Opinion Magazine
Number of visits: 9449087
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધન-ધાન્ય-ફૂલે લચકેલી … મુજ માતૃભૂમિ લહેરાય

જયંત મેઘાણી|Opinion - Opinion|23 July 2020

વર્ષાભીંજી સવારે એક બંગાળી ગીતના શ્રવણમાં હું લીન થતો ગયો. ‘યુટ્યુબ’ પર જેનાં અનેક ગાન છે એ ‘આમાર જન્મભૂમિ’ના સંગમાં હતો. ગીતના ભાવ અને સૂર અંતરને સ્પર્શે એમાં બંગાળી ભાષાનું અજ્ઞાન અંતરાય નહોતું, બેશક નહોતું. થોડા દિવસ પહેલાં એ ગીતનાં બે ‘વર્ઝન’ ‘ફેસબૂક’ પર મૂકેલાં – એમ માનીને કે આ તો રવીન્દ્રનાથનું ગીત. એક મિત્રે જિજ્ઞાસા બતાવી : આનું ભાષાંતર? ‘આમાર જન્મભૂમિ’ એ અતિ પરિચિત ધ્રુવપંક્તિએ સગડ આપ્યા કે રવીન્દ્રનાથના નહીં પણ એમના સમકાલીન કવિ દ્વિજેન્દ્રલાલ રાયના આ ગીતનો અનુવાદ તો બાપુજીએ કરેલો છે : ‘સ્વપ્ન થકી સરજેલી’.

અને આ દિવસો દરમિયાન આ બંગાળી ગીત ચિત્તે ને કર્ણે ઘૂંટાતું આવ્યું. એ પંક્તિઓ ગવાતી જતી હતી ને મારી દીવાલો તેના પડઘા પાડતી રહી, મને સાવ નિરાળા ભાવજગતમાં તાણતી ગઈ. રવીન્દ્રનાથ, નજરુલ, અને દ્વિજેન્દ્રલાલ, બંગાળના એ ત્રણ લાડીલા કવિઓએ લગભગ સમકાલે બંગ સંસ્કૃતિને પોતાનાં ગીતોથી તરબોળ કરી હતી. ત્રણેય ગાયકો, પોતાની રચનાઓના ઢાળના પોતે જ નિર્માતા. ત્રણેયનાં ગીતો થકી બંગાળનો એક આખો યુગ ગાન-સંપન્ન બન્યો. રવીન્દ્ર-સંગીત ઉદ્‌ભવ્યું, તેમ નજરુલ-ગીતિ ખ્યાત બની, અને દ્વિજેન્દ્ર-ગીતિ પણ બંગ પ્રજાના કંઠની લાડીલી બની. 1905માં બંગભંગના લોકજુવાળે એક નવો મિજાજ ધારણ કર્યો. પરિણામે જે રાષ્ટ્રગાન દ્વિજેન્દ્રલાલની કલમમાંથી પ્રગટ્યાં તેમાં આ ‘આમાર જન્મભૂમિ’ અમર બન્યું. આજે એકસો વરસ પછી પણ બંગાળ અને બાંગ્લાદેશના લોકોને એનું ઘેલું છે.  બંગાળી પ્રજાનું એ સંસ્કૃતિ-ગાન છે.

રવીન્દ્રનાથ ટાગોર  –  દ્વિજેન્દ્રલાલ રાય   –  કાઝી નજરુલ ઈસ્લામ

યુટ્યુબ તો તેનાં ઘણાં ‘વર્ઝન’ રજૂ કરે છે, પણ અહીં મૂકવા માટે ત્રણ ગાન પસંદ કર્યાં છે. બંગાળી ભાષા ન જાણનાર પણ આ ગીતોના સ્વરહિલ્લોલને આસ્વાદી શકશે. એક ગીત એમોન ચક્રવર્તી અને સાથીદારોનું ગાયેલું અગાઉ મૂકેલું, આજે ફરીવાર મૂક્યું છે. કંઠ અને ભાવની ઉત્કટતા અભિવ્યક્તિનાં ગુંબજ કેવા ગજાવે છે તેનું આ એક ઉદાહરણ છે. ગાન અરધે પહોંચે છે ત્યારે ગાયિકાના આમંત્રણે પ્રેક્ષકોના હજાર કંઠ એમાં સૂર પુરાવે છે, અને ગાનના પ્રાણ-છલકતા આરોહ-અવરોહના પ્રતિઘોષ એ સભાભવનમાં ચોમેર વ્યાપી વળે છે તેના રોમાંચ તમે અને હું માત્ર શ્રવણથી પણ પામીએ છીએ. ઊઘડતી પંક્તિ ‘ધન ધાન્ય પુષ્પભરા, આમાદેર એઈ વસુંધરા’  – ગુજરાતી અનુવાદમાં ‘ધન-ધાન્ય-ફૂલે લચકેલી … મુજ માતૃભૂમિ લહેરાય’ – એના ગુંજન કર્ણે ભરીને મારો એ વર્ષાભીનો દિવસ સ્નિગ્ધ બન્યો. સુયોગ તો કેવો રચાયો : એ જ દિવસે, 19 જુલાઇએ, દ્વિજેન્દ્ર-જયંતી હતી!

એમોન ચક્રવર્તી :

https://www.facebook.com/gangoppo01/videos/2713265328997497/UzpfSTExNDc1Mjc4NjE6MTAyMjI1MDU5ODk3NzU2NTU/?epa=SEARCH_BOX

બીજા એક રેકૉર્ડીંગમાં ભારત અને બાંગ્લાદેશનાં ચુનંદા ગાયકો સહિયારા સૂરનો સંપુટ રચે છે :   

https://www.youtube.com/watch?v=15iU7TWALRw&list=RD15iU7TWALRw&index=1

ત્રીજામાં સૌરેન્દ્ર સૌમ્યજિત નામે ગાયક ‘વંદે માતરમ્‌’ની ઊઘડતી પંક્તિ સાથે ‘આમાર જન્મભૂમિ’ની સૂરાવલિની અદ્‌ભુત ગૂંથણી કરીને પ્રેક્ષકોને ડોલાવે છે.

https://www.youtube.com/watch?v=WPWRs9hhkzc

હા, આ બંગાળી ‘આમાર જન્મભૂમિ’ એ જ મેઘાણીનું ગીત ‘સ્વપ્ન થકી સરજેલી’. ત્રણેય બંગાળી કવિઓની માફક ગુજરાતી કવિ પણ પોતાનાં ગીતોની સ્વર-રચના ખુદ કરતા અને ગાતા, પણ આ ‘સ્વપ્ન થકી સરજેલી’ એમણે ક્યાં ય ગાયું હોવાનો ઉલ્લેખ નથી. હવે કોઇ અમર ભટ્ટ ગુજરાતી ગીતમાં પણ સ્વર સીંચશે એવી આશાભરી કલ્પના સ્ફુરે છે. દ્વિજેન્દ્રલાલ વિશે એક લેખ ઘણાં વરસ પહેલાં ઝવેરચંદ મેઘાણીએ લખેલો : ‘રાષ્ટ્રગાનનો ગાયક’. એ જિજ્ઞાસુઓ માટે ગ્રંથસ્થ છે. (‘પરિભ્રમણ’ : નવસંસ્કરણ, ખંડ 2, પા. 27-58.)

ગુજરાતી અનુવાદ :

સ્વપ્ન થકી સરજેલી

      ધન–ધાન્ય–ફૂલે લચકેલી
    આ વસુધાના પટમાંય,
    
કો સ્વપ્ન થકી સરજેલી
    મુજ જન્મભૂમિ લહેરાય:
નવખંડ ધરા પર ભમો – નથી આ ભોમ સમોવડ કોઈ:
સહુ દેશ તણી મહારાણી મુજ માભૂમિ તુલ્ય કો ન્હોય.
    
કહો ક્યાં બીજે દીઠેલી
    આ મેઘ તણી કાળાશ?
    –
આ નભમંડલની કાન્તિ?
    –
આ વીજ તણા અજવાસ?
અહીં પંખી તણા સ્વર સુણી પોઢવું, સુણી જાગવું હોય,
સહુ દેશ તણી મહારાણી મુજ માભૂમિ તુલ્ય કો ન્હોય.
    
કહો ક્યાં બીજે દીઠેલાં
    નદીઓનાં નિર્મલ વ્હેણ?
    –
આ પહાડો ધુમ્મસઘેરા?
    –
આ હરિયાળાં મેદાન?
ભરચક ખેતર પર લહર લહન્તા પવન અન્ય ક્યાં હોય,
સહુ દેશ તણી મહારાણી મુજ માભૂમિ તુલ્ય કો ન્હોય.
    
અહીં તરુતરુએ ફૂલ હીંચે,
    
વન વન પંખીડાં ગાય;
    
અહીં મધુકર મદભર ગુંજે
    પુંજે પુંજે લહેરાય:
મધુ પી પુષ્પો પર ઢળી પોઢતા અન્ય ક્યહાં એ હોય?
સહુ દેશ તણી મહારાણી મુજ માભૂમિ તુલ્ય કો ન્હોય.
    
તુજ સમ નથી ક્યાંય જગતમાં
    પ્રિયજનના આ વિધ પ્રેમ;
    
તુજ ચરણો ચાંપી હૃદયમાં
    જીવવાની હરદમ નેમ:
હું જનમ જનમ અહીં મરું–અવતરું – મુક્તિ અન્ય ક્યાં હોય?
સહુ દેશ તણી મહારાણી મુજ માભૂમિ તુલ્ય કો ન્હોય.

 

402 'SATTVA', near GREEN PARK, PHULVADI BHAVNAGAR 364 002 (GUJARAT)

 

••••••••

 

કવિ દ્રિજેન્દ્રલાલ રાયનું મૂળ બાંગલા કાવ્ય, બાંગલા લિપિમાં પ્રસ્તુત :

 

ধনধান্য পুষ্প ভরা আমাদের এই বসুন্ধরা
তাহার মাঝে আছে দেশ এক সকল দেশের সেরা
ও সে স্বপ্ন দিয়ে তৈরি সে দেশ স্মৃতি দিয়ে ঘেরা
এমন দেশটি কোথাও খুঁজে পাবে নাকো তুমি
ও সে সকল দেশের রাণী সে যে আমার জন্মভূমি
সে যে আমার জন্মভূমি, সে যে আমার জন্মভূমি।

চন্দ্র সূর্য গ্রহতারা,
কোথায় উজল এমন ধারা
কোথায় এমন খেলে তড়িৎ এমন কালো মেঘে
তার পাখির ডাকে ঘুমিয়ে উঠি পাখির ডাকে জেগে।

এত স্নিগ্ধ নদী কাহার,
কোথায় এমন ধুম্র পাহাড়
কোথায় এমন হরিত ক্ষেত্র আকাশ তলে মেশে
এমন ধানের উপর ঢেউ খেলে যায়
বাতাস কাহার দেশে।

পুষ্পে পুষ্পে ভরা শাখি কুঞ্জে কুঞ্জে গাহে পাখি
গুঞ্জরিয়া আসে অলি পুঞ্জে পুঞ্জে ধেয়ে
তারা ফুলের ওপর ঘুমিয়ে পড়ে ফুলের মধু খেয়ে।

ভায়ের মায়ের এত স্নেহ,
কোথায় গেলে পাবে কেহ
ওমা তোমার চরণ দুটি বক্ষে আমার ধরি
আমার এই দেশেতে জন্ম যেন এই দেশেতে মরি।

આ કાવ્યનો રોમન લિપિમાં પાઠાંતર :

Dhono Dhanno Pushpe Bhora ♪

Dhono dhanne pushpe bhora amader ei boshundhora
Tahar majhe achhe desh ek shokol desher shera
O shey shopno diye toiri she je sriti diye ghera
Emon deshti kothao khuje pabe nako tumi
Shokol desher raani shey je amar jonmobhumi
Shey je amar jonmobhumi, shey je amar jonmobhumi

Pushpe pushpe bhora shakhi, kunje kunje gahe pakhi
Gunjoriya ashe oli, punje punje dheye,
Tara phooler opor ghumiye pore phooler modhu kheye
Emon deshti…

Bhayer mayer eto sneho, kothai gele pabe keho
O maa tomar choron duti bokkhe amar dhori
Amar ei deshe te jonmo jeno ei deshe te mori
Emon deshti.

Loading

23 July 2020 admin
← છવિ ….
આ મુશ્કેલ સમયમાં (32) →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved