Opinion Magazine
Number of visits: 9448780
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાબ્લો નેરુદા કૃત If You Forget Meનો ભાવાનુવાદ

‘બાબુલ’|Poetry|21 January 2018

જો તું મને વિસારે તો 

મારે કહેવી છે તને
એક વાત

(જો કે) તું  જાણે જ છે કે આવું કેમ:

નિહાળું હું 
બિલોરી ચાંદને, મારી અટારીએ
મંદ પાનખરની લાલ ડાળખીને 
કે સ્પર્શું 
તાપણા સમીપની અપ્રગટ ભસ્મ,
યા વાઢેલાં લાકડાનાં કરચલીદાર દેહ:
આ બધ્ધું તાણી જાય મને તુજ પાસ
હયાત આ સઘળું
સુગંધ – ઉજાસ – ધાતુ
જાણે કે નાનકડી નાવડીઓ
સઢ ખોલી દોડતી
મારી રાહ જોતાં તારાં દ્વીપ ભણી

વારુ
કદાચ જો તું મને ચાહવાનું  બંધ કરે ધીમે ધીમે
હું પણ તને પ્રેમ કરવાનું છોડું ધીમે ધીમે

યદા એકાએક 
વિસરી જાય તું મને 
યા ખોળે નહિ મને
જાણે કે હું તને ક્યારનો વિસારી ચૂક્યો હોઉં

વિચારી જો લાંબું તું, પાગલ
પવન- ઉડતી ધજાઓ –   
મારી જિંદગીમાં પણ લહેરાય છે:
અને એમ છતાં હોય તારો નિર્ધાર કે
છોડી દે મને કાંઠે
એ જ હૃદયના, કે છે જેમાં મૂળ મારાં

યાદ રહે
કે એ દિ
ઉઠાવીશ ભુજા મારી
અને એ જ ઘડીએ 
નીકળી પડશે મારાં મૂળ પણ 
અન્ય કોઈ ભૂમિ ભણી

કિન્તુ –
જો દરરોજ
હરઘડી
તને લાગે કે
નિર્મિત છે તું ,
તારું કઠોર માધુર્ય
મારે કાજે
અને રોજ મને શોધતી મઘમઘાટ પોયણીઓ
ખીલતી હોય તારા હોઠ પર તો … 

આહ! મારી પ્રિયા, માત્ર મારી જ –
હજુ પડઘાયે જાય છે અગન મુજમાં
છે પ્રજ્વલિત સતત
નથી વિલુપ્ત કઇં, કઇં જ વિસર્યો ય નથી,
મારો પ્રેમ – જે પોષાય છે તારા પ્રેમ થકી
એ રહેશે તારી હથેળીમાં
હંમેશા પ્રિયે,
ક્ષણભર પણ છુટા પડ્યા વિના
મારી હથેળીથી …    

°°°°°

If You Forget Me (Pablo Neruda)

I want you to know
one thing.

You know how this is:
if I look
at the crystal moon, at the red branch
of the slow autumn at my window,
if I touch
near the fire
the impalpable ash
or the wrinkled body of the log,
everything carries me to you,
as if everything that exists,
aromas, light, metals,
were little boats
that sail
toward those isles of yours that wait for me.

Well, now,
if little by little you stop loving me
I shall stop loving you little by little.

If suddenly
you forget me
do not look for me,
for I shall already have forgotten you.

If you think it long and mad,
the wind of banners
that passes through my life,
and you decide
to leave me at the shore
of the heart where I have roots,
remember
that on that day,
at that hour,
I shall lift my arms
and my roots will set off
to seek another land.

But
if each day,
each hour,
you feel that you are destined for me
with implacable sweetness,
if each day a flower
climbs up to your lips to seek me,
ah my love, ah my own,
in me all that fire is repeated,
in me nothing is extinguished or forgotten,
my love feeds on your love, beloved,
and as long as you live it will be in your arms
without leaving mine.

Loading

21 January 2018 admin
← દાસ્તાં લાખોકરોડો હિંદવાસીઓની, કર્ટસી સાઈનાથ
અસ્વીકૃતિમાં ઉઠેલા હાથ, એ જ ખરો દેશપ્રેમ છે →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved