જેમ નીરવ સિંધુના મોજાંને વીફરતાં
વાર નથી લાગતી ટોળાંને વીફરતા
રાતું અગર આવે કોઈ કાપડું સામે
વાર નથી લાગતી ગોધાને વીફરતા
ધાર્યા મુજબ થાય નહીં એનું જો ઘરમાં
વાર નથી લાગતી ડોસાને વીફરતા
કાન જરી ચૂકી જતા મૌનની ભાષા
વાર નથી લાગતી મોઢાને વીફરતા
બેસી રહે સાચું તો ગમ ખાઈને કિંચિત
વાર નથી લાગતી ખોટાને વીફરતા
9/6/20
e.mail : spancham@yahoo.com