નાયકો  નાટક  કરે  છે, જોઈએ, 
ચાહકો  નાટક  કરે  છે, જોઈએ.
નાગરિક  સૌ શાંત બેસી જાવ કે 
એ  બકો  નાટક કરે છે, જોઈએ.
કોઈએ ઇતિહાસ લખવાનો થશે, 
શાસકો  નાટક  કરે  છે, જોઈએ. 
આવીને  બેસાડી  ઊંચા આસને, 
શ્રાવકો  નાટક  કરે  છે,  જોઈએ. 
આવડે  એવું  જ  કરતાં  હોય છે,
બાળકો  નાટક  કરે  છે,  જોઈએ.
એક  નાટકબાજ  બોલે  છે  અને 
ભાવકો   નાટક  કરે  છે,  જોઈએ. 
ક્યાંક એનો જાન જોખમમાં હતો, 
રક્ષકો   નાટક   કરે   છે,  જોઈએ.
 

