ચરણોમાં જેના ધ્વજ અંકુશ કુલિશ શોભી રહ્યા,
ચિદાનંદ ચકોર નાચરણોમાં ગંગાજી વહેતા થયા.
રામ રોહણ કાજે ચાર વેદ ચારણ રૂપ ધરી આવે,
ચૈતરસુદ નોમ દિવસે દશરથ ઘેર અવતરણ થયા
રામ લખે પથરા તરે ખોબે ખોબે કિરતાર જડે,
કોશલ ધીશના ચરણોમાં ભવસાગર તરતા થયા.
ફિકર ફાંફાં મારતી પાળે ઈ પોષે પળ પળ વળી,
અંતર્યામી રઘુવીર સમરતા દુઃખો ભાગતા થયા.
કૈક ભક્ત ઊગારિયા ચત્રભુજ ચિતમાં જઈ વસી,
ભૂધર કરુણાકર દુઃખભંજન ચૌદલોકના નાથ થયા
રામ હૃદયમાં રોપી લીલીછમ લાગણી તે શબરી,
બોર જેટલાં આંસુડાં સારી વનવાસ પૂરા થયા.
ભ્રાતા લખન, મીત સુગ્રીવ, મંજુલગત મતિધીર,
જાનકીનાથ તુજમાં ભળી સગુણ સમરસ થયા.
રંજન રામા રટણ અંતર અજવાળા અખંડદીપ,
પ્રજાળી લંકા પૂછડે ઊડીઓ હનુ રણ ડુંગરા દીપ,
અંતર અરિસે ચિરી દેખાડ્યા હૃદીએ સીતા રામ,
સુધ બુધ લાવે; સાન ભાન રામ નામ અખંડદીપ.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()

