અંતરનું ઊંડાણ મપાય છે શબ્દો થકી.
ઓળખ વ્યક્તિની થાય છે શબ્દો થકી.
હોય કૂવામાં એ હવાડામાં આવવાનું,
આશય માણસનો દેખાય છે શબ્દો થકી.
કસ્તૂરીની સુગંધ જેવી આ વાત માનો,
ગુણદોષ સ્હેજે પરખાય છે શબ્દો થકી.
કોલસાના ગોડાઉનમાં હીરો શું શોધવો ?
વાણીના આધારે મૂલવાય છે શબ્દો થકી.
શબ્દો જીવાડે ને શબ્દો મારે સમાજમાં,
પરાના સંગે કોઈ વખણાય છે શબ્દો થકી.
પોરબંદર
e.mail : joshichaitanya568@gmail.com