This is such a sad poem. I salute Deepak for writing this poem.
મને વૃક્ષો ખૂબ વહાલાં છે. હું પણ નવ-નવ આંસું વહાવું છું.
કોઈ ભગીરથ નહીં
આ જ વૃક્ષો હતાં
જેમણે એક પગે વરસો વરસ તપસ્યા કરી
આ ધરતી માટે
આપણા માટે
પાણીને માટે
જ્યાં એ નથી ત્યાં ધરતી ઉજ્જડ છે
જ્યારે અમારી અનંત ભૂખ
અંતિમ વૃક્ષને ગળી જશે
ધરતી થઈ જશે વાંઝણી
વાદળ એ દિવસે ગર્ભ પાડી દેશે
રેતીનું કફન ઓઢીને ધરતી
એ દિવસે ધડકશે છેલ્લી વાર
સૌરમંડળના ગ્રહ ઝૂકી જશે થોડા વધારે
બ્રહ્માંડની છાતી સંકોચાઈ જશે થોડી વધુ
અને ચંદ્રની સાથે બેસી આપણા પૂર્વજોના આત્મા
વહાવશે નવ નવ આંસુ.
e.mail : rupaleeburke@yahoo.co.in
![]()

