Opinion Magazine
Number of visits: 9446552
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અભિવ્યક્તિની રૂંધામણને ટાઢી પાડતી કેટલીક નાગરિક હિલચાલ

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|13 April 2021

મિત્રો, વિપુલભાઈ કલ્યાણીએ જ્યારે મને આ વિષય પર વીસેક મિનિટ વાત કરવાનું આમંત્રણ આપ્યું, ત્યારે મેં એમને કહેલું કે મારું વલણ સ્ત્રી કેન્દ્રિત હોય છે એટલે હું સ્ત્રીઓને સ્પર્શતા મુદ્દા પર વાત કરીશ, અને એમણે હા પાડેલી. વિષયનો વિચાર કરીએ તો અભિવ્યક્તિની રૂંધામણનો અંગ્રેજી સરળ અર્થ Sensorship થાય. અભિવ્યક્તિ પર રોક, લગામ કે સ્વતંત્રતા પર કાપ. લોકશાહીને વરેલું ભારતીય બંધારણ વાણીસ્વાતંત્ર્યને અધિકાર માને છે. મને તો આજનો આ વેબિનાર પણ રૂંધામણને ટાઢી પાડતી હિલચાલ જ લાગે છે.

આ વિષયની વાત કરતાં નારી આંદોલનની પહેલાં થોડી પૂર્વભૂમિકા જોઈએ. ૧૯૭૫માં યુનોએ આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ અને પછી દશક જાહેર કર્યું. સાર્ક દેશોએ બાલિકા વર્ષ અને દશક ૧૯૯૦-૯૧થી જાહેર કરેલું. આમ સ્ત્રીઓ અને બાલિકાઓનાં દરજ્જા પર દુનિયાભરનાં દેશોનું ધ્યાન ખેંચાયું અને નારી આંદોલનની ચળવળને વેગ મળ્યો તે પહેલાંથી જ સ્ત્રીઓ એ વિશે વિચારતી થઈ ચૂકી હતી. ભારતમાં મહાત્મા ગાંધીનાં નેતૃત્વ હેઠળનાં સ્વતંત્રતા આંદોલનમાં સ્ત્રીઓએ ભાગ લીધો હતો અને રચનાત્મક કાર્યોમાં એમનું યોગદાન નોંધપાત્ર રહેલું તો સુભાષ બોઝ સાથે પણ સશસ્ત્ર ક્રાંતિમાં સ્ત્રીઓ જોડાયેલી એ હકીકત છે. ભારતમાં તો વૈદિક કાળથી જ વિદુષીઓ પોતાની અભિવ્યક્તિ કરતી હતી. અલબત્ત, મધ્યકાલીન યુગમાં એ હિલચાલ મંદપ્રાણ થઈ ગયેલી. આધુનિક કાળમાં ૧૯૭૫થી થયેલી શરૂઆતનો પડઘો ગુજરાતમાં સાહિત્યિક ક્ષેત્રે કુન્દનિકા કાપડીઆની નવલકથા ‘સાત પગલાં આકાશમાં’થી પડ્યો અને ધરતીકંપ જેવી સ્થિતિ પેદા થયેલી. તે અગાઉ ઇલા આરબ મહેતાની બત્રીસ પૂતળીની વેદના પણ આવેલી. ધીરુબહેન, વર્ષાબહેન, હિમાંશીબહેનની વાર્તાઓ પણ સ્ત્રીઓની સમસ્યાને વાચા આપતી નજરે ચડે. આમ સ્ત્રીઓના દરજ્જા પર જનજાગૃતિનું વહેણ શરૂ થયું. ૧૯૯૫માં બિજીંગમાં મળેલાં મહાસંમેલનમાં પ્લાન અને એક્સન માટે પ્લેટફોર્મની ઘોષણા થઈ અને સ્ત્રી મુદ્દાઓ માટે દુનિયા સક્રિય થવા લાગી. 

આ પરિસ્થિતિ પ્રોત્સાહક લાગે ત્યારે વાસ્તવિકતાની ચર્ચા જરૂરી છે. અભિવ્યક્તિની રૂંધામણની શરૂઆત ક્યાંથી થાય છે તો જવાબ છે ઘરથી અને માની કૂખથી. બાલિકાની ભૃણહત્યા માની કૂખમાં કરવામાં આવે એટલે એનું પહેલું રૂદન કે ચીસ જ રૂંધાઈ જાય. ગુજરાતમાં પણ આ ચીસ સંભળાતી નથી એટલી આંકડાકીય વિગતો મળે છે જેનાં પરિણામે સ્ત્રી-પુરુષ સંખ્યા અસંતુલિત થઈ ચૂકી છે. આ સીલસીલો એનાં ઉછેરમાં આહાર, પોષણ, વસ્ત્રપરિધાન, શિક્ષણ, લગ્ન, કારકિર્દી, બોલચાલ, હરવાફરવાની છૂટ, જાતીય હિંસા, વૃદ્ધાવસ્થામાં આધાર જેવી અનેક બાબતો સુધી પહોંચે છે. આ તમામ પાસા પર એની અભિવ્યક્તિ પર બંધી છે. અલબત્ત, સરકારી કાયદાઓ, અનેક યોજનાઓ સ્ત્રીઓનાં સંરક્ષણ માટે છે, છતાં પારિવારિક અને સામાજિક સેન્સરશીપ તો છે જ.

આ પહેલાં સ્ત્રીઓ પોતે પોતાની અભિવ્યક્તિને ગીતો કે ગરબા દ્વારા વાચા આપી છે ત્યારે યાદ આવે આ ગરબો : “તળાવને કાંઠે મા ને દીકરી મળ્યાં, ધ્રુસકે ધ્રુસકે રડ્યાં કે સરોવર ઊભરાઈ ગયાં.” આમ અભિવ્યક્તિની રૂંધામણને ટાઢી પાડતાં રસ્તાઓ જડે છે. સ્ત્રીઓએ પોતાની ભાવનાઓની અભિવ્યક્તિ પ્રભાતિયાં, હાલરડાંથી લઈ છેક મરસિયાં સુધી કરી છે. માને પોતાની સમસ્યાની વાત કરવી હોય તો તળાવને કાંઠે પાણી ભરવા જાય ત્યારે કરવાની. આજે તો હવે પાણી ભરવા તળાવને કાંઠે જવાનું ઓછું થયું છે, છતાં જ્યાં તેઓ જતાં હશે ત્યાં વખતે આ પરંપરા રહી પણ હોય! પાણી નળથી આવતું થઈ ગયું છે. વળી હવે તો ‘કર લો દુનિયા મુઠ્ઠી’મેં તેમ Social Media હાથવગું છે એટલે પરિવર્તન પણ આવ્યું છે. અહીં એક સ્પષ્ટતા બીજી પણ કરવાની છે કે સ્ત્રીઓની વાત કરતી વખતે તે કયા વર્ગ, વર્ણ, જાતિની છે તે સતત ધ્યાનમાં રાખવું પડે. ઉપલા વર્ગની સ્ત્રીઓ પર પણ હિંસા થાય છે અને જેઓ દલિત, લઘુમતી, આદિવાસી, વંચિત છે તેમને જે હિંસાનો ભોગ બનવું પડે છે તે પોતાના સામાજિક દરજ્જાને કારણે તો છે જ ઉપરાંત પિતૃસત્તાક પરિબળોનાં કારણે પણ છે. કાર્યસ્થળ પર અસમાન વેતન અને જાતીય હિંસાનું જોખમ પણ છે જ. આંતરજાતીય લગ્ન કરનાર યુગલોને ઓનર કિલિંગનો ભોગ પણ બનવું પડે છે. આમ પોતાનાં નિર્ણયો લેવા માટે સ્વતંત્રતાને અકબંધ રાખવા ઉત્સુક યુવતીઓને અવળાં પરિણામો પણ ભોગવવાં પડતાં હોય છે. આવી હિંસાનો વિરોધ કરવો કે તેને વિશે બોલવું લખવું એટલું આસાન નથી. 

જેને આંદોલન કે ચળવળ રૂપે અથવા વ્યક્તિગત પ્રયાસથી મૂલવવા માટે જે માહિતી મળવી જોઈએ તે વિશે અંગત પ્રયાસની વાત અહીં હું કરીશ. સમયમર્યાદાનાં કારણે રાજકીય સેન્સરશીપ જેવા મુદ્દે વાત કરી શકાશે નહીં છતાં અનુભવની વાત કરવી છે એટલે સેન્સરશીપ શબ્દપ્રયોગને ધ્યાનમાં રાખીને જ કહીશ. સામાન્ય રીતે આપણાં મન પર સેન્સરશીપ ફિલ્મો પર હોય એ વાત દ્રઢ થયેલી છે. વર્ષો પર મુંબઈથી સોનલ શુકલ અને એમની સંસ્થા ‘વાચા’ દ્વારા (ઘણું કરીને) એક પરિસંવાદ કે કાર્યશાળાનું અમે વલસાડમાં આયોજન કરેલું. મુંબઈ / મહારાષ્ટ્ર અને ગુજરાતની ગુજરાતી ભાષામાં લખતી લેખિકાઓ ભેગી થયેલી અને આ મુદ્દે જ ચર્ચા હતી. મોટા ભાગની લેખિકાઓએ વ્યક્તિગત અને સામાજિક પાબંદી કે સેન્સરશીપ પર પોતાની અભિવ્યક્તિ કરેલી એવું ઝાંખુંપાંખું યાદ છે. રાજકીય પાબંદીઓ વિશે ખાસ કોઈ વાત ધ્યાનમાં આવેલી નહીં.

ત્યાર પછી વર્ષ-બે વર્ષ પર જ ફરી બીજાં જૂથની લેખિકાઓને વલસાડમાં મળવાનું થયું અને આ મુદ્દે ચર્ચા થઈ તો પણ ખાસ બદલાવ નજરે ન ચડ્યો. વીતેલાં વર્ષોમાં પણ અમારી જુદા જુદા સ્ત્રીસમૂહો સાથે અવારનવાર ચર્ચા થતી રહી, પરંતુ એ લગભગ સરખી જ રહી. તો પણ હું કેટલાંક પુસ્તકોની વાત કરીશ જેનાં કારણે અભિવ્યક્તિની રૂંધામણ ટાઢી પડતી હોઈ એવી લાગણી તો થઈ. કુન્દનિકાબહેનનાં ‘સાત પગલાં આકાશમાં’ નવલકથા પછી એમનાં પર આવેલાં વાચકોના પત્રોનું સંપાદન એમની સાથે કરવાની મને તક મળેલી જેનું નામ હતું : ‘આક્રંદ અને આક્રોશ – સાત પગલાં આકાશમાં મિષે પત્રો’. આ પત્રોમાં કેટલાક અંગત પત્રો પણ હતા જેમાં સ્ત્રીઓએ પોતાની સમસ્યાઓની અભિવ્યક્તિ કરી છે.

અભિવ્યક્તિની રૂંધામણને ટાઢી પાડતી દિશાનું એ પ્રથમ ચરણ હતું એવું મને લાગે છે. જો કે તે પહેલાં ‘અસ્તિત્વ’ જેવી સંસ્થા દ્વારા હિંસાનો વિરોધ કે ઉકેલની દિશામાં વિચારનું આચારમાં રોપણ એ અભિવ્યક્તિની રૂંધામણના ટાઢી પાડતી પ્રક્રિયા હતી એવું હવે લાગે છે. ડો. નીરા દેસાઈ અને ડો. ઉષા ઠક્કર સંપાદિત સ્ત્રી અભ્યાસ શ્રેણીમાં ડો. ઈલા પાઠક સાથે ‘સ્ત્રીઓ પર હિંસા વસમી વાસ્તવિકતા’ પુસ્તક સહલેખક તરીકે લખેલું જે તમામ વયની સ્ત્રીઓ પરની હિંસા અને ઉકેલ પર સારો પ્રકાશ પાડે છે. ડો. શિરીન કુડચેડકર સંકલિત ઈન્ડો-કેનેડિયન લેખિકાઓનાં પુસ્તક’ Violence against Women – Women against Violence’માં લખવાની તક મને મળેલી. ડો. કલ્પના શાહ અને ડો. હિમાંશી શેલત દ્વારા ‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડિઝ’, સુરત ખાતે આયોજિત સેમિનાર અને સંપાદિત પુસ્તક’ સાહિત્યમાં નારી ચેતનામાં મને અને આમ્રપાલી દેસાઈને મળેલો વિષય અભિવ્યક્તિની સ્વતંત્રતાની સમસ્યા અને પડકારોનું લેખન, ડો.ઈલા ભટ્ટની સેવા સંસ્થાનાં મહિલા શ્રમશક્તિનાં ડો. અક્ષય દેસાઈ – ડો. નીરા દેસાઈ સંપાદિત-અનૂદિત ગુજરાતી અહેવાલમાં સંચાર માધ્યમોનું  પ્રકરણ, ગુજરાતી સાહિત્યમાં સ્ત્રીઓ અને બાલિકાઓના મુદ્દાને સ્પર્શતી વાર્તાઓનું સંપાદન આશા વીરેન્દ્ર સાથે ‘ગાંઠે બાંધ્યાં અગનફૂલ’ અને ‘અદીઠી ભોંયનાં રાતાં ફૂલ’, ઓક્સફામની પુસ્તિકા ‘હાથ ઝાલણ‘ A Hand to Holdનો અનુવાદ સાથે સંકળાવાનું બન્યું – આ તમામ કાર્યમાં મને અભિવ્યક્તિની રૂંધામણમાં ટાઢક આપતી નારી ચળવળ કે હિલચાલ લાગી છે. નાનાં નગરમાં રહીને પણ તૃણમૂળથી વૈશ્વિક અનુસંધાન સાધી શકાય છે તેની આ નાનકડી ઝલક છે. નારી આંદોલનમાં હાલ મને બે ચળવળ ધ્યાનાકર્ષક લાગે છે તે ઈવ એન્સલર પ્રેરિત ‘One Billion Rising-OBR જેનું ગુજરાતી મેં ‘સો કરોડનો મહાનાદ’ કર્યું છે અને #MeToo’. એક વાત ઉમેરવાનું પણ મન છે કે નિરીક્ષક, ભૂમિપુત્ર, નયા માર્ગ અને ઓપિનિયનમાં પણ અભિવ્યક્તિને સ્થાન મળ્યું છે જેણે રૂંધામણને ટાઢી પાડવામાં સહાય કરી છે. અહીં મારે ‘નારીમુક્તિ’ સામયિકને પણ યાદ કરવું જોઈએ. Social Mediaનાં કારણે એ તક હવે વિશાળ ફલક પર મળે છે.

મને આશા છે કે આપને મારું આ વક્તવ્ય ઉચિત લાગશે. આ તક આપવા બદલ વિપુલભાઈનો દિલી આભાર.

“AadiRaj", Behind Jalaram Temple, Halar Road, Valsad 396 001 Gujarat, India.

[ઓપિનિયનના રજત રાણ અવસરે ‘અભિવ્યક્તિની રૂંધામણને ટાઢી પાડતી નાગરિક હિલચાલ’ નામક વેબિનાર માટે : 11 ઍપ્રિલ 2021] 

જત ઉમેરવાનું કે,

“અભિવ્યક્તિની રૂંધામણને ટાઢી પાડતી નાગરિક હિલચાલમાં ઉમેરણ જરૂરી છે. જેમ કે આધુનિક ગરબામાં સરૂપબહેનનો ગરબો “સરખી સહેલી અમે સાથ સાથ ઘૂમશું, શેરીમાં સાદ કરીને કહીશું રે લોલ”, પૂરા ગુજરાતમાં પ્રચલિત થયેલો અને હજી ગવાતો રહ્યો છે. તે રીતે વિભૂતિ, મીનળબહેન, ખેવના અને અન્ય લેખિકાઓનાં નામો પણ પોતાનાં પ્રદાન માટે ઉલ્લેખનીય છે. સરૂપબહેનને તો પોતાનાં નાટક માટે પણ સેન્સરશીપનો ભોગ બનવું પડ્યું હતું. જેની નોંધ લેવી જરૂરી છે. એમણે અમદાવાદમાં કલમ, મુંબઈમાં મીનલબહેન અને સાથીદારોએ લેખિની, વલસાડ – અમદાવાદ મળી વિમેન રાઈટર્સ કલેક્ટિવ, પ્રતિભા ઠક્કર – સ્ત્રીઆર્થ જેવાં ઉપક્રમો પણ થયા. જો કે કહેવું રહ્યું કે એનાથી જુવાળ ફેલાયો ન કહેવાય કારણ કે સ્ત્રીઓ હજી પણ પોતાની અંગત ઊલઝનોથી બહાર આવી શકી નથી. છતાં અભિવ્યક્તિની રૂંધામણને ટાઢી પાડતી હિલચાલ તો ખરી. 

બીજી એક વાત પણ ઉલ્લેખનીય છે કે નિર્ભયા ઘટના સમયે આખો દેશ જાગી ઊઠેલો અને મોટી હિલચાલ દેખાતી હતી પણ પછી બળાત્કારની ઘટનાઓ બનતી રહી અને ક્યાંક રાજકીય હાથો બનવાનો મુદ્દો બનતો હોય તેવી સ્થિતિ પણ દેખાતી રહી છે. ક્યારેક તો એવું લાગે કે સ્ત્રીઓની સમસ્યાના મુદ્દાનું સરકારીકરણ થઈ રહ્યું હોય ! ઉમેરવાનું તો ઘણું છે. તો પણ કહી શકાય કે અભિવ્યક્તિની રૂંધામણને ટાઢક આપતા પ્રયત્નો થતા રહ્યા છે, રહે છે અને થશે. અન્ય મિત્રો પણ પોતાની જાણકારીનું ઉમેરણ કરે તો માહિતી સમૃદ્ધ જ બનશે.”

[26/04, 12:48] Saroopben Dhruv: Hiren nu lakhelu Bhagatsinh vishe Itihas ni biji baju. Jenathi ant censorship movement sharu kari. 1984. Maru lakhelu R

[26/04, 12:53] Saroopben Dhruv: Raj privartan Dur darshan ma censor thayu. 1987. Highcourt ma gaya jitya 2000. Maru lakhelu Suno Nadi Kya kaheti hai. Theatre ma censor thayu. 2oo4. Fari movement pan courtma n gaya. Jitela e natak DD e na j batavyu . Technical problem batavyo.

[26/04, 12:55] Saroopben Dhruv: Haji ek Maanasjaat 1986 ma DDe adhu shooting karavine atkavyu.

પ્રાપ્ત વિગતો. 

“AadiRaj", Behind Jalaram Temple, Halar Road, Valsad 396 001 Gujarat, India.

Loading

13 April 2021 admin
← ખલીલ ધનતેજવી : ખેતરનો માણસ શહેરમાં સૂઈ ગયો
પડખાં ફેરવતી રાત અને ચિત્કાર પાડતા દિવસો →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved