અવતરું નહીં હવે તારી વા‘રે
કર્યો તેં અનર્થ અપાર
વાયુ, વારિ ધાન દેતાં વૃક્ષ વનરાઈ
કરતાં વિનાશ ન ખચકાયો પલવાર
ન અવતરું હવે તારી વા‘રે
ફૂંકી ધુમાડા વાહન સાથે ભટક્યો જળ થળ વ્યોમ
મા ધરતીએ ઓઢ્યો આંચળો જગે થયો અંધકાર
કીધું પ્રદૂષણ પર્યાવરણનું ઘુંટયાં જીવ અબોલ
માનવ મટી તું દાનવ નીપજ્યો મચાવ્યો હાહાકાર
ન અવતરું હવે તારી વા‘રે
જંગ ખેલવી રક્ત રેલવી સંહાર્યાં જીવ દીન નિર્દોષ
મિસાઇલ્સના મદ પર ઘુરકે ધુરંધરો પૃથ્વી પ્રલય પડકાર!!
કૃષ્ણાવતારે દાનવ હણી બોધ દીધો અગાધ
હવે, દીધો નિર્દેશ મેં દુષ્ટ દૂત કોરોનાને કરવા માનવજાત વિકાર
બેસ ઘર હવે તું ઘડી બેઘડી
કરવા કોરોનાને માત
ન અવતરું હવે તારી વા‘રે
e.mail : ilakapadia1943@gmail.com