છંદ છોડી, સ્હેજમાં શબ્દ આત્મિક વાણી બોલે,
લય પરમ શબ્દ વીંધી ત્રણ લોક અપારે ડોલે.
આભ ઊંડા અનંત રથઝાંઝર પૂરે એમાં તાન રે,
સંસારપારનાં સૂર વીંધી ત્રણ લોક અપારે ડોલે.
ગહન મૌન શબ્દ આતમની આરત સમાં રે બોલ,
બધા સૂનકાર શોધી ને ત્રણ લોક અપારે ડોલે.
શોધું આતમ આરજૂ અનંતમાં હે જાણતલ જોગી,
જોયા છે ગુફા પહાડ ને ત્રણ લોક અપારે ડોલે.
ધૂણી ધખાવી વાજે છે ઉરમાં બ્રહ્મની વાંસળી,
અગમના ભેદો ઊંડા ને ત્રણ લોક અપારે ડોલે.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com