ભાવતી વાનગી ખવાય નહીં
ગમતું પીણું પીવાય નહીં
અમુક ચોપડી વંચાય નહીં
પણ છીએ અમે આઝાદ!
જોઈતા ઘરમાં રહેવાય નહીં
મનગમતું પિક્ચર જોવાય નહીં
જોક પણ કોઈને કહેવાય નહીં
પણ તો ય અમે આઝાદ!
પરધર્મીને પ્રેમ કરાય નહીં
ચૂંટણીમાં મત અપાય નહીં
મત આપીએ તો ગણાય નહીં
પણ અમે આઝાદ, તમે બરબાદ!
અઘરા પ્રશ્નો પુછાય નહીં
સરકાર સામે બોલાય નહી
નેતાજીને વખોડાય નહી
આપે કોણ તમને દાદ?
મસ્જિદ બનવા દેવાય નહી
બાંગ કોઈથી પુકારાય નહીં
નમાજ કોઈથી પઢાય નહીં
સાંભળો અમારા ઘંટનો નાદ!
ખાખી ચડ્ડી બદલાય નહીં
જુઠ્ઠુ બોલતા શરમાય નહીં
માફીપત્રની યાદ અપાય નહીં
બન્ધ કરો આ વાદ વિવાદ!
ગાય માતાને ખવાય નહીં
બુરખા સ્કૂલમાં પહેરાય નહીં
રાસ ગરબામાં જવાય નહીં
તમે ગુલામ, અમે આઝાદ!
લાલ ગુલાબને સુંઘાય નહીં
ખાદી રેંટિયો વપરાય નહીં
હિંસાથી કોઈ ગભરાય નહીં
પ્રચંડ અમારો બુલંદ સાદ!
e.mail : salil.tripathi@gmail.com