અંત ગરીબાઈનો ક્યાં આવે છે
પીડાના ઝાંઝર રોજ નચાવે છે
બળબળતા રસ્તાને ઠંડો કરવા
પગના તળિયા લોહી રેલાવે છે.
દૂર રહો નહિતર સળગાવી દેશે
લોકો માચીસ બનીને આવે છે
કાળી છે કે ગોરી જોવી છે પણ
પીડાજી ક્યાં ઘૂંઘટ ઊઠાવે છે
બૂઝાવી દીધો જે દીવાને તે
એ દીવો અંધારું પેટાવે છે