ઉંમર કરતાં વહેલી ઘરડી થવાં લાગે છે. તેનું સૌન્દર્ય ઘટતું જાય છે ને નાની ઉંમરમાં જ જોવાની ન ગમે એવી થતી જાય છે. એ પરિસ્થિતિને લીધે પણ પતિનો પત્નીમાંથી રસ ઊડવા લાગે છે. એમાં વધારામાં પત્ની પતિના મનમાં એવું ઠસાવવા માંડે છે કે હવે ભગવાનનું નામ લો અને જન્મારો સાર્થક કરો. આ ઉંમરે આવું બધું ના શોભે. બીજી તરફ પતિની ઇચ્છાઓ પૂરબહારમાં ખીલતી હોય ને પત્ની નિરાશાના સૂરથી પતિને (જાતીય)પૂરમાંથી બહાર ફેંકી દેતી હોય એમ પતિ અનુભવતો હોય છે. હકીકત એ છે કે જાતીય આનંદ પ્રૌઢ વયે પણ માણી જ શકાય છે. પતિએ પણ પત્નીને જાતીય આનંદનો મહિમા સમજાવવો જોઈએ. અનુકૂળ વાતાવરણ હોય તો પત્નીને સંબંધ માટે રાજી કરી શકાય છે. તે પછી પણ પત્ની સંબંધ માણવા રાજી ન હોય તો પછી આવું કૈંક બને છે.

પતિને નોકરીમાં કે ધંધામાં કોઈ સ્ત્રી સાથે સંપર્ક વધે છે, તો તે સરળતાથી તે તરફ ખેંચાય છે. બંને સંમત હોય તો મળવામૂક્વાનું વધે છે ને છેલ્લે વાત શરીર સંબંધ સુધી પહોંચે છે. પતિ, અપરિચિત સ્ત્રીને પરિચિત કરી રહ્યો છે એ વાત પત્નીથી છુપાવાતી હોય છે. આ છુપાવવું બહુ છુપાતું નથી. પત્નીના કાન ધીમેધીમે મોટા થતાં જાય છે ને કાન સુધી વાત આવ્યા વિના રહેતી નથી. એવું જ પત્નીનું પણ થતું હશે. તેને પણ પતિ તરફથી સંતોષ ના થતો હોય ને તે સાથે કામ કરતાં કોઈ પુરુષ સાથે સંબંધમાં મુકાય, ત્યારે તેણે પણ પતિનો સામનો કરવાનો આવે જ છે.

થાય છે શું કે પતિ/પત્નીને ક્યાંક કોઈ જોડે પ્રેમ થયો ને તેની જનતા જનાર્દનને જાણ થઈ, તો તેની પ્રચારગાડી ફરવા લાગે છે. જે ઉપેક્ષાનો ભોગ બને છે, તેની તરફ સાધારણરીતે સહાનુભૂતિ હોય છે. મોટે ભાગે એવી સહાનુભૂતિ, ભોગ બનેલી પત્ની તરફ વિશેષ હોય છે ને ગુનેગાર પતિ જ ઠરતો હોય છે. આજુબાજુ આરોપો પતંગિયાની જેમ ઊડતા રહે છે, જેમાં મુખ્ય સૂર આવો હોય છે – અરેરે ! ભાઈને આ શું સૂઝ્યું? ઘરમાં છોકરાં પરણાવવા લાયક હોય ને આ ઉંમરે આવા ભવાડા શોભે છે? આવું, પાછા આવા વેપલામાં પડેલા હોય તે પણ બોલવા લાગે છે. એમાં કોઈ નમૂના એવા પણ હોય છે, જેમને પત્ની ઉપરાંત પણ શોખ ખાતર રસ હોય. તેમને સંજોગો કે અનિવાર્યતા પણ નથી હોતાં ને સગવડ બીજી સ્ત્રીમાં શોધતા ફરે છે. અહીં એમની વાત નથી.

ઘરમાં વાતાવરણ જ એવું હોય કે પત્ની તરફથી કારણ વગરની ઉપેક્ષા મળતી હોય કે પતિની ટાઢાશ પત્નીને બીજે જવાનું કારણ આપતું હોય એમની વાત છે. આનો બચાવ ન હોય, પણ સિક્કાની બીજી બાજુ પણ તપાસવાના હેતુથી અહીં વાત થાય છે. પત્નીને ખબર પડે કે પતિને બહાર બીજી કોઈ સ્ત્રી છે, તો તેની સ્થિતિ કેવી હોય છે. પતિનો અહીં બચાવ નથી. તેનો જે દોષ છે તે તો છે જ, પણ પત્ની જવાબદાર નથી એવું કહી ના શકાય. તે પતિને સંભળાવે છે કે ઘરમાં પત્ની હોવા છતાં, મોટાં બાળકો છતાં ને કોઈ વાતે ખોટ ન હોવા છતાં બહાર મોં મારવાનું શોભે છે? નથી જ શોભતું, પણ ઘરમાં પત્ની હોવા છતાં તેણે ઓછી ઉપેક્ષા નથી કરી. પતિને જાતીય આનંદ ઘરમાં માણવાનું એકેય કારણ બચ્યું ના હોય, તો તે શું કરશે? સુખ તો શોધશેને? ઘરમાં કોઈ સહકાર ન હોય, પત્ની છતાં, પત્નીનો ધર્મ નિભાવી  શકતી ન હોય તો પતિનો શો દોષ કાઢવો, જો તે બહાર ફાંફાં મારે તો?

જેને લીધે ચાર ભીંતો ઘર બનતી હોય, એ પતિ-પત્નીએ જ એકબીજાને સાથ આપીને જીવતર માંડ્યું હોય, ત્યાં બહુ પ્રશ્નો રહેતાં નથી, ખરું કે નહીં?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 ફેબ્રુઆરી 2026

Loading

9 February 2026 Vipool Kalyani
← સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે

Search by

Opinion

  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?
  • સેનાપ્રમુખની નિર્ણય -કટોકટી : રાષ્ટ્રીય નેતૃત્વની આઘાપાછી?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved