Opinion Magazine
Number of visits: 9546116
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ક્રિસ્ટમસ મહિમા

પ્રવીણ પટેલ ‘શશી’|Opinion - Opinion|22 December 2013

ઇસુ, ઇસા મસીહ, કે Jesus Christ(હિબ્રુ: યેશુઆ)ને ખ્રિસ્તી ધર્મના સ્થાપક માનવામાં આવે છે. ખ્રિસ્તી લોકો તેમને પરમ પિતા પરમેશ્વરનો પુત્ર માને છે. ઇસુના જીવન સંબધિત માહિતી અને તેમના ઉપદેશો બાઇબલના નવા કરાર(મથ્થી, લુક, યોહન્ના, અને માર્ક)માં જોવા મળે છે.

જન્મ

કહેવાય છે કે ઇસુનો જન્મ ઇ.સ. પૂર્વે બે સદીમાં ઇઝરાયેલના નાઝરેથ પ્રાંતના બેથલેહેમ ગામમાં ખૂબ જ પ્રતિકૂળ પરિસ્થિતિમાં થયો હતો. તેમની માતાનું નામ મરિયમ હતું, અને ઇસુના જન્મ સમયે તેઓ કુંવારાં હતાં (ફક્ત નામ ખાતર તેમનું લગ્ન યુસૂફ સાથે થયું હતું). બાઇબલ અનુસાર મરિયમને ઇશ્વર તરફથી સંદેશો મળ્યો હતો કે તેમના ગર્ભથી ઇશ્વર પુત્ર તરીકે જન્મ લેશે. યહૂદી ધર્મના ધાર્મિક આગેવાનો દ્વારા સદીઓ પહેલાં ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે એક ઉધ્ધારક કે મુક્તિદાતા આવશે. જન્મજાત ઇસુ, પણ તેમનો પરિવાર યહૂદી.

જન્મ અને બાળપણ

પોણા બે હજાર વર્ષ પહેલાંની વાત છે. પેલેસ્ટાઇનમાં તે સમયે હેરોદ રાજાનું શાસન હતું. સમ્રાટ ઓગસ્ટસના આદેશથી રોમમાં વસ્તીગણતરી થઈ રહી હતી, તેથી તેમાં ભાગ લેવા યુસૂફ નામનો યહૂદી સુથાર નાઝરેથ નગરથી બેથલેહેમ તરફ રવાના થયો, ત્યાં જ તેમની પત્ની મરિયમનાં ગર્ભથી ઇસુનો જન્મ  થયો.

થયું એવું કે ખૂબ જ ભીડ હોવાથી તેમને કોઈ ધર્મશાળામાં રહેવાની જગ્યા મળી નહીં, તેથી તેઓ કપડાંમાં બાળકને લપેટીને પશુઓની ગભાણમાં રહ્યાં. આઠમા દિવસે તેનું નામ ઇસુ કે ઇસા પાડવામાં આવ્યું. ત્યાર બાદ યુસૂફ અને મરિયમ બાળકને લઈને યરુશાલેમ ગયાં. તે સમયમાં એવી પ્રથા હતી કે માતા-પિતા તેમના મોટા દીકરાને મંદિરમાં લઈ જઈ ઇશ્વરને અર્પીત કરે. તેમણે પણ આજ રીતે ઇસુને અર્પીત કરી દીધા. ઇસુ હવે મોટા થવા લાગ્યા હતા, મરિયમ અને યુસૂફ દર વર્ષે યરુશાલેમ જતા, ઇસુ પણ તેમની સાથે જતા. ઇસુ જ્યારે ૧૨ વર્ષના હતા, ત્યારે તેઓ યરુશાલેમ રોકાઈને પૂજારીઓ સાથે જ્ઞાનની ચર્ચા કરતા, સત્યને પામવાની વૃત્તિ તેમનામાં બાળપણથી હતી. કિશોર તરીકે ઇસુએ મંદિરની મુલાકાત લીધા પછી, લગભગ ૧૮ વર્ષ વહી ગયા હતાં. તેમના આ જીવન વિષે ઘણી ઓછી માહિતી મળે છે. કદાચ તેમણે નાઝરેથ નગરમાં તેમના પિતા યુસૂફ સાથે સુથારીકામ કર્યું હશે. પણ, માહિતી પ્રમાણે ઇસુએ નાઝરેથ છોડ્યું ત્યારે તે ૩૦ વર્ષના હતા.

ઇસુનું બાપ્તીસ્મા અને ઉપદેશો

ઇસુ જ્યારે ૩૦ વર્ષના થયા, ત્યારે એક દિવસ તેમણે સાંભળ્યું કે પાસેની યર્દન નદીના કિનારે એક પ્રભુનો સેવક રહે છે. તેમનું નામ યોહાન હતું, ઘણા લોકો તેમનો ઉપદેશ સાંભળવા આવતા અને પોતાના પાપોની ક્ષમા માંગીને યર્દન નદીમાં ડૂબકી લગાવી બાપ્તીસ્મા (ધાર્મીક વિધિ) લેતા, ઇસુ પણ તેમની પાસે બાપ્તીસ્મા લેવા ગયા.

ઇસુએ જ્યારે બાપ્તીસ્મા લીધું, ત્યારે એક સફેદ કબૂતર આવીને તેમના પર બેઠું જે ઇશ્વરનો સંકેત હતો કે આ એ જ વ્યકિત છે જેની ભવિષ્યવાણી અગાઉ થતી હતી.

ઇસુ એક ઉત્તમ શિક્ષક હતા. તે ચાહતા હતા કે લોકો વિચાર કરે. પ્રતિદિનના જીવનની વાતો લઇને તેમાંથી તેઓ ઉદાહરણ આપતા. એકવાર ઇસુ તેમના અનુયાયીઓ સાથે એક પર્વત પર બેઠા હતા. તેમણે ત્યાં સુંદર પ્રવચન આપ્યું જે ‘ગિરિ પ્રવચન’ તરીકે ઓળખાય છે.

ઉપદેશ

સારા સમાચાર : પરમાત્માનું જગતમાં અવતરણ થયું છે. ઈશ્વર તમને ચાહે છે, અને તે તમારી સાથે છે. જે તેનુ શરણું લે તેનું તે કલ્યાણ કરે. યાચો તો ભૂલ માટે તે માફી બક્ષે. એકબીજાંને પ્રેમ કરો. ઇશુના આદેશ ને ઉપદેશનો જે ગ્રંથ તે બાયબલ.

ક્રિસ્ટમસ

ક્રિસ્ટમસ ઇશુના જન્મ દિવસની ખુશાલીનો તહેવાર છે. ઇશુ કાતિલ વિન્ટરમાં જન્મેલા. એવું કહેવાય છે કે તેમના જન્મ ટાણે દુનિયાના બધાં વૃક્ષોએ પોતાના પર જામેલો બરફ ખંખેરી નાખ્યો હતો.

ઇશુને જ્યાં દફનાવાયા હતા તે ગુફામાં બે દિવસ બાદ કશું જ ન હતું. એવા પણ દાખલા મળ્યા કે ઘણાંને તે અતાંતરે દેખાયા. માન્યતા એવી છે કે ઇશુ જિવિત છે !

‘Ever Green Tree’, સદા લીલાં, માટે તે જીવનનાં પ્રતીક મનાયાં. ફર, પાઇન, સ્પ્રૂસ, સીડર, બાલસમ આદિ બારેમાસ લીલાં રહેતાં શંકુઆકારી વૃક્ષો છે. આપણે ત્યાં, ભારતમાં, આ ચીડ, દેવદાર અને ગંધતરૂ તરીકે જાણીતાં છે. ઇશુ જિવિત, અને આ શંકુઆકારી વૃક્ષો પણ સદાં લીલાં, આમ એ બેનો સમન્વય, ક્રિસ્ટમસ તહેવારમાં પ્રયોજાયો.

‘Ever Green Tree’ જર્મનીમાં ‘PARADISE TREE’ કહેવાય છે. ‘ફીસ્ટ ઓફ આદમ એન્ડ ઇવનો’નો ધાર્મિક ઉત્સવ ત્યાં એક સમયે ૨૪મી ડિસેમ્બરે ઉજવાતો. પેરડાઇઝ ટ્રીની ડાળખીઓ ઉપર એપલ લટકાવી આ દિવસે જૂલુસ કાઢવામાં આવતું. ત્રિશંકુ આકારે ઘરોમાં પછી ડાળીઓ ગોઠવી લોકો તેને શણગારતા. શરૂમાં કાતરી અને પછી કૂકી અને કેન્ડલ ઉપયોગમાં લેવાતાં. ક્રાઇસ્ટના પ્રતીક રૂપે આ બધું થતું, અને પછી તે એક પ્રથા બની.

બ્રિટનમાં મહારાણી વિક્ટોરિયાનું લગ્ન જર્મનીના રાજા એડવર્ડ સાથે થયું. આ પછી ‘ક્રિસ્ટમસ ટ્રી’નો આયામ બ્રિટનમાં થયો. જ્યાં જ્યાં બ્રિટનનાં સંસ્થાનો દુનિયામાં થયાં ત્યાં ત્યાં સમયકાળે ક્રિસ્ટમસનું પ્રવર્તન થયું. ખ્રિસ્તી ધર્મના આસ્તિકો આજે  દુનિયામાં સૌથી વિશેષ છે.

સાન્તા ક્લોસ

સાન્તા ક્લોસનું મૂળ મન્ક નિકોલાસમાં મળે છે. તેઓ ૨૮૦ A.D.માં પાતરા મુકામે, જે ટર્કીના હાલના માયરા પાસે છે, ત્યાં જન્મેલા. તેઓ માયાળુ અને ધર્મનિષ્ઠ હતા. પોતાને મળેલા વારસની સઘળી મિલકત તેમણે સેવા અર્થે વાપરેલી. તેઓ ગામેગામ ફરતા. માંદા અને ગરીબોને તે હર પ્રકારની મદદ કરતા. એમનો એક કિસ્સો યાદ કરવા જેવો હતો. ગરીબ પિતાની મજબૂરીને કારણે તેની ત્રણ સગીર દીકરીઓને પરાણે ગુલામ અને વેશ્યાઓ બનાવવામાં આવી રહી હતી. મન્કને ખબર પડી, તેમણે પેલા માણસને પૈસા આપ્યા, જેથી તે એની દીકરીઓને પરણાવી શકે. બાળકો અને ખલાસીઓ માટેનાં કલ્યાણમયી સેવાકામો માટે તેઓ મુલકમાં સારા એવા પંકાયેલા.  સેઇન્ટ નિકોલસ, ડચમાં સિન્ત નિકોલસ, સમયકાળે અપભ્રંશ થતાં સેઇન્ટ/સિન્ત શબ્દ ‘સાન્તા’ બન્યો, અને નિકોલસમાંથી ‘નિ’ ગયો અને બાકીનો ‘કોલસ’ પછી ‘ક્લોસ’ થયો. આમ ‘સાન્તા ક્લોસ’ શબ્દનો ઉદ્ભવ થયો.

વાર્તાકારોએ ‘સાન્તા ક્લોસ’ તથ્યને કલ્પનનો વાઘો પહેરાવ્યો જે દંતકથાઓ બાળકોની પ્રિય બની. તે ધ્રુવ પ્રદેશમાં રહે છે, રેન્ડિયરો જોડેલી સ્લેજમાં ક્રિસ્ટમસ ટાણે આવે છે, અને ભેટસોગાદો લાવે છે, આ બધું ગમે તેવું છે. પણ, એક વાત સાચી છે તે એ કે ઇશ્વરમાં શ્રદ્ધા હોય તો તે અવશ્ય મનોકામના પૂરી કરે.

°°°°° 

બે ક્રિસ્ટમસ સંલગ્ન વાર્તાઓ :

ગોલ્ડન રેપિંગ પેપર

બે છેડા ભેગા કરવાનું કામ કોઈ પણ માણસ માટે આજકાલ કપરૂં બન્યું છે. આવો એક માણસ હતો જે કટુંબને બે ટંક સરખું ખાવાનું મળે તે કાજે રાતદિવસ એક કરતો હતો. આમાં પણ જ્યારે કોઈ તહેવાર આવે ત્યારે તો એની ચિંતા ખાસ વધી જતી હતી.

કિસ્ટમસના થોડા દિવસ પહેલાં એણે પોતાની પાંચ વર્ષની દીકરીને બરાબરની તતડાવી અને શિક્ષા કરી. આનું કારણ એ કે તેણે એક માત્ર બચેલા કિમતી સોનેરી રેપિંગ પેપરના રોલને વાપરી કાઢ્યો.

પૈસાની સારી એવી ખેંચ હતી. તેમાં એણે જોયું કે તેની દીકરીએ પેલો આખો મોંઘો પેપર એક નાનાં બોક્સને વીંટવામાં અને શણગારવામાં કર્યો હતો. નાતાલની આગલી સાંજે દીકરીએ તે બોક્સ ક્રિસ્ટમસ ટ્રી નીચે મૂક્યું. બાપને બરાબરનો ગુસ્સો આવ્યો પણ ટાણું જોઈ તે સમસમી રહ્યો. છતાં, તેના મનમાં એક પ્રશ્ર્ન તો ઊભો થયો જ કે બોક્સની ગિફ્ટ કાજે દીકરી પૈસા ક્યાથી લાવી ?

બીજી સવારે, નાતાલના દિવસે, દીકરી બાપ પાસે આવી અને ખુશી સાથે પેલું બોક્સ આપ્યું, બાપા, આ તમારા માટે, મેરિ ક્રિસ્ટમસ. અગાઉ દીકરીને ટપારવા માટે બાપને અફસોસ થયો. પરંતુ, જ્યારે એણે બોક્સ ખોલ્યું અને અંદર કશું જ ના જોતાં તે બરાબરનો ઊકળી બેઠો. દીકરીને ઠપકો આપતાં તે બોલ્યો, નાસમજ તને એટલી પણ ખબર નથી કે જ્યારે કોઈને ભેટ અપાય ત્યારે બોક્સમાં કશુંક તો હોવું જોઇએ ?

દીકરી શિયાવિયા થઈ. તેની આંશમાં આંસુ આવ્યાં. ધીમેથી તે બોલી, ‘ડેડી, તે ખાલી નથી. તે ભરાયું ત્યાં સુધી મેં પ્રેમથી જતને અંદર મારી કિસ/બચીઓ મૂકી છે.’

પિતાએ શરમિંદી અનુભવી. નીચે નમી એણે દીકરીને વ્હાલથી ચૂમી લીધી અને તેના પર અકારણ ગુસ્સે થવા બદલ માફી પણ માંગી.

આ પછી થોડા સમયમાં બાળકી એક અકસ્માતમાં ગુજરી ગઈ. કહેવાય છે કે બાપે જિંદગી પર્યંત પેલું બોક્સ પોતાના પોતાના બિછાના પાસે રાખ્યું. જ્યારે પણ નિરાશા વ્યાપે કે કોઇ સમસ્યા ખડી થાય ત્યારે તે બોક્સ ખોલતો, અને દીકરીની કલ્પિત પ્રેમાળ કિસ/બચીઓની હૂંફ મહેસૂસ કરતો.

સાર એ કે આપણ સહુને આપણાં બાળકો, મિત્રગણ, કુટુંબીજનો અને ઇશ્વર તરફથી તેમનાં બિનશરતી વહાલ અને ચૂમીઓનું અદ્દશ્ય સુવર્ણ બોક્સ આપેલું છે. આનાથી સવિશેષ અમૂલ્ય બીજો ખજાનો હોઈ પણ ના શકે. આટલું જાણો, સમજો અને અનુભવો. આનું નામ જ ક્રિસ્ટમસ જોય. મેરિ ક્રિસ્ટમસ.

વ્હાઇટ ક્રિસ્ટમસ એનવલપ

‘ક્રિસ્ટમસ’ ટ્રીની ડાળખીઓ વચ્ચે એક નાનું સફેદ કવર જોવા મળ્યું. ના નામ , નામ પતા, કવર પર કશું જ લખાણ નહીં ! છેલ્લા દસ દિવસથી એ ત્યાં દ્દશ્યમાન હતું.

આનું કારણ એ કે પતિ માઇકને ‘ક્રિસ્ટમસ’ માટે ચીડ હતી. ‘ક્રિસ્ટમસ’ની મહિમાથી તે જ્ઞાત હતો, પરંતુ જે રીતે એનું વ્યવહારિક અને વ્યવસાયિક પ્રવર્તન થયું તે પ્રત્યે એને રોષ હતો. ગજા બહારનો ખર્ચો અને છેલ્લી મિનિટની ફિજૂલ દોડાદોડી; જેમ કે અન્કલ હૅરી માટે ટાઇ લાવવાની કે ગ્રાન્ડ મધર માટે ગરમ મફલર લાવવાનું, અને આ બધું ગમે તે માટે નહીં, પરંતુ કરવું પડે તે કાજે, અને ઘણી વખતે તો પસંદગીનો અવકાશ કે ફાજલ સમય પણ ના હોય !

માઇકનાં મનમાનસથી પરિચિત લૂસીએ આ વખતે રાબેતા મુજબ એના માટે ખમીસ, સ્વેટર, ટાઇ અને એવી બીજી ભેટ લાવવાનું મૌકુફ રાખ્યું અને કંઇક નવું કરવાનું વિચાર્યું.  આમ કરવાની પ્રેરણા તેને આ રીતે મળી.

માઇકને બાળકો વહાલાં હતાં, અરે ! તે તો છોકરાઓને ફૂટબોલ, વૉલિબોલ અને બીજી રમતગમતો પણ શીખવતો.

એમનો બાર વર્ષનો  દીકરો કેવિન સ્કૂલની રેસલિંગ ટીમમાં હતો. ટિમના બધા સભ્યો પાસે રેસલિંગ સાનુકૂળ સુરક્ષા હેમલેટ, યુનિફોર્મ અને સ્નિકર હતા. ક્રિસ્ટમસ પહેલાં ચર્ચના છોકરાઓ સાથે તેમની હરીફાઇ ગોઠવાઈ. કૌટુંબિક મંદ આર્થિક પરિસ્થિતિ કારણે તે બિચારા પાસે વ્યવસ્થિત કશું જ ન હતું. તેમના ભાગ્યે નિશ્ર્ચિત હાર જ લખાઈ હતી. માઇક વારંવાર વદતો રહ્યો, તેમની પાસે સંભવિત શક્તિ છે, પણ પૂરતાં સાધનો નથી, હારથી તેઓ હૃદય ભગ્ન જ થવાના. કેવિન ઉદાસ થયો, તેને થયું કે કમસે કમ એકાદ તો સામા પક્ષમાંથી કોઇ જીતે. અમે બધાંએ સામા પક્ષને બરાબરનું પ્રોત્સાહન આપ્યું. લૂસીના દિમાગમાં અહીં એક ઝબકારો થયો. શો ?, તો માઇકને વિશિષ્ટ ભેટ આપી ખુશ કરવાનો.

તે બપોરે લૂસી સ્પોર્ટિગ સામનની દુકાનમાં ગઈ અને રેસલિંગ કાજેનાં કેટલાક સુરક્ષા સાધનો ખરીદી મોકલનારનાં નામ વગર ચર્ચમાં મોકલી આપ્યા. ક્રિસ્ટમસ ઇવની સાંજે, તેણે શું કર્યું ?, તે લખી, એનવેલપમાં રાખી, ‘ક્રિસ્ટમસ’ ટ્રીની ડાળખીઓ વચ્ચે રાખી મૂકી દીધું. આ તે લૂસીની માઇક માટેની ગિફ્ટ. આ થકી માઇક ઘણો જ ખુશ થયો. પછીના વર્ષોમાં લૂસીનો આ દસ્તૂર બન્યો. એનવલપ ખૂલે, જરૂરતમંદને સહાયભેટની જાણકારી સાંપડે, અને માઇકના ચહેરા પર આનંદ વ્યાપે. જરૂરતમંદ તો બધાં છે. પરંતુ પોતાનીથી કમનસીબાં પણ ઘણાં છે. આવાંને સહાય, તે પણ ક્રિસ્ટમસનું એક તાત્પર્ય.

લૂસી અને માઇકને બીજા બે છોકરા થયા. દર વર્ષે સર્વને ઇન્તેજારી, ચાર જણા રાહ જોતા ટ્રી પાસે ખડા જ હોય, પેલું એનવલપ ખૂલે, માંદાં, અપંગ કે કમજોરને સહાયની જાણકારી સાંપંડે, કોઇને કામ આવ્યોનો સર્વમાં આનંદ વ્યાપે. CARE & SHARE, આ પણ ક્રિસ્ટમસનો ઉદ્દેશ.

કાળનું કરવું, કેન્સર બિમારીમાં માઇકનું અવસાન થયું. સામે આવતા ક્રિસ્ટમસ તહેવારોમાં લૂસીને આ વર્ષે માઇકની ખોટ સાલી. તેના વગરની આ પહેલી ક્રિસ્ટમસ હતી. યથાવત તેણે પોતાનું એનવલપ ક્રિસ્ટમસ ઇવને દિવસે ટ્રી પણ રાખી દીધું. બીજા દિવસે ત્યાં એક નહીં પણ ચાર એનવલપ હતાં. ભવિષ્યમાં વસ્તાર વધવાનો અને અહીં બીજાં એનવલપો મૂકાવાનાં. માઇકના આત્માને તો ચેન, પણ બીજાંને પણ સુખચેન. ખુદના આનંદનો વ્યાપ વધારવો, તે સહી ક્રિસ્ટમસ.

નોંધ : આ વાર્તાને લેખક નાન્સી ગાવિન છે.

e.mail : pcpatelxshashi@aol.com

Loading

22 December 2013 admin
← A post-poll ally
આ અબ લૌટ ચલે →

Search by

Opinion

  • આખા ગુજરાતમાં દારુ-જુગારના અડ્ડા કેમ સંકેલાઈ ગયા હતા?
  • સવાલ પૂછનાર નહીં, જવાબ નહીં આપનારા દેશદ્રોહી છે
  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • કાન્તનું મંથન : ધર્મ, કવિતા અને સત્યની અનંત ખોજ
  • નફરત એ રાજકીય હિન્દુત્વનો શ્વાસ છે !

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો
  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved