જર્મન કવિ માર્ટીન નાઈમોલરની કવિતાનો મુક્તાનુવાદ
ધાજો, ભેરુ ! • અનુવાદક : યશવન્ત મહેતા
ધાડ પડે છે, ધાજો, ભેરુ ! (૨)
એકઠા બધા થાજો, ભેરુ (૨)
સદીઓથી સૂતેલા ઓલ્યા અલગાવના એરુ
ભૂંડી ફેણોને ફુત્કારતા આવે −
રાડ પડે છે, ધાજો, ભેરુ, એકઠા બધા થાજો, ભેરુ !
આજ એ ત્રાટકે હરિયાળા રંગો માથે ને
'દેશદ્રોહી છો' એવી એવી ત્રાડ કરે છે ! − રાડ પડે છે.
હરિયાળો છો જાય જલી, મારું ઘર સલામત,
એવું ધારી કોણ પોતાનાં કમાડ ભીડે છે ? − રાડ પડે છે.
આજ લીલો, કાલ ધોળો, પછીથી લાલનો વારો,
અમ હૈયે એ ફાળ પડે, વિકરાળ પડે છે ! − રાડ પડે છે.
આજ ભલે એ એકની પછી એક વધે-રે,
સૌને માથે મોતનાં દુંદુભિ ગડગડે છે ! − રાડ પડે છે.
ઇતિહાસે જ્યાં ભેરે વંચિત વળ્યા નહિ ત્યાં
વેરાને ખોપરીઓ ખખડે છે ને રવડે છે ! − રાડ પડે છે.
(સૌજન્ય : "ભૂમિપુત્ર", 16-12-2015)
First they came for the Socialists, and I did not speak out—
Because I was not a Socialist.
Then they came for the Trade Unionists, and I did not speak out—
Because I was not a Trade Unionist.
Then they came for the Jews, and I did not speak out—
Because I was not a Jew.
Then they came for me—and there was no one left to speak for me.
— Pastor Martin Niemöller (1892–1984)