પંખીના કલરવથી મૌનને ફૂટે શબ્દ જેમ,
આભમાંથી ખરતી આ કૂણી સવાર જેમ.
ઝાડને સાચી છાંયડીનાં ઝાંઝર પહેરાવી દો,
દોરામાંથી પોરવેલું આખ્ખું આકાશ જેમ.
પાણીનો પડછાયો વળગે ભીની પાંપણને,
નદીમાંથી લપાયલ મોસમ, ગગન રોપે જેમ.
તળાવ સૂકી આંખ મૂકી ના જ ગયા હોત
હોઠમાંથી ખરી પડ્યું પાણીનું ભાન જેમ.
દીવો પેટાવું છું એનો ઉજાસ નથી દેખાતો,
હથેળીમાં રાખેલું દર્પણ ચહેરા બદલે જેમ.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com