ઘોર રાત્રિના અંધકારમાં ક્યારેક હું મારા અંતઃકરણની મુલાકાત લઉં છું
જોઉં તો ખરી કે એ હજુ શ્વાસ લે છે કે નહીં!
કેમ કે એ ધીરે ધીરે હર દિન એ
મૃત્યુ તરફ સરકી રહ્યું છે.
કોઈ કિંમતી રેસ્ટોરન્ટમાં મારા ભોજનનું બિલ ચૂકવું છું,
એ રકમ દરવાજે ઊભેલા ચોકીદારનો મહિનાનો પગાર
કદાચ હોઈ શકે.
અને એ વિચારને હું જલદીથી ખંખેરી નાખું છું,
ત્યારે એ થોડું ક મૃત્યુ પામે છે.
કાછિયા પાસેથી શાકભાજી ખરીદું છું
અને તેનો દીકરો "છોટુ" જ્યારે હસતે ચહેરે
બટેટાં તોળીને મને આપે છે –
છોટુ, નિશાળે જવાની ઉંમરના છોકરાને જોઈ
હું નજર ફેરવી નાખું છું,
ત્યારે એ થોડુંક મૃત્યુ પામે છે.
અત્યંત કિંમતી ડ્રેસ પહેરી હું બહારે જઉં છું
અને રસ્તાને ખૂણે ચીંથરેહાલ કપડાંમાં પોતાની જાતને
ઢાંકવાનો મિથ્યા પ્રયત્ન કરતી સ્ત્રીને જોઈ
હું મારી ગાડીનો કાચ ઊંચો ચડાવી દઉં છું,
ત્યારે એ થોડુંક મૃત્યુ પામે છે.
બાળકોના જન્મદિવસે તેમના માટે હું મોંઘી ભેટો ખરીદું છું;
પાછાં વળતાં ટ્રાફિકની લાલ લાઈટે અર્ધ-નગ્ન ભૂખ્યાં-તરસ્યાં કોરી આંખોવાળાં
બાળકોને રમકડાં વેંચતાં જોઉં છું,
અને મારા મનને મનાવવા થોડાં રમકડાં ખરીદી પણ લઉં છું
ત્યારે એ થોડુંક મૃત્યુ પામે છે.
મારી બીમાર કામવાળી તેની દીકરીને સ્કૂલે જવાને બદલે
મારે ત્યાં કામે મોકલે છે, અને હું જાણું છું મારે તેને રજા આપવી જોઈએ,
પણ 'સિન્ક'માં પડેલાં એઠાં વાસણોનો ઢગલો જોઉં છું,
અને મનને મનાવું છું કે એકાદ-બે દિવસની જ વાત છે ને,
ત્યારે એ થોડુંક મૃત્યુ પામે છે.
મારા પુત્રને પાર્ટીમાંથી મોડા ઘેર આવવાની હું છૂટ આપું છું
પણ મારી પુત્રી પૂછે ત્યારે 'સલામત નથી’ કહી એને નકારી પાડું છું
અને એ જ્યારે કહે કે 'શા માટે?' અને હું ઊંચે સાદે એને વઢું છું,
ત્યારે એ થોડુંક મૃત્યુ પામે છે.
કોઈ બાળક પર બળાત્કાર કરવામાં આવે કે તેનું ખૂન થાય,
હું ગ્લાનિ અનુભવું, પણ પ્રભુનો પાડ માનું કે એ મારું બાળક નહોતું,
અને અરીસામાં મારી જાતને જોતાં અચકાઉં,
ત્યારે એ થોડુંક મૃત્યુ પામે છે.
લોકો ધર્મ, નીતિ કે રંગભેદ માટે ઝઘડે,
મારું દિલ ઘવાય અને હું લાચાર બની જઉં ,
મને લાગે કે મારા દેશનો સત્યાનાશ થઇ રહ્યો છે;
હું કપટી રાજકારણીઓને દોષ દઈ,
અને એ પ્રત્યેની મારી કોઈ પણ જવાબદારી ન હોવાનું માનું,
ત્યારે એ થોડુંક મૃત્યુ પામે છે.
મારા શહેરની ઝેરી ગેસોથી ભરેલી હવામાં
શ્વાસ લેવાનો પણ ખતરો હોય,
ત્યારે હું હું દરરોજ મારી કારમાં કામે જઉં છું
ન તો લઉં છું બસ કે ન ટ્રેઈન, કે ન તો આપું છું કોઈને લિફ્ટ,
અને વિચારું છું કે એક કારથી શું ફરક પડવાનો છે,
ત્યારે એ થોડુંક મૃત્યુ પામે છે.
એટલે જ્યારે ઘોર રાત્રિના અંધકારમાં, હું મારા અંતઃકરણની મુલાકાત લઉ છું,
અને જોઉં છું કે એ હજુ પણ શ્વાસ લઈ રહ્યું છે,
ત્યારે હું નવાઈ પામું છું
કેમ કે હું મારા પોતાના હાથે,
દરરોજ એને થોડું થોડું મારી રહી છું, દાટી રહી છું.
My Dying Conscience : A poem by Rashmi Trivedi [from Delhi]
25 September 2019
*****
MY DYING CONSCIENCE • Rashmi Trivedi [from Delhi]
Sometimes in the dark of the night
I visit my conscience
To see if it is still breathing
For its dying a slow death
Every day.
When I pay for a meal in a fancy place
An amount which is perhaps the monthly income
Of the guard who holds the door open
And quickly I shrug away that thought
It dies a little
When I buy vegetables from the vendor
And his son "chhotu" smilingly weighs the potatoes
Chhotu, a small child, who should be studying at school
I look the other way
It dies a little.
When I am decked up in a designer dress
A dress that cost a bomb
And I see a woman at the crossing
In tatters, trying unsuccessfully to save her dignity
And I immediately roll up my window
It dies a little
When at Christmas I buy expensive gifts for my children
On return, I see half clad children
With empty stomach and hungry eyes
Selling Santa caps at red light
I try to salve my conscience by buying some, yet
It dies a little
When my sick maid sends her daughter to work
Making her bunk school
I know I should tell her to go back
But I look at the loaded sink and dirty dishes
And I tell myself that is just for a couple of days
It dies a little
When I give my son the freedom
To come home late from a party
And yet when my daughter asks
I tell her it is not safe
I raise my voice when she questions why
It dies a little
When I hear about a rape
or a murder of a child,
I feel sad, yet a little thankful that it's not my child
I can not look at myself in the mirror
It dies a little
When people fight over caste creed and religion
I feel hurt and helpless
I tell myself that my country is going to the dogs
I blame the corrupt politicians
Absolving myself of all responsibilities
It dies a little
When my city is choked
Breathing is dangerous in the smog ridden Delhi
I take my car to work daily
Not taking the metro, not trying car pool
One car won't make a difference, I think
It dies a little
So when in the dark of the night
I visit my conscience
And find it still breathing
I am surprised
For, with my own hands
Daily, bit by bit, I bury it.