Opinion Magazine
Number of visits: 9446885
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દક્ષિણ અાફ્રિકાના મુક્તિ રાહબર મડીબાની વિદાય વેળાએ

ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી|Opinion - Opinion|22 December 2013

ગાંધીજીના એક બીજા અને સાચા વારસદાર અને ગાંધીમૂલ્યોના રખેવાળ, દક્ષિણ અાફ્રિકાના મુક્તિ રાહબર, 95 વર્ષીય નેલસન માંડેલાને પ્રભુએ પોતાની ગોદમાં ગુરુવાર, 05 ડિસેમ્બર 2013ના દિવસે બોલાવી લીધા. વિશ્વ સમાજ એ મહાન અાત્માની ખોટ અનુભવી રહ્યો છે. વિશ્વ વધુ ગરીબ બન્યું છે.

એ મહામાનવને યાદ કરવા, એમના જીવન-કવન અને વારસાને અંજલી અાપવા 10 ડિસેમ્બરે, મંગળવારના દિવસે, એક વિરાટ પ્રાર્થના સભા જહોનિસબર્ગ મહાનગર પાસેના સૉવેટૉ ઉપનગર માંહે મોટા ફૂટબૉલ સ્ટેિડયમમાં રાખવામાં અાવી હતી. હજારોની સંખ્યામાં, ભર વરસાદે બીંજાતા ભીંજાતા દેશબાંધવો ઊમટી પડ્યા હતા. એમની સાથે જોડાયા હતા, મોટી સંખ્યામાં, 60-70 દેશોના પ્રતિનિધિઅો – વડા પ્રધાનો – રાષ્ટૃપતિઅો અને સંગીત, સીને જગતની વિવિધ હસ્તીઅો. અંજલી અાપનારાઅોમાં મુખ્ય હતા અમેરિકી રાષ્ટૃપ્રમુખ બરાક અોબામા. એમના શબ્દોએ ઘણાને અશ્રુભીના કર્યા. રાજકીય નેતાઅો, ખાસ કરીને, અાફ્રિકી રાજનેતાઅો મડીબાના રાહ પર ચાલે અને એમના વારસાને દીપાવે, અાત્મ નિરીક્ષણ કરે એવી સલાહ પણ અોબામાએ અાપી. મડીબાની અંતિમક્રિયા અાફ્રિકી પરંપરા સાથે 15 ડિસેમ્બર ને રવિવારે એમના જન્મસ્થળ કૂનુ ગામે કરવામાં અાવી.

ગાંધીજીની શહાદતના સમાચાર અાપતા પંડિત જવાહરલાલ નેહરુએ ભારતીય પ્રજાને કહ્યું હતું, ‘અાપણા જીવનમાંથી પ્રકાશ વિલીન થયો છે.’ અા શબ્દોને સંભારી બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમેરોને નેલસન માંડેલાની વિદાય વેળાએ અંજલી અાપતા સંદેશામાં કહેલું, ‘વિશ્વ સમાજે પ્રકાશપુંજ ગુમાવ્યો છે.’ [A great light has gone out in the world.]

અાવા મહામાનવની વિદાય વેળાએ અાવી લાગણી અનુભવીએ એ ખરું, પરંતુ અાવા પ્રકાશપુંજ સામાન્ય નથી. એ પ્રકાશ અાપણને યુગો સુધી પથદર્શક બની રહે છે એની યાદ નેહરુજીએ અા શબ્દોમાં અાપી હતી : ‘The light that shone was no ordinary light. That light represented the living eternal truths.’

અાવા પ્રકાશપુંજ ગાંધીજીના હોય કે અમેરિકાના માર્ટિન લૂથર કીંગના હોય કે દક્ષિણ અાફ્રિકાના નેલસન માંડેલાના હોય. એમણે સનાતન માનવ મૂલ્યોને જીવતાં રાખ્યા છે. અાવા મહા માનવની વિદાય વેળાએ અાપણે જરૂર અાંસુ સારીએ, લાગણીશીલ બનીએ, પણ અાવા મહામાનવના જીવન-કવનમાંથી જરૂર પ્રેરણા મેળવીએ, એમના શીખ-સંદેશને અનુસરીએ. અાનો પડઘો બરાક અોબામાએ અા શબ્દોમાં પાડ્યો હતો : ‘He makes me want to be better.’ અને પછી ઉમેર્યું કે, He speaks to what is best inside me.’

નેલસન માંડેલા 27 વર્ષની કારાવાસની કાળી મજૂરીની અસર અને યાદો ભુલાવી એક ક્ષમાશીલ દેશના રાહબર બન્યા. પસ્તાવો અનુભવતી શ્વેત પ્રજા – અાફ્રિકી પ્રજાને – તેમણે ક્ષમા અાપી અને પીડિત અશ્વેત પ્રજામાં અાશાનું કિરણ જગાવ્યું. પોતાના દેશભાંડુંઅોને ભૂતકાળનું મૂલ્યાંકન કરવા સાથે ભવિષ્ય પર નજર ઠેરવવાની સલાહ-સંદેશ અાપ્યો. મડીબાએ પોતાના જીવનમાં કરેલી ભૂલોનો એકરાર પણ કર્યો અને પ્રજાને કહ્યું કે, ‘I am not a saint unless you think of a saint as a sinner.’ મડીબાની અા કબૂલાતને દોહરાવી અોબામાએ એમની અંજલીમાં જણાવ્યું કે એટલે જ અાપણે મડીબાને અાટલો અાદર અને પ્રેમ અાપીએ છીએ. ‘It was precisely because he could admit to imperfection that we loved him so.’ અોબાએ વધુમાં ઉમેર્યું કે મડીબા હાડમાંસના માનવ હતા, ‘not a bust made of marble, a man of flesh and blood, a son and father, husband and a friend.’

નેલસન માંડેલાએ પોતાના જીવન-કવનમાં નમ્રતા અને કુશાગ્ર બુદ્ધિ પ્રતિભા દેખાડી. દૂરંદેશી અને ધૈર્યનાં દર્શન કરાવ્યાં. દેશમાં રહેતી બીજી પ્રજામાં સ્નેહભાવ અને સંબંધો બાંધ્યા; લાંબી રંગદ્વેષી લડતમાં અને મુક્તિ સંગ્રામમાં એ બધા રહેવાસીઅો અને એમના નેતાઅોનો સાથ-સહકાર મેળવવામાં અત્યન્ત સફળ રહ્યા. ભારતીય વંશીય રહેવાસીઅોના નેતાઅોમાં અહમદ કથરાડા, અમીના કાચલિયા, મેક મહારાજ, યહૂદી જમાતમાંના નેતાઅોમાં રૂથ ફસ્ટ, જોન સ્લોવો વગેરેએ મુક્તિ સંગ્રામમાં ઝંપલાવ્યું અને મડીબાના કારાવાસના સાથી અને સાક્ષી બન્યાં.

અા મહા માનવે જીવનના 27 જેટલાં વરસો જેલમાં પથ્થર તોડવામાં કાઢ્યા. અામ છતાં માનવીય કડવાશથી એ સંપૂર્ણપણે અલિપ્ત રહી શક્યા. એમણે મહાત્મા ગાંધીના વ્યક્તિત્વની પ્રતિબિંબ શી વ્યક્તિ બની રહી, પ્રેમ-સ્નેહ જ્યોત પાથરી 95 વર્ષે જીવનલીલા સંકેલી લીધી. ઇતિહાસના અા મહાન પુરુષને, મુક્તિ સંગ્રામના છેલ્લા રાજબર અને મહાન અાભાને અાપણે અશ્રુભીની અંજલી અર્પીએ અને એમનો જીવનસંદેશ દિલમાં ઊતારીએ અને એમણે ચીંધેલા પથ પર ચાલીએ.

[3, Buckingham Mews, SUTTON COLDFIELD, West Midlands, B73 5PR]

Loading

22 December 2013 admin
← A post-poll ally
આ અબ લૌટ ચલે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved