ગણિતની ભાષામાં
રોટલીની ભૂમિતિ ગોળ છે
કચરો ઉપાડતા છોટૂની ભાષામાં
રોટલી માત્ર એક ટુકડો છે
ખેડૂતની ભાષામાં
રોટલી મૂર્ત નહીં
પરંતુ એક અમૂર્ત સંવેદના છે
કવિની ભાષામાં
રોટલી આકાશમાં લટકતો પૂનમનો ચંદ્ર છે
હું કહું છું
રોટલી પોતે એક ભાષા છે
જે ના તો ટુકડો છે
ના તો ગોળ છે
એ તો છે કેવળ ભૂખથી
સંકોચાતા આંતરડાની
વિસ્તારિત ભૂગોળ
e.mail : rupaleeburke@yahoo.co.in
![]()

