૧૯૬૦ જુલાઈમાં અમારા એક નાના ગ્રુપનો એમ.એ.(એન્ટાયર ઇંગ્લિશ)નો વર્ગ લેવા ભગત સાહેબ એમ.જી. સાયન્સના એક મોટા વર્ગમાં ‘કોન્ટેમ્પરરી વર્સ’ શીખવવા આવતા. એ દિવસોમાં ‘એન્ટી-ઇંગ્લિંશ’નો ચેપ ગુજરાતને લાગેલો. એ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને પણ ભગતસાહેબે એક વિધાન કરેલું. ‘આપણી આંદોલન કરવાની કળામાં કાંઈક કચાશ છે.’
‘Fools rush in where angels fear to tread …’ ‘કૉન્ટેમ્પરરી વર્સ’માં ડબલ્યુ.એચ. ઓડેન, સ્ટીફન સ્પેન્ડર, સી.ડી. લૂઈસ અને મેકનીસની વાત કર્યા પછી એલિયટના ‘પ્રુફ્રોક’ના પ્રેમગીતના એપીગ્રાફ સમજાવવા ત્રણેક પીરિયડ લીધા. એલિયટ કે પાઉન્ડની વાત કરવામાં એમણે ક્યારે ય થાકનો અનુભવ નહોતો કર્યો. શિક્ષક તરીકે એમણે ક્યારે ય વિદ્યાર્થીઓની હાજરી લેવાનો મહિમા નહોતો કર્યો. એલિયટને યાદ કરીને ખૂબ જુસ્સાપૂર્વક કહેતા :
‘I have measured out my life with Coffee Spoons …
Let us go, you and I
When the evening is spread out against the sky
Like a patient etherised on a table.’
ખેર! મારે એકાદ બે મહિનાના અંતરે સાહેબને ઈ/૬, જલદર્શનમાં મળવા જવાનું થતું. ૨૭મી જાન્યુઆરીએ સવાર અગિયાર વાગે મળ્યો ન મેં ‘વીસમી સદીના અંગ્રેજી કવિતાનું વિહંગાવલોકન’ તૈયાર કરવા માર્ગદર્શન આપવા વિનંતી કરી.
‘જોજે એ માત્ર નામાવલી ન બને; એઝરા પાઉન્ડ, એલિયટ તો બહુ મોટા કવિ … પણ ડીલનને ન ભૂલાય …!’
સાચે જ! હવે આ પ્રકારની શીખ મને કોણ આપશે! એ વિરલ આત્માને શતશઃ પ્રણામ. એમનો આવો પમરાટ આપણે સૌ આપણા જીવનમાં પમરાવીએ એ સાચી શ્રદ્ધાંજલિ.
૬-બી, ચન્દ્ર જ્યોત સોસાયટી, જીવરાજ પાર્ક, વેજલપુર, અમદાવાદ-૩૮૦ ૦૫૧
સૌજન્ય : “નિરીક્ષક”, 18 ફેબ્રુઆરી 2018; પૃ. 10
![]()


‘માસ્તર નંદનપ્રસાદ’ના સંદર્ભમાં અને આ વ્યાખ્યાનનાં વિષયક સંદર્ભમાં રણજિતરામના સાહિત્ય અને શિક્ષણ વિશેના બે-ત્રણ લેખોનું પણ મૂલ્યાંકન કરવાનો અહીં પ્રયત્ન કરીશું. રણજિતરામે એમનો પ્રાથમિક-માધ્યમિક શાળાનો અભ્યાસ અમદાવાદમાં પ્રૅક્ટિસિંગ સ્કૂલમાં અને અંગ્રેજી મિશન હાઈસ્કૂલમાં કર્યો ત્યારે રણજિતરામ ૧૮૯૬-૯૭માં છઠ્ઠા ધોરણથી વિદ્યાર્થીઓનું એક મંડળ ‘ધ યંગ મેન્સ યુનિયન’ સ્થાપવામાં આવ્યું તેની સાપ્તાહિક સભાઓના સભ્ય હતા. પછી ૧૮૯૯માં મૅટ્રીક થયા અને ગુજરાત કૉલેજમાં વિદ્યાર્થી હતા ત્યારે એ ૧૯૦૧માં એ કૉલેજના વિદ્યાર્થીઓનું એક મંડળ ‘ધ સોશિયલ ઍન્ડ લિટરરી ઍસોશિયેશન’ સ્થાપવામાં આવ્યું એના સહાયક મંત્રી હતા. આ મંડળમાંથી ૧૯૦૨માં ‘ધ લિટરરી ઍસોશિયેશન’ થયું અને તેમાંથી ૧૯૦૩માં ‘ગુજરાત સાહિત્ય સભા’ અસ્તિત્વમાં આવી એના એ મુખ્યમંત્રી હતા, તેમાંથી ૧૯૦૫માં ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ સ્થાપવામાં આવી એના એ આત્માસમા હતા. ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ સ્થાપવામાં આવી એના એ આત્માસમા હતા. ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ની ઉદાત્ત અને ઊર્જસ્વી મૂર્તિ રણજિતરામના હૃદયમાં અંકિત હતી. એનો ભવ્યસુંદર આદર્શ હતો. ‘ગુજરાતનું નવજીવન અને ગુજરાતી સાહિત્ય પરિષદ’ લેખમાં એને વિશે એમણે લખ્યું હતું :