આપણે ઉધેડી શકીએ
પણ ચામડી બનાવી ના શકીએ
માંસ ખવાય ખરું
પણ બનાવાય નહીં
ખોખરાં કરી શકાય
પણ હાડકાં બને નહીં
એકાદ બોટલ અપાય
પણ લોહી કોઈ બનાવી ના શકે
જીવ લઈ શકાય
પણ કોઈનો શ્વાસ બને નહીં
જે કોઈથી બને એમ નથી
તે બધું જ મા બનાવે છે …
0
e.mail : ravindra21111946@gmail.com