હિંદુસ્તાનમાં આવી ઈચ્છા જ ટીકાપાત્ર છે તેની મને પૂરી ખબર છે કારણ કે કરોડો લોકોને માટે આવાસ નથી, ત્યાં આ તો લક્ઝરી કહેવાય; પણ માંકડાં જેવાં મનમાં કાવ્ય આવ્યું તો એને જાકારો કેમ કરીને આપું?
: એક અતૃપ્ત ઝંખના :
બેઠકથી માંડ પાંચ-સાત ડગલાંનું અંતર અને
આવી જાય છે વિચારમાં લીન થવાની વેળા !
એક રીતે તો આરામગાહ,
અહીં મળે છે અવકાશ ,
એકલાં પડવાનો
અને
જાત સાથે રહી શકવાનો!
પાણીનો કાપ ન હોય અને
વખતે છૂટ મળે તો એ જલશિકરોથી
જાત સાથે થોડી મસ્તી કરવાનો!
ક્યારેક અહીં જ સૂઝે છે કાવ્ય
કે મળી જાય છે વાર્તાનું બીજ.
ભૂતકાળની કડવીતૂરી વાતો યાદ આવી જાય ત્યારે
મનોમન બબડી લેવાની તક!
ક્યારેક આક્રંદ અને ક્યારેક આક્રોશ,
ક્યારેક આનંદ તો ક્યારેક ઉત્સાહ,
પરંતુ મોટા ભાગે તો મુક્તિ માટેનો વલવલાટ!
હવે ક્યાં કશી એવી વાતો રહી છે
જે થકી દુનિયા ડોલાવી શકાય!
બસ, જે વાતો રહી છે તે આ :
હું : આજે પેટ સાફ આવ્યું કે?
એ : કેથેટર થઈ જાય તો થોડી રાહત થાય.
તારાં ફોન પર કેટલાં ટાયલાં?
ચા – નાસ્તાનો સમય થયો.
આજે તો કાંઈક ગરમ નાસ્તો હોય તો સારું.
ને થાળમાં શું? કંઈક સારું સારું હોય તો સારું!
હું : શું સારું?
એ : નથી ખબર …..
બ્લડપ્રેશર માપો.
ડાયાબિટીસ જુઓ.
યાદ રાખીને દવા કાઢી કે?
બ્લડ-યુરિન લેવા માણસ આવ્યો કે?
રિપોર્ટ શું આવ્યો?
દવા મંગાવી કે?
હું : હા, બધું બરાબર ગોઠવ્યું છે.
દીકરો ઉવાચ :
મમ્મા, તારે તો તબિયત સારી રાખવી જ પડશે!
નહીં તો હું બધા મોરચે કેમ ઝઝૂમીશ?
ને ભાઈબહેનો પાસે કોઈ આશો નથી કારણ કે –
એને મળવાનો કે ફોન કરવાનો કાંઈ અર્થ નથી!
એકની એક વાત ને
એકની એક એની જાત પર દયા ખાવાની ટેવ!
શું કહેવાય એને? સેલ્ફપીટી!
છતાં જો કોઈ ઈમરજન્સી આવશે તો પહોંચી જઈશું એમને મળવા!
બધું ભુલાય જાય છે
જ્યારે અવકાશ મળે છે જાત સાથે રહેવાનો….
ક્યાં?
શૌચાલયમાં…..
જ્યાં શોચી શકાય છે!
પણ કાશ!
એ ફ્કત મારા માટે જ અને અલાયદું હોત!
બાળપણથી જોયેલું કે ઘરમાં એક જ હોય
એટલે વિચારવાનો અવકાશ જ ન હતો!
પરણીને પણ એક જ જોયેલું, સહિયારું !
શ્વશુરજી અને મરદો માટે પહેલી તક ને વળી
એની પર પણ સાસુમાનો ડોળો કાયમ!
તાં હું ભરાય રે’વાનું બૈરાં માણહે!
દેખાય કે’ની કામના કોટ?
પછી ………………………………………..પછી તો
સ્વતંત્ર બંગલો, વાહ એટેચ્ડ ટોઈલેટ – બાથરૂમ !
પાંચ-દસ ડગલાંનું જ માંડ અંતર.
હવે તો વિચારવાનો અવકાશ જ અવકાશ જ…….
ક્યારે?
એવણ ઘરે ન હોય ત્યારે જ!
બાકી તો
પડી પટોળે ભાત તે એક જ કે બૈરાંએ હું વિચારવાનું?
ને કેટલો વાર …..!
દીકરો પૂછે, મા બોલ નવું ઘર કેવું બંધાવું?
માનો જવાબ :
એવું જ્યાં અવકાશ મળે અને વિચારી શકાય!
દીકરો ઉવાચ : મા, સિત્તેર વર્ષે પણ આટલી જ ઈચ્છા?
મા ઉવાચ :
હા, મારે પણ એટેચ્ડ ટોઈલેટ સાથે અલાયદો
એક બેડરૂમ જ્યાં રીડિંગ અને રાઈટિંગ સ્પેસ હોય,
ડાઈનિંગટેબલ પર બેસીને લખવાનું ન હોય અને
!?!?!?!?!?!?!?!?!?!?!?!?!?!?!?!?!?!?!?!?
વગરની શાંત જિંદગી હોય……………………
૪/૭/૨૦૨૦
°°°°°°°°°°°°°°°°°°°°°°°
I am very sure that even to conceive such an idea will be open to criticism in India. When millions of people are homeless, this idea could be considered a luxury. But impish as this mind is, a poem has emerged within. How could I reject it? Moreover, it’s only a poem :
An unfulfilled desire!
I am only but a few steps away from my seat and
There occurs a moment to get engrossed in my thoughts!
In a way, it’s a moment to rest,
Here I get the space,
To be alone
And
To be with myself!
If there was no ban on water and
If time permitted,
To enjoy the sprays of a water sprinkler!
Sometimes just at this moment a poem is born
Or the seed for a story is planted.
An opportunity to curse the bitter memories
From the past!
Sometimes a lament; sometimes a reproach,
Sometimes pleasure; sometimes a zeal’
But mostly restlessness for freedom!
But now there is no such talk
That can shake the world!
Only such talk remains:
I: Did you have a good shit?
He: I will feel better if I had a catheter.
How long are you going to be stuck to that phone?
It’s time for breakfast.
I hope there is a hot snack today.
And what will there be in my thali?
Hope something nice.
I: What is nice?
He: Don’t know…
Check my blood pressure
And the sugar level.
Have you remembered to give me my medicines?
Did someone come to take samples of my blood and urine?
Have you asked for repeat prescriptions?
What does the report say?
I: Yes, everything is in order.
Our son speaks:
Ma, you must look after yourself!
I won’t be able to cope with so much.
It’s useless to expect help from my siblings.
It’s not worth meeting them or phoning them!
They will repeat the same story:
Their customary habit of feeling sorry for themselves!
What is it called? Self-pity!
But in case of an emergency, we will be there to see him! [Blah-blah-blah!]
But everything is forgotten.
Occasionally, I do have a space to be with myself…
Where?
In the toilet…
Where I can think!
But alas!
Only if it was for my use only!
From my childhood I have seen that there is
Only one toilet in each home
So there is no way I could sit there and just think!
Even in the in-laws’ home there was a communal one.
Father-in-law and the men folk had the first priority for its use!
And when women used it, mother-in-law’s stern eye
Was followed with a string of these words on her tongue:
Why should women spend so much time in there
when tons of household chores remain to be done?
Then………….then
An independent bungalow of our own
A bedroom with ensuite bathroom/toilet
Only a few steps away.
Now I have all the space available to think!
But when?
Only when he is not at home.
Otherwise…
It’s like a repeated print on a sari:
What do women have to think about?
And for how long…!
The son asked me,
Ma, what sort of house shall I build for you?
I reply:
Where I have space to think!
The son says:
Ma, only this wish even at the age of 70?
Ma says:
Yes son, I want a separate bedroom with ensuite bathroom/toilet
A bedroom which has space for me to read and write
As a dining table is not for writing and
Where there is peace in my life without
!?!?!?!?!?!?!?
A Gujarati poem ATRUPT ZANKHANA by Bkula Ghaswala-Desai Translated by Bhadra Vadgama
19/08/2020