આજે પલાંઠી વાળી તો
તમે આવી બેઠા મારામાં
હું બેસું છું તો
મારું ખોળિયું તમે પહેરી લો છો
દાઢી કરું છું
તો રેઝર તમારી દાઢી પર
ફરતું હોય છે
આમ પરાણે મારા પર છવાઈ
રહેવાનો કોઈ અર્થ છે?
મારા ગળામાં આવીને
તમે ખાંસો તે સારું નથી
કારણ ડોકટર ગોળી
મને ગળાવે છે
મારા પગમાં પગ નાખીને
બેસો તો
ક્યાં સુધી હું
તમને જ ચાલ્યા કરીશ તે કહેશો?
મારે બદલે તમે જ જીવવાના હો તો મારે ક્યાં જીવવું?
ત્યાં મારી ખાંસી
મારા દીકરામાંથી ઊઠે છે…
0
e.mail : ravindra21111946@gmail.com